Cyclone Biparjoy : ગુજરાત પર ચક્રવાત 'બિપરજોય' સંકટ, 36 કલાક બાદ ત્રાટકી શકે, જાણો હાલ વાવાઝોડું કેટલું દૂર છે

Cyclone Biparjoy Gujarat IMD : ગુજરાતના દરિયા કાંઠાથી ચક્રવાત હાલ અરબ સમુદ્રમાં 740 કિમી દૂર છે અને 36 કલાક બાદ ત્રાટકી શકે છે. વાવાઝાડાની અસરે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી.

Cyclone Biparjoy Gujarat IMD : ગુજરાતના દરિયા કાંઠાથી ચક્રવાત હાલ અરબ સમુદ્રમાં 740 કિમી દૂર છે અને 36 કલાક બાદ ત્રાટકી શકે છે. વાવાઝાડાની અસરે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Cyclone Biparjoy

ચક્રવાત બિપરજોયની સેટેલાઇટ ઇમેજ (ક્રેડિટ - આઇએમડી)

Cyclone Biparjoy Gujarat IMD latest update : ગુજરાત પર ચક્રવાત બિપરજોયનો ખતરો વધી રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર બિપરજોય વાવાઝોડું હાલ પોરબંદરથી 740 કિમી દૂર છે અને આગામી 36 કલાકમાં તે ગુજરાતના દરિયા કિનારે ત્રાટકી શકે છે. ચક્રવાતની અસરે ગુજરાતના દરિયામાં તીવ્ર કરંટ પણ જોવા મળી રહ્યો છે. દરિયામાં 10થી 12 ફુટ જેટલી ઉંચી લહેરો ઉછળી રહી છે અને વહીવટી તંત્રે લોકોને દરિયાની નજીક ન જવા ચેતવણી આપી છે. બિપરજોય ચક્રવાતની ગુજરાત ઉપરાંત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં પણ વતરાશે.

Cyclone
ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું (ફાઇલ ફોટો)

36 કલાકમાં ત્રાટકશે 'બિપરજોય'

ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી અપડેટ અનુસાર બિપરજોય ચક્રવાત હાલ ગોવાથી 720 કિમી, મુંબઇથી 720 કિમી, પોરબંદરથી 740 કિમી, દક્ષિણ કરાચીથી 1050 કિમી દૂર દરિયામાં સ્થિત છે. આ વાવાઝોડું આગામી 36 કલાકની અંદર ધરતી પર ત્રાટકી શકે છે.

બચાવ કામગીરી માટે ડિઝાસ્ટર ટીમો સજ્જ

ચક્રવાત બિપરજોય ધીમે ધીમે ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યુ છે ત્યારે રાજ્યમાં તીવ્ર ગતિના પવનની સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કોઇ પણ અનિશ્ચિનિય બનવામાં બચાવ કામગીરી માટે રાજ્યમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની 15 ટીમો અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને 11 ટીમોને સજ્જ રાખવામાં આવી છે.

ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી

બિપરજોય ચક્રવાત હાલ પોરબંદરથી 760 કિમી દૂર અરબ સાગરમાં છે અને આગામી 36 કલાકમાં ગુજરાતના દરિયા કિનારે ત્રાટકી શકે છે. હાલ વાવાઝોડું અરબી સમુદ્રમાંથી ધીમે ધીમે ઉત્તર અને ઉત્તર - પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે, જેના પરિણામે ગુજરાત સહિત દરિયા કાંઠો ધરાવતા પડોશી રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે.

publive-image

45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાશે

ચક્રવાત જેમ જેમ આગળ વધી રહ્યુ છે તેમ તેમ ગુજરાતમાં ફુંકાતા પવનની ગતિ વધી રહી છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં સરેરાશ 35-45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. જેમ જેમ ચક્રવાત દરિયાકાંઠાની નજીક આવશે તેમ તેમ પવનની ગતિ વધશે અને તેની ઝડપી 55- 60 કિમી સુધી પહોંચી શકે છે.

દરિયા કાંઠાના ગામોને એલર્ટ

ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરિયા કાંઠે આવેલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત વલસાડનો તીથલ બીચ પ્રવાસીઓ માટે 14 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાના 28 ગામોને એલર્ટ કરાયા છે. તો કચ્છ જિલ્લાના તમામ બંદરો પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવાની સાથે માડવી બીચ 12 જૂન સુધી પણ બંધ કરાયો છે.

આ પણ વાંચોઃ Cyclone Biparjoy : બિપરજોય ચક્રવાત આગામી 36 કલાકમાં વધુ તીવ્ર બનશે, જુઓ ગુજરાતમાં કેવી રહેશે અસર? તંત્રની કેવી છે તૈયારી?

બંદરો પર 2 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વાવાઝાડુ જેમ જેમ ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યુ છે તેમ તેમ તેની અસર વરતાઇ રહી છે. ભારે પવન અને દરિયામાં ઉંચા મોજા ઉછળતા તંત્ર દ્વારા પોરબંદર, જાફરાબાદ જેવા બંદરો પર 2 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યુ છે. આ સાથે જ વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

Advertisment
cyclone biparjoy Express Exclusive આજનું હવામાન અપડેટ ગુજરાત ટ્રેન્ડિંગ ન્યૂઝ વરસાદ વાવાઝોડું વેધર ન્યૂઝ