scorecardresearch

Corona News : કોરોના મહામારી દરમિયાન અમદાવાદમાં સાઇકલનો ઉપયોગ 10 ગણો વધ્યો

coronavirus News Pedalling to Fitness : માર્ચ 2020થી નવેમ્બર 2021 દરમિયાન કોરોના મહામારીના 20 મહિનામાં અમદાવાદ શહેરમાં સાઇકલ ઉપયોગકર્તાઓની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે.

Corona News : કોરોના મહામારી દરમિયાન અમદાવાદમાં સાઇકલનો ઉપયોગ 10 ગણો વધ્યો
સાઇકલનો ઉપયોગ, ફાઇલ તસવીર

રિતુ શર્માઃ ગુજરાતમાં ઠંડીનો પારો ધીમે ધીમે ગગડતો જાય છે. બીજી તરફ કોરોના વાયરસનો ખતરો પણ ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં લોકો સ્વાસ્થ્ય ઉપર વધારે ધ્યાન આપવા લાગ્યા છે. ત્યારે સીઈપીટી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં એક અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં માર્ચ 2020થી નવેમ્બર 2021 દરમિયાન કોરોના મહામારીના 20 મહિનામાં અમદાવાદ શહેરમાં સાઇકલ ઉપયોગકર્તાઓની સંખ્યામાં 10 ગણો વધારો થયો છે. 60,500થી વધારે લોકો પર કરવામાં આવેલા અધ્યયનમાં 70 ટકા લોકો મુસાફરીના બદલે ફિટનેસ કે આરામના ઉદ્દેશ્યથી સાઇકલનો ઉપયોગ કરે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલમેન્ટ લિમિટેડ અંતર્ગત ડિસેમ્બર 2019માં શહેરમાં ઔપચારિક રૂપથી “અમ્દાબાઇક – ધ પબ્લિક સાઇકલિંગ શેયરિંગ સિસ્ટમ ઓફ અહમદ-બાદ”ના રૂપમાં જાણિતી સાઇકલ શેયરિંગ સિસ્ટમ શરુ કરી હતી. ત્રણ મહિનામાં લગભગ 1000 સાઇકલ તૈનાત કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2020ની આસપાસ Mybyk મુખ્ય સેવા શરુ કરાતાની સાથે સાઇકલનો ઉપયોગ શરુ થયો હતો.

અમદાવાદ શહેર પબ્લિક બાઇક શેયરિંગ સિસ્ટમના સર્વેક્ષણથી જોડાયેલા ચાર મહિનાના અભ્યાસમાં લગભગ 450 ઉપયોગકર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મેનેજમેન્ટના ત્રીજા સેમીસ્ટરના 29 પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો. અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું હતું કે જાન્યુઆરી 2022 સુધી લગભગ 18,000 ઉપયોગકર્તા ઓછા થયા હતા. જુલાઇ અને સપ્ટેમ્બર 2022 વચ્ચે વિદ્યાર્થીઓએ શહેરના લગભગ નાની અને મોટી મુસાફરીના લગભગ 60,500 સાઇકલ ઉપયોગ કર્તાઓ ઉપર અભ્યાસ કર્યો હતો.

આ વિશ્લેષિત રાઇડર્સમાંથી 42,000 અથવા 70 ટકાથી વધારે લોકો માટે લીઝર અને ફિટનેસ રાઇડ્સ હતી. પીજીના વિદ્યાર્થી સ્વાતિ સીવીએ જણાવ્યું હતું કે ‘આ એક જ ડોક પર શરુ અને સમાપ્ત થનારી સવારી હતી.’ નિષ્કર્ષો અનુસાર “કોવિડ મહામારી દરમિયાન ઉપયોગકર્તાઓ માટે કસરત માટે જગ્યાઓ ખોલવામાં આવી નથી. એટલું જ નહીં પાર્ક અને ગાર્ડન અંદર પણ સુવિધા નથી. જોકે, લોકોએ સાઇકલમાં સમાધાન શોધ્યું હતું.” આ અધ્યયનમાં 16-35 વર્ષની ઉંમરના પુરુષો અને મહિલાઓને આવરી લેવામાં આવ્યા છે.

ઉત્તરદાતાઓએ વ્યક્ત કરેલી ચિંતાઓ

જે સાઇકલનો ઉપયોગ કરનાર અને ઉપોયગ નહીં કરનાર ઉત્તરદાતાઓએ ઉઠાવેલી ચિંતા હતી કે બ્રેકડાઉન, દુર્ઘટનાઓના મામલામાં તત્કાલ મદદની આવશ્યક્તા છે. આ ઉપરાંત સારી સીટ, ટાયરમાં હવા સહિતની કેટલીક ગ્રાહક સેવાની જરૂર છે.

