Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત આવનાર કેટલાક દિવસોમાં થવાની છે. આવામાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય રાજ્યમાં યોજાનાર ચૂંટણી પર હાઇકમાન્ડ ઓછું ધ્યાન આપતા હોવાથી પરેશાન છે. એક કોંગ્રેસના ધારાસભ્યે પ્રિયંકા ગાંધી વાડ્રા માટે 45 હજાર રૂપિયામાં ગરબાનો ડ્રેસ ખરીદ્યો હતો. જોકે નવરાત્રી આવી અને જતી રહી પણ પ્રિયંકા ગાંધી વાડ્રા આવ્યા ન હતા.
ગુજરાત કોંગ્રેસ ધારાસભ્યોનું માનવું છે કે 2017 વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજ્યનો ઘણી વખત પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તે ઘણી વખત મંદિરમાં પણ ગયા હતા. સાથે કોંગ્રેસના ચૂંટણી અભિયાનને એક નવું બળ આપ્યું હતું. જેનાથી ભારતીય જનતા પાર્ટી ઘણી અસમંજસ સ્થિતિમાં જોવા મળી હતી. જ્યારે આ વખત દિલ્હીનો કોઇ જાણીતો ચહેરો ચૂંટણી પ્રચારમાં રસ બતાવી રહ્યા નથી. રાહુલ ગાંધી પોતાની 150 દિવસીય ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. જોકે કેટલાકનું માનવું છે કે રાહુલ ગાંધી હિમાચલ અને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરુ કરશે.
વેણુગોપાલ પાસે કોંગ્રેસ ધારાસભ્યે કરી વિનંતી
ગત મહિને કોંગ્રેસના એક ધારાસભ્યે કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલને વિનંતી કરી હતી કે જો રાહુલ ગાંધી ના આવી શકે તો ઓછામાં ઓછું પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગુજરાત ગરબા સમારોહમાં આવવું જોઈએ. આ દરમિયાન વેણુગોપાલે વાયદો કર્યો હતો કે તેમને મનાવવાનો પ્રયત્ન કરશે.
આ પણ વાંચો – ગુજરાત ચૂંટણી એબીપી સી-વોટર સર્વે: મહિલા મતદારો કોની સાથે? બીજેપી, કોંગ્રેસ કે આપને આપશે સમર્થન
આ પછી કોંગ્રેસ ધારાસભ્યે પ્રિયંકા ગાંધી વાડ્રા માટે 45 હજાર રૂપિયામાં નવરાત્રીનો ડ્રેસ ખરીદ્યો હતો. જોકે નવરાત્રી આવી અને ચાલી ગઇ પણ પ્રિયંકા ગાંધી વાડ્રા આવ્યા ન હતા. બીજી તરફ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પોતાના ડાંડિયા રાસથી ગુજરાતીએઓને ખુશ કર્યા હતા.
બીજી બાજુ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી ઘણી સક્રિય જોવા મળી રહી છે. આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજર દિલ્હી અને પંજાબ પછી ગુજરાત અને હિમાચલ ચૂંટણી પર છે. બીજી તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણી બીજેપી માટે પ્રતિષ્ઠાની ચૂંટણી છે.