/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-51.jpg)
ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું (ફાઇલ ફોટો)
Cyclone Biparjoy Gujarat latest news update : ગુજરાતના દરિયા કિનારે બિપરજોય નામના ચક્રવાતનું સંકટ તોળાઇ રહ્યુ છે. આ ચક્રવાતની અસરે દરિયામાં કરંટની સાથે કાંઠા વિસ્તારોના ભારે પવનની સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ આ ચક્રવાત ગુજરાતના કરિયા કાંઠાથી લગભગ 890 કિમી જેટલુ દૂર છે અને પવનની ગતિ 135થી 145 કિમી પ્રતિ કલાક હોવાનું હવામાન વિભાગે તેની પ્રેસ નોટમાં જણાવ્યુ હતુ. હવે આ વાવાઝોડ કઇ દિશા તરફ આગળ વધશે તેના પર સૌની નજર છે. ચક્રવાતના પગલે તંત્ર દ્વારા રાજ્ય ભરના દરિયા કાંઠે એલર્ટ કરી દેવાની સાથે સાથે માછીમારોને દરિયો ખેડવા ન જવા ચેતવણી આપી છે.
ચક્રવાત પોરબંદરથી લગભગ 890 કિમી દૂર
ચક્રવાત બિપરજોય હાલ પોરબંદરથી 890 કિમી જેટલુ દૂર છે અને ધીમે ધીમે ગુજરાતના દરિયા કિનાર તરફ આગળ વધી રહ્યું છે, જો કે તે કઇ દિશામાં જશે તે કહેવું હાલ મુશ્કેલ છે. ચક્રવાતની અસરે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર બિપરજોય ચક્રવાત ગોવાથી લગભગ 850 કિમી પશ્ચિમમાં, મુંબઈથી 880 કિમી દક્ષિણપશ્ચિમમાં, પોરબંદરથી 890 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને કરાચીથી 1170 કિમી દક્ષિણમાં. આગામી 3 દિવસ દરમિયાન વધુ તીવ્ર બનશે.
VSCS BIPARJOY over eastcentral Arabian Sea, lay centered at 1730hrs IST of today, about 850 km west of Goa, 880 km southwest of Mumbai, 890 km south-southwest of Porbandar and 1170 km south of Karachi. To intensify further during next 3 days. pic.twitter.com/Fak4Qzi07C
— India Meteorological Department (@Indiametdept) June 8, 2023
ચક્રવાતની અસરે દરિયામાં કરંટ
બિપરજોય ચક્રવાત જેમ જેમ ગુજરાતના તરફ આગળ વધી રહ્યુ છે તેમ તેમ દરિયામાં કરંટ વધી રહ્યો છે. ગુજરાતના વલસાડ, પોરબંદર, જાફરાબાદ, જામનગરના દરિયામાં કરંટ વરતાઇ રહ્યો છે. આ કરંટની અસરે દરિયામાં 10 ફુટ જેટલા ઉંચા મોજા ઉછરી રહ્યા છે. લોકોને દરિયાની નજીક ન જવા તંત્રે ચેતવણી આપી છે.
ગુજરાતના જાફરાબાદ બંદર પર ચક્રવાત ‘બિપરજોય’ને લઇ એલર્ટ
અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર બે નંબર સિગ્નલ
જાફરાબાદ તંત્ર એલર્ટ થયુ દરિયા કાંઠાના ગામડાને એલર્ટ
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી
સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થતા તંત્ર પણ એલર્ટ મોડમાં pic.twitter.com/isHocTGmhJ— IEGujarati (@IeGujarati) June 8, 2023
બંદરો પર 2 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
વાવાઝાડુ જેમ જેમ ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યુ છે તેમ તેમ તેની અસર વરતાઇ રહી છે. ભારે પવન અને દરિયામાં ઉંચા મોજા ઉછળતા તંત્ર દ્વારા પોરબંદર, જાફરાબાદ જેવા બંદરો પર 2 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યુ છે. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/cyclone-biparjoy.jpg)
160 કિમીની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગ દ્વારા ચક્રવાત બિપરજોયને લઇને એક પ્રેસ રિલિઝ જારી કરવામાં આવી છે. હાલ ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયા કિનાર તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની એક રિલિઝ અનુસાર 9 જૂનના રોજ વાવાઝોડાની ઝડપ 135 થી 145 કિમી પ્રતિ કલાકની રહેશે, જે વધીને 160 થી 170 કિમી પ્રતિ કલાક સ્પીડ સુધી પહોંચી શકે છે. ત્યાર પછીના 10, 11 અને 12 જૂનના રોજ ચક્રવાત વધારે તીવ્ર બની શકે છે.
ચક્રવાતની ચિંતા વચ્ચે ચોમાસાને લઇને મોટા સમાચાર
ચક્રવાતની ચિંતા વચ્ચે ચોમાસાને લઇને મોટા સમાચાર આવ્યા છે. બિપરજોય નામના ચક્રવાતનું સંકટ ગુજરાત તરફ પર આવી રહ્યુ છે ત્યારે હવામાન વિભાગે ચોમાસના વરસાદને લઇને આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે, કેરળમં ચોમાસું પહોંચ ગયુ છે અને આગામી 20થી 25 સુધીમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા છે.
Weekly Briefing (Hindi) 08.06.2023#IMD#monsoon#monsoon2023#kerala#cyclone#weather#heatwaves
Facebook : https://t.co/HZjKVYQNZ4
YouTube: https://t.co/db7mWHQMEx— India Meteorological Department (@Indiametdept) June 8, 2023
કેરળમાં વરસાદની મોડી શરૂઆત
ઉલ્લેખનિ છે કે કેરળમાં આ વખતે ચોમાસાની એક સપ્તાહ મોડી શરૂઆત થઇ છે. સામાન્ય રીતે કેરળના દરિયા કિનારે 31 મે કે 1 જૂને મોનસૂન એન્ટ્રી થઇ જતી હોય છે. જો કે આ વખતે ચક્રવાત અને અલ નીનોની અસરે ચોમાસાના વરસાદની મોડી શરૂઆત અને ઓછો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. કેરળમાં ચોમાસું વિધિવત શરૂ થયા બાદ બાદ આગામી ત્રણથી ચાર દિવસની અંદર વરસાદ કર્ણાટક અને તમિલનાડુમાં પહોંચશે તેવી આગાહી કરવાામાં આવી છે.
આ પણ વાંચોઃ Cyclone Biparjoy Live: ગુજરાત પર ચક્રવાત બિપરજોયનું સંકટ, 14 જૂન સુધી દરિયો ન ખેડવા એલર્ટ
મહારાષ્ટ્રમાં એક સપ્તાહ મોડી અને દિલ્હીમાં મહિનાના અંતે વરસાદની પધરામણી થશે
કેરળમાં એક સપ્તાહ મોડું ચોમાસુ શરૂ થવાની સીધી અસર સમગ્ર દેશમાં વરસાદ શરૂ થવાની પદ્ધતિ પર થશે. કેરળમાં વરસાદ એક સપ્તાહ મોડો આવતા હવે મહારાષ્ટ્ર અને ગોવામાં પણ ચોમાસું એક લગભગ એક સપ્તાહ જેટલું મોડું શરૂ થવાની આગાહી કરી છે. તેવી જ રીતે 25 જૂનની આસપાસ વરસાદ ગુજરાતમાં અને ચાલુ મહિનાના અંત સુધીમાં દિલ્હીમાં મેધરાજાની પધરામણી થવાની અપેક્ષા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us