આ પણ વાંચોઃ- Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

સાઇકલ પ્રોવાઇડર Mybyk પાસે અમદાવાદમાં લગભગ 300 સાઇકલ સ્ટેશન છે જમાં કુલ 4000 સાઇકલો છે. જેમાંથી 1000 સાઇકલ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર છે. કંપનીના સહયોગી નિદેશક શ્રેયંચ શાહના જણાવ્યા પ્રમાણએ અમદાવાદમાં સૌથી મોટી ઉપસ્થિતિની સાથે વર્તમાનમાં સાત શહેરોમેાં સંચાલન બાદ ઇન્દોર, કોચ્ચી, મુંબઇ, નાગપુર, ઉદયપુર અને પુણેમાં ફર્મ આગામી મહિનાથી શરુ કરાશે.

સવારે 5થી 8 વાગ્યા વચ્ચે સૌથી વધારે રાઇડ 33 ટકા હતી

સવારે 5 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે સૌથી વધારે રાઇડ 33 ટકા હતી જ્યારે ઓફિસના સમયમાં સૌથી ઓછી હતી. સવારની રાઇડ્સ બાદ રાત્રે નવ વાગ્યાથી સવારે 4 વાગ્યા વચ્ચે 69,000થી વધારે લોકો રાઇડ્સના વિશ્લેષણમાં 25 ટકા સાથે બીજી સૌથી વધારે રાઇડ્સ હતી. ત્યારબાદ ઇવનિંગ રાઇડ સાંજે 5થી રાત્રે 8 વાગ્યા વચ્ચે 22 ટકા રહી હતી. જ્યારે મર્યાદિત વિસ્તારોમાંથી એક કિલોમીટરથી ઓછીની સવારી નોંધવામાં આવી હતી, મોટે ભાગે સંસ્થાકીય રહેણાંક અને નદી કિનારે આવેલા વિસ્તારોમાં, એક કિલોમીટરથી વધુની સવારી સમગ્ર શહેરમાં ફેલાયેલી હતી.

સાબરમતી રિવરફ્રન્ટ, નિરમા યુનિવર્સિટી હોસ્ટેલ, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, શિવરંજની અને પ્રહલાદનગર વધુ રાઇડરશિપ ધરાવતા વિસ્તારો હતા. જ્યારે ઓછા રાઇડર્સ ધરાવતા વિસ્તારો સોનીની ચાલી, આઇઆઇએમએ ઓલ્ડ કેમ્પસ, વસ્ત્રાલ તળાવ અને અદાણી શાંતિગ્રામ હતા.

450 ઉત્તરદાતાઓનો સર્વે

વિદ્યાર્થીઓએ 16 થી 60 વર્ષની વયના 450 ઉત્તરદાતાઓનો પણ સર્વે કર્યો – 41 ટકા સ્ત્રી અને 59 ટકા પુરૂષ – જેમાં મોટાભાગના કાયમી રહેવાસીઓ અને વિદેશી બંને હતા.આ સર્વેક્ષણ દર્શાવે છે કે ફિટનેસ અને લેઝર રાઇડિંગનો હિસ્સો મોટાભાગના રહેવાસીઓ માટે છે, તે કાયમી રહેવાસીઓમાં અગ્રણી છે. સ્થળાંતર કરનારાઓમાં હિલચાલ વધુ જોવા મળે છે. જો કે, તેમાંના 70-80 ટકા સેવા પ્રદાતા દ્વારા ઓફર કરાયેલા ભાવ યોજનાઓથી અજાણ હતા.

આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 26 ડિસેમ્બર ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણી શરૂઆત થઇ

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં IUO ની સ્થાપના કરવામાં આવી છે જે શહેરોમાં ટકાઉ વૃદ્ધિને સક્ષમ કરવા અને તેમને વધુ રહેવા યોગ્ય બનાવવા માટે ડેટા વિશ્લેષણ અને મેનેજમેન્ટ હબ તરીકે કાર્ય કરે છે જેના માટે પુરાવા-આધારિત આયોજન અને નીતિ ઘડતર પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે.

સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે જાગૃતિના સંદર્ભમાં, આ ઉત્તરદાતાઓમાંથી 56 ટકા લોકો સાર્વજનિક બાઇક શેરિંગ સિસ્ટમથી વાકેફ હતા અને તેમણે અમુક સમયે તેનો ઉપયોગ કર્યો હતો. 450 ઉત્તરદાતાઓમાંથી લગભગ 35 ટકા વાકેફ હતા પરંતુ તેનો ઉપયોગ કર્યો ન હતો, બાકીના આઠ ટકા લોકો સિસ્ટમથી અજાણ હતા અને ક્યારેય તેનો ઉપયોગ કર્યો ન હતો. આ ઉત્તરદાતાઓમાં ઉપયોગની પ્રકૃતિ પણ ફિટનેસ અને લેઝર માટે હતી અને ત્યારબાદ સફર માટે.

Web Title: Coronavirus pedalling to fitness cept university covid pandemic bicycle users has increased ahmedabad

Best of Express