Gujarat Assembly Election 2022: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ (Mallikarjun Kharge)ગુજરાતમાં એક રેલી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરખામણી રાવણ સાથે કરવા પર ભાજપાએ સખત પ્રહાર કર્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આ રીતે દેશના પ્રધાનમંત્રીને ગાળો આપવી ઘણું નિંદનીય છે. આ કોંગ્રેસના વિચારોને બતાવે છે. બીજેપી પ્રવક્તા અમિત માલવીયએ કહ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે ગુજરાતની ચૂંટણી સહન કરવામાં અસમર્થ લાગી રહ્યા છે જેથી તેમણે પોતાના શબ્દો પર નિયંત્રણ ગુમાવી દીધું છે.
મલ્લિકાર્જૂન ખડગેએ શું કહ્યું હતું?
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ અમદાવાદના બેહરામપુરામાં એક જનસભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કર્યો હતો. ખડગેએ કહ્યું હતું કે અમે તમારો (મોદીનો) ચહેરો નિગમ ચૂંટણીમાં, એમએલએ ચૂંટણી કે સાંસદ ચૂંટણી દરેક સ્થાને જોઈએ છીએ. શું તમારી પાસે રાવણની જેમ 100 માથા છે?
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કહ્યું કે હું જોઈ રહ્યો છું કે મોદીજીના નામ પર વોટ માંગવામાં આવે છે પછી તે નગરપાલિકાની ચૂંટણી હોય, નિગમ ચૂંટણી હોય, વિધાનસભા ચૂંટણી હોય. ઉમેદવારના નામે વોટ માંગો. શું મોદી નગરપાલિકામાં આવીને કામ કરવા જઈ રહ્યા છે? શું તે કામના સમયે ત્યાં ઉપલબ્ધ રહેશે?
આ પણ વાંચો – જયનારાયણ વ્યાસ 32 વર્ષ ભાજપના નેતા રહ્યા, કોંગ્રેસમાં ગયા, ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી પણ હતા
ભાજપાએ કર્યો વળતો પ્રહાર
મલ્લિકાર્જૂન ખડગેના નિવેદન પર ભાજપાએ વળતો પ્રહાર કર્યો છે. ભાજપા પ્રવક્તા સંબિત પાત્રાએ સોનિયા ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે પીએમ મોદીને લઇને જે નિવેદન મલ્લિકાર્જૂન ખડગેએ આપ્યું છે તે સોનિયા અને રાહુલ ગાંધીનું નિવેદન છે. સંબિત પાત્રાએ કહ્યું કે સોનિયા ગાંધીએ પીએમ મોદીને મોતના સોદાગર ગણાવ્યા હતા જેનું પરિણામ બધાએ જોયું છે.
આ પહેલા મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું હતું કે ઔકાત દેખાડી દઇશું. કોંગ્રેસ નેતા સુબોધ કાંત સહાયે પીએમ મોદીને લઇને કહ્યું હતું કે તે કુતરાના મોતે મરશે. આટલું જ નહીં ઉમંગ સિંગારે પીએમ મોદીને રાક્ષસ કહ્યા હતા. બધાનો બદલો જનતાએ લીધો છે અને રાવણ કરી રહ્યા છે તો તેનો બદલો પણ ગુજરાતની જનતા પુરો કરશે.





