Cyclone Biparjoy Live Updates: અમદાવાદના કાલુપુરમાં મકાન તૂટી પડતાં એકનું મોત

Cyclone in Gujarat, Biparjoy live : લેન્ડફોલ થયેલા બિપરજોય વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહી મચાવી હતી. ભારે પવન અને અતિથી અતિભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં ઘણું નુકસાન થયું હતું.લેન્ડફોલ વાવાઝોડાની તમામ અપડેટ્સ માટે જોતા રહો gujarati.indianexpress.com.

Cyclone in Gujarat, Biparjoy live : લેન્ડફોલ થયેલા બિપરજોય વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહી મચાવી હતી. ભારે પવન અને અતિથી અતિભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં ઘણું નુકસાન થયું હતું.લેન્ડફોલ વાવાઝોડાની તમામ અપડેટ્સ માટે જોતા રહો gujarati.indianexpress.com.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Biparjoy Cyclone Latest Update

બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે (Express File photo by Nirmal Harindran)

Cyclone Biparjoy Live, 17 june 2023 friday : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ પછી બિપરજોય અસગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. હવાઇ નિરીક્ષણ દરમિયાન તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અમિત શાહે માંડવી સિવિલ હોસ્પિટલમાં દાખલ ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોની મુલાકાત લઇ તેમના ખબર-અંતર પૂછ્યા હતા. જખૌ રાહત કેમ્પની મુલાકાત પણ લીધી હતી.

Advertisment

લેન્ડફોલ થયેલા બિપરજોય વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહી મચાવી હતી. ભારે પવન અને અતિથી અતિભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં ઘણું નુકસાન થયું હતું. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ભારે વરસાદ પડ્યો છે.

બિપરજોય વાવાઝોડા અંગેના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ-બનાસકાંઠામાં ભારે વરસાદ પડી રહ્યો છે. કચ્છ-બનાસકાંઠામાં મેઘાએ તાંડવ મચાવ્યો છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠામાં પસાર થતી સરસ્વતી નદી ઓવરફ્લો થઈ હતી.

બિપરજોય વાવાઝોડા બાદ મેઘરાજાનું તાંડવ શરુ થયું છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠા અને પાટણમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના પગલે રાધનપુર, સાંતપુરમાં વીજ પુરવઠો ખરોવાયો છે. અને કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા છે.

Advertisment

ગુજરાતના દરિયાકાંઠે આવેલું પ્રસિદ્ધ દ્વારકાધીશનું મંદિર ફરીથી ખોલવામાં આવ્યું છે. આજે શનિવારે સવારથી જ શ્રદ્ધાળુઓ મંદિરની અંદર જવા લાગ્યા છે. સાયક્લોન બિપરજોયના કારણે મંદિરને બંધ કરવામાં આવ્યું હતું.

  • Jun 17, 2023 23:18 IST

    અમદાવાદના કાલુપુરમાં મકાન તૂટી પડતાં એકનું મોત

    અમદાવાદના કાલુપુરમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામા એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. ઈમારત નીચે ત્રણ લોકો દટાયા હતા. ફાયર વિભાગ દ્વારા ત્રણેય લોકોનુ રેસ્ક્યૂ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમા સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયુ છે. લગભગ 150 વર્ષ જૂનું જર્જરિત મકાન બપોરના સમયે ધરાશાયી થયું હતું.



  • Jun 17, 2023 21:23 IST

    અમિત શાહ કચ્છની મુલાકાતે, પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું – વાવાઝોડા પ્રભાવિત માટે ગુજરાત સરકાર પેકેજ બનાવશે અને જાહેર કરશે

    Biparjoy Cyclone : ગૃહમંત્રી અમિત શાહે ભુજમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું – ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ ગુજરાત સરકારે પૂરૂ પાડ્યું છે. એક પણ વ્યક્તિનું મૃત્યુ આ વાવાઝોડામાં થયું નથી (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)



  • Jun 17, 2023 18:16 IST

    રાધનપુર અને સાંતલપુરમાં 5-5 ઈંચ વરસાદ

    પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ. રાધનપુર અને સાંતલપુરમાં 5-5 ઈંચ વરસાદ. વાવાઝોડાના કારણે જિલ્લામાં બાગાયતી પાકોમાં નુકસાન.



