Covid vaccine shortage: ગુજરાતથી લઈ દિલ્હી સુધી કોરોના વેક્સીનની અછત, અમદાવાદમાં માંગમાં 17% વધારો થતાં સમસ્યા

Covid vaccine shortage in gujarat : ગુજરાત સહિત દિલ્હી (Delhi) માં પણ કોરોના વેક્સિનની અછત (Corona vaccine shortage) સર્જાઈ છે. ચીન (China) સહિત અનેક દેશમાં કોવિડ કેસ (Corona Case) વધતા કોવિડ વેક્સિનની માંગમાં વધારો થયો છે.

Written by Kiran Mehta
Updated : December 28, 2022 17:37 IST
Covid vaccine shortage: ગુજરાતથી લઈ દિલ્હી સુધી કોરોના વેક્સીનની અછત, અમદાવાદમાં માંગમાં 17% વધારો થતાં સમસ્યા
કોરોના વેક્સિનની અછતનો મમલો

Covid vaccine shortage in gujarat : ચીન સહિત અન્ય ઘણા દેશોમાં કોરોનાએ માથુ ઉચક્યા બાદ ભારતમાં સ્થિતિ એટલી સરળ દેખાઈ રહી નથી. કોરોના વેક્સીનની માંગ વધવાને કારણે મફત વેક્સીન મેળવવી મુશ્કેલ બની રહી છે. દિલ્હીમાં વેક્સિન ન મળવાને કારણે અનેક સરકારી કેન્દ્રોને તાળાં મારવા પડ્યા છે જ્યારે અમદાવાદમાં રસીની માંગમાં 17 ટકાનો વધારો થયો છે. ઉપરથી પુરવઠાના અભાવે લોકોને મફત રસી મળી રહી નથી.

ધ હિન્દુના એક સમાચાર અનુસાર, દિલ્હીમાં કોવેક્સિનની માત્ર ત્રણ શીશીઓ બચી છે જ્યારે કોવિશિલ્ડ તો સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે. જો કે, ગયા અઠવાડિયે જ સીએમ અરવિંદ કેજરીવાલે લોકોને પ્રમોશનલ ડોઝ લેવાનું કહ્યું હતું. પરંતુ માત્ર થોડા જ લોકો આ કરી શક્યા. રસીની અછતને કારણે દિલ્હીમાં ઘણા વેક્સિન સેન્ટરોને તાળા મારવા પડ્યા હતા.

આ પણ વાંચોcovid 19 india : મુસાફરી અને ઓક્સિજન સ્ટોક પર કેન્દ્રના આદેશો: આજનો કોવિડ ઘટનાક્રમ, સરકારે શું કરી તૈયારીઓ?

બીજી તરફ ઈન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર મુજબ અમદાવાદમાં પણ રસીની માંગમાં 17 ટકાનો વધારો થયો છે. પરંતુ રસીના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના એક ઉચ્ચ આરોગ્ય અધિકારીનું કહેવું છે કે, તેમને માહિતી મળી છે કે કેન્દ્ર તરફથી રસીનું કન્સાઈનમેન્ટ ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યું છે. તેમને મળ્યા બાદ રસીકરણ ઝડપથી શરૂ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