/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Congress-MLA-CJ-Chavda-resigns.jpg)
કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી જે ચાવડાએ રાજીનામું આપ્યું
કોંગ્રેસ પાર્ટીના ગુજરાત એકમને વધુ એક ફટકો પડ્યો છે, તેમના એક વરિષ્ઠ ધારાસભ્ય સીજે ચાવડાએ ઉત્તર ગુજરાતના વિજાપુર મતવિસ્તારના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે અને તે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. રાજીનામું શુક્રવારે રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ગાંધીનગરમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને સોંપવામાં આવ્યું હતું.
ચાવડા, ત્રણ વખતના ધારાસભ્ય, કોંગ્રેસના દિગ્ગજ નેતા છે જેમણે છેલ્લી વિધાનસભામાં મુખ્ય દંડકનું પદ સંભાળ્યું હતું જ્યારે તેઓ ગાંધીનગર ઉત્તર મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. 2022માં ચાવડાએ પોતાનો મતવિસ્તાર બદલીને મહેસાણા જિલ્લાના વિજાપુરથી ચૂંટણી લડી હતી. ચાવડા 2002માં ગાંધીનગર બેઠક પરથી ગુજરાત વિધાનસભામાં પણ ચૂંટાયા હતા.
ચાવડાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો હોય અથવા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હોય, ત્યારે કોંગ્રેસ પાર્ટીના નિવેદનો, પછી ભલેને તેમના સલાહકારો કોઈપણ હોય, દેશને નુકસાન પહોંચાડે છે, જે મને એક ભારતીય હોવાથી તે ગમતું નથી."
મોદી અને શાહની તુલના મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ સાથે કરતાં તેમણે કહ્યું હતું કે, "જ્યારે નરેન્દ્રભાઈ (મોદી) વિશ્વ નેતા તરીકે ઉભરી આવ્યા છે અને અમિતભાઈ (શાહ) અને ટીમ ગુજરાત તેમને મદદ કરી રહ્યાં છે, ત્યારે હું અવરોધ બનવા માંગતો નથી, જેથી હુ રાજીનામું આપ્યું." ચાવડાએ એવો પણ સંકેત આપ્યો હતો કે, તેમણે પ્રવાહની વિરુદ્ધ જવાને બદલે તેની સાથે જવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો - વડોદરામાં બોટ દુર્ઘટના: ‘પથ્થર એટલા દેવ પૂજ્યા…’ 17 વર્ષે માતા-પિતા બન્યા, અને બંને બાળકો ગુમાવ્યા
ભાજપમાં જોડાવા અંગે ચાવડાએ કહ્યું હતું કે, તેઓ તેમના સમર્થકો અને વિજાપુરના લોકો સાથે ચર્ચા કરશે અને તેમના આદેશ મુજબ કામ કરશે.
ચાવડાના રાજીનામાથી 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 15 થઈ ગયું છે. અગાઉ ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું હતું અને તે ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us