  • Jun 17, 2023 17:22 IST

    મુન્દ્રામાં પાર્ક કરેલી એક કાર પર મોટો પત્થર પડતા કારનો ભુક્કો બોલી ગયો

    — IEGujarati (@IeGujarati) June 17, 2023



  • Jun 17, 2023 16:45 IST

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છના જખૌમાં રાહત કેમ્પની મુલાકાત લીધી

    — ANI (@ANI) June 17, 2023



  • Jun 17, 2023 15:47 IST

    ગૃહમંત્રી અમિત શાહે કચ્છમાં એનડીઆરએફના જવાનો સાથે મુલાકાત કરી

    — ANI (@ANI) June 17, 2023



  • Jun 17, 2023 15:39 IST

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વાવાઝોડાથી સર્જાયેલ સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાથી સર્જાયેલ સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું અને નુકસાનનો તાગ મેળવ્યો હતો.

    — Bhupendra Patel (@Bhupendrapbjp) June 17, 2023



  • Jun 17, 2023 14:20 IST

    20 વર્ષ બાદ સિંહ રાશિમાં બનશે મંગળ અને શુક્રની યુતિ, ત્રણ રાશિના જોલોકને મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા

    mangal shukra yuti : મંગળ અને શુક્ર ગ્રહ સિંહ રાશિમાં યુતિ બનાવવા જઈ રહી છે. જેનો પરબાવ બધી રાશિના જાતકો ઉપર જોવા મળે છે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે કે આ સમયે આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે.

    સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો



  • Jun 17, 2023 12:54 IST

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચક્રવાત પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચક્રવાત બિપરજોયથી પ્રભાવિત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવવા માટે શનિવારે ગુજરાતના કચ્છ જિલ્લા અને જખૌ બંદરની મુલાકાત લેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરશે. અધિકારીએ જણાવ્યું હતું કે પહેલા વાવાઝાડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નિરિક્ષણ કરશે અને પછી કચ્છમાં જખૌ બંદર અને માંડવી જશે.



  • Jun 17, 2023 12:33 IST

    કચ્છ-બનાસકાંઠામાં ભારે વરસાદ, સરસ્વતિ નદી ઓવરફ્લો

    બિપરજોય વાવાઝોડા બાદ કચ્છ-બનાસકાંઠામાં ભારે વરસાદ પડી રહ્યો છે. કચ્છ-બનાસકાંઠામાં મેઘાએ તાંડવ મચાવ્યો છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠામાં પસાર થતી સરસ્વતિ નદી ઓવરફ્લો થઈ હતી.



  • Jun 17, 2023 12:19 IST

    Cyclone Biparjoy Live Updates: બિપરજોય બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, અંજારમાં સૌથી વધુ 9 ઇંચ ખાબક્યો, બે દિવસ ભારે વરસાદની આગાહી

    Gujarat heavy rain, weather news updates : બિપરજોયના ગયા બાદ ગુજરાતમાં ચોમાસું બેશી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ અંગે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 200 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ જિલ્લાના તાલુકાઓમાં જોવા મળ્યો હતો.

    સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો



  • Jun 17, 2023 11:59 IST

    રાજ્યમાં હજી બે દિવસ ભારે વરસાદની આગાહી

    બિપરજોય વાવાઝોડાના ગયા બાદ ચોમાસું બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.



  • Jun 17, 2023 11:57 IST

    બનાસકાંઠામાં મેઘતાંડવ, રસ્તા થયા બ્લોક, રાધનપુર,સાંતલપુરમાં વીજ પુરવઠો ખોરવાયો

    બિપરજોય વાવાઝોડા બાદ મેઘરાજાનું તાંડવ શરુ થયું છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠા અને પાટણમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના પગલે રાધનપુર, સાંતપુરમાં વીજ પુરવઠો ખરોવાયો છે. અને કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા છે.



  • Jun 17, 2023 11:15 IST

    જૂનાગઢમાં દરગાહ હટાવવા અંગે નોટિસ, અસામાજિક તત્વોએ કર્યો પોલીસ પર પથ્થર મારો, ડીએસપી સહિત ચાર ઘાયલ, હુમલાખોરો પકડાયા

    police team under attack in junagadh : એક દરગાહનું ગેરકાયદે બાંધકામ થયું હોવાના પગલે નોટીસ ફટકારવામાં આવી હતી. 5 દિવસની અંદર કાયદાકીય રીતે યોગ્ય હોવાના પુરાવા રજૂ કરવા કહેવાયું હતું. જોકે, અસામાજિત તત્વોએ શુક્રવારે રાત્રે પોલીસની ટીમ ઉપર પથ્થર મારો કરી ઉપદ્રવ મચાવ્યો હતો.

    સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો



  • Jun 17, 2023 10:17 IST

    Cyclone Biparjoy Live Updates: ગુરાતમાં 24 કલાકમાં રાજ્યમાં 200 તાલુકામાં વરસાદ, અંજારમાં સૌથી વધુ 9 ઇંચ ખાબક્યો

    બિપરજોય વાવાઝોડાના પગલે ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 200 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ જિલ્લાના તાલુકાઓમાં જોવા મળ્યો હતો. ખાસ કરીને અંજાર, માંડવી, ભચાઉ, ભૂજ, મુદ્રા, રાપર અને નખત્રાણામાં સૌથી વધારે વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં સૌથી વધારે અંજારમાં 9 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત માંડવી અને ભચાઉમાં સાડા આઠ ઇંચ વરસાદ, ભુજ અને મુંદ્રામાં 9 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. સાથે સાથે રાપર અને નખત્રાણામાં પણ સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો.



  • Jun 17, 2023 10:14 IST

    Cyclone Biparjoy Live Updates: જૂનાગઢમાં ગિરનાર રોપ-વે બંધષ 80 કિમીની ઝડપે ફૂંકાઇ રહ્યો છે પવન

    બિપરજોય વાવાઝોડા બાદ હજી પણ ગુજરાતમાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનના કારણે જૂનાગઢ ગિરનાર રોપ-વે બંધ કરવામાં આવ્યો છે. પર્વત પર 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાતાવરણ અનુકૂળ થતા રોવ-વે ફરી શરુ કરાશે.



  • Jun 17, 2023 10:09 IST

    Cyclone Biparjoy Live Updates: બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઠેરઠેર જળબંબાકાર

    બિપરજોય વાવાઝોડાની અસરને પગલે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે બનાસકાંઠામાં જળબંબાકાર થયું હતું. બનાસકાંઠાના થરાદ, ધાનેરામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.



  • Jun 17, 2023 09:57 IST

    Biparjoy cyclone landfall live news updates : બનાસકાંઠામાં બિપરજોય વાવાઝોડાની ભારે અસર, ડીસા-થરાદ હાઇવે પર અનેક વૃક્ષો ધરાશાયી

    કચ્છ અને સૌરાષ્ટ્રમાં તારાજી સર્જ્યા બાદ રાજસ્થાન તરફ વળેલા બિપરજોય સાયક્લોનની અસર પાડોશી જિલ્લા બનાસકાંઠા અને પાટણમાં પણ જોવા મળી હતી. બનાસકાંઠામાં બિપોરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી. ડીસા-થરાદ હાઇવે પર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. અંદાજીત 100 જેટલા વૃક્ષો ઉખડી ગયા હતા. પાલનપુર હાઈવે પર ભરાયા ઘૂંટણસમા પાણી ભરાયા હોવાના સમાચાર મળ્યા હતા.



  • Jun 17, 2023 09:42 IST

    Biparjoy cyclone landfall live news updates : બનાસકાંઠામાં બિપરજોય વાવાઝોડાની ભારે અસર, ડીસા-થરાદ હાઇવે પર અનેક વૃક્ષો ધરાશાયી

    કચ્છ અને સૌરાષ્ટ્રમાં તારાજી સર્જ્યા બાદ રાજસ્થાન તરફ વળેલા બિપરજોય સાયક્લોનની અસર પાડોશી જિલ્લા બનાસકાંઠા અને પાટણમાં પણ જોવા મળી હતી. બનાસકાંઠામાં બિપોરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી. ડીસા-થરાદ હાઇવે પર અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. અંદાજીત 100 જેટલા વૃક્ષો ઉખડી ગયા હતા. પાલનપુર હાઈવે પર ભરાયા ઘૂંટણસમા પાણી ભરાયા હોવાના સમાચાર મળ્યા હતા.



  • Jun 17, 2023 09:35 IST

    જાતિય સતામણી કેસઃ બ્રિજ ભૂષણ સામેની ચાર્જશીટમાં ફોટોગ્રાફ, વીડિયો પુરાવા તરીકે ટાંકવામાં આવ્યા

    Brij Bhushan sexual harassment : સગીર ફરિયાદીએ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હોવાથી પોલીસે સિંઘ સામે પોક્સો એક્ટ કેસમાં કેન્સલેશન રિપોર્ટ પણ દાખલ કર્યો હતો. ચાર્જશીટ છ કુસ્તીબાજોની જુબાનીઓ, 70-80 સાક્ષીઓના નિવેદનો અને ટેકનિકલ પુરાવા જેવા કે ફોટોગ્રાફ્સ, વીડિયો અને કોલ ડિટેઈલ રેકોર્ડનું સંકલન છે.

    સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો



  • Jun 17, 2023 09:18 IST

    Biparjoy cyclone landfall live news updates : દ્વારકા મંદિર ફરીથી ખોલવામાં આવ્યું

    ગુજરાતના દરિયાકાંઠે આવેલું પ્રસિદ્ધ દ્વારકાધીશનું મંદિર ફરીથી ખોલવામાં આવ્યું છે. આજે શનિવારે સવારથી જ શ્રદ્ધાળુઓ મંદિરની અંદર જવા લાગ્યા છે. સાયક્લોન બિપરજોયના કારણે મંદિરને બંધ કરવામાં આવ્યું હતું.



  • Jun 17, 2023 08:59 IST

    કચ્છ જિલ્લામાં 1670 જેટલા કાચા અને 275 જેટલા પાકા મકાન અસરગ્રસ્ત

    વાવાઝોડાના લીધે રહેણાંક મકાનમાં નુકસાનની વાત કરતા તેઓએપત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ જિલ્લામાં 1670 જેટલા કાચા અને 275 જેટલા પાકા મકાન અસરગ્રસ્ત થયેલા છે. જે અન્વયે સરકારની સ્થાયી સૂચનાઓ મુજબ 94 ટીમો દ્વારા સરવેની રાહતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જિલ્લાના 348 મકાનોમાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. જ્યારે કોઈ બંદર કે જેટી ક્ષતિગ્રસ્ત થયેલી નથી. આ ઉપરાંત કોઈ જ શીપ બોટને પણ નુકસાન થયું નથી.



  • Jun 17, 2023 08:14 IST

    રાજસ્થાનમાં બિપરજોયની અસર, આજે ભારે વરસાદની આગાહી

    ગુજરાતને હચમચાવ્યા બાદ હવે બિપરજોય વાવાઝોડું રાજસ્થાન પહોંચ્યું છે. રાજસ્થાનના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું બેશી ગયું હોય એવું લાગે છે. લગભગ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તોફાની વરસાદ થયા બાદ આજે રાજ્યના ઉત્તર ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દેશના હવામાન વિભાગે હવે આગામી સમયમાં ચોમાસા માટે સાનુકૂળ હવામાન બનવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.



  • Jun 17, 2023 08:14 IST

    પીએમ મોદીએ ગ્રેમી એવોર્ડ વિજેતા સાથે લખ્યું ગીત, જાણો એ ગીતું નામ અને વિશેષતા

    Abundance in Millets Song : પીએમ મોદીએ કહ્યું કે, બરછટ અનાજમાં વિપુલ પ્રમાણમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી છે. બાજરી એ જીણા દાણાવાળા, વાર્ષિક, ગરમ મોસમનુ અનાજ છે. જે મુખ્યત્વે ભારતમાં ઉગાડવામાં આવે છે.

    સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો



  • Jun 17, 2023 07:32 IST

    બિપરજોય વાવાઝોડું ટકરાતાં કચ્છમાં ભારે તારાજી, જાણો કેવી છે વહીવટીતંત્રની તૈયારીઓ

    Biparjoy Cyclone : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભુજ ખાતે બિપરજોય વાવાઝોડાની હાલની પરિસ્થિતિનો વિશે અને વહીવટીતંત્રની તૈયારીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી

    સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો



  • Jun 17, 2023 07:31 IST

    બિપરજોય ચક્રવાત : NDRF એ 127 લોકોનું રેસ્ક્યૂ કર્યું, કોઠારા ગામ જળબંબાકાર

    Biparjoy Cyclone Update : વાવાઝોડાની અસર અનુમાન કરતા વધારે ચાલતા અનેક જાહેરનામાની મુદ્દત લંબાવવામાં આવી છે. કચ્છનું નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિર 17 જૂન બપોર સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ રખાશે

    સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો



  • Jun 17, 2023 07:29 IST

    ચક્રવાત બિપરજોયનો ગુજરાતમાં કહેર: સાયક્લોનનું ‘લેન્ડફોલ’ એટલે શું? ઉષ્ણકટિબંધીય વાવાઝોડું ક્યાં સર્જાય છે?

    Cyclone Biparjoy landfall at Gujarat : ચક્રવાત બિપરજોયનું 15 જૂન ગુજરાતના જખૌના દરિયા કિનારે લેન્ડફોલ થયુ છે અને હવે ધીમે ધીમે રણમાર્ગે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યુ છે.

    સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો



cyclone biparjoy વાવાઝોડું બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત