/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Biparjoy-Cyclone-2.jpg)
બિપરજોય વાવાઝોડાએ સર્જી તારાજી (Express photo Nirmal Harindran)
Cyclone Biparjoy Live, 16 june 2023 friday : અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલું બિપરજોય વાવાઝોડું ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ગુરુવારે સમી સાંજે ટકરાયું હતું. બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ નજીક લેન્ડફોલ થયું હતું. જેના પગલે 15મી તારખી એટલે કે ગુરુવારની રાત કચ્છ અને સૌરાષ્ટ્રના લોકો માટે ખતરનાક રહી હતી. લેન્ડફોલ થયેલા બિપરજોય વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહી મચાવી હતી. ભારે પવન અને અતિથી અતિભારે વરસાદના કારણે આ વિસ્તારોમાં ઘણું નુકસાન થયું હતું.
બિપરજોય વાવાઝોડાના વધારે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજોયના કારણે થયેલા નુકસાનનો તાગ મેળવ્યો હતો. સીએમ પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તેમણે રેસ્ક્યૂ ઓપરેશનમાં વધારે તેજી લાવવા અને પ્રભાવિત લોકોનું સંપૂર્ણ ધ્યાન રાખવાનો નિર્દેશ કર્યો હતો.
બિપરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્થળાંતર કરાયેલ પુખ્ત વયની વ્યક્તિને 100 રૂપિયા પ્રતિદિન જ્યારે બાળકોને પ્રતિદિન 60 રૂપિયા ચુકવવાનો નિર્ણય લેવાયો છે. મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશડોલ્સની ચુકવણી કરવામાં આવશે.
બિપરજોય વાવાઝોડા અંગેના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સોમનાથ મંદિરના દ્વાર 17 જૂનથી દર્શનાર્થીઓ માટે ફરી ખુલશે
સોમનાથ મંદિરના દ્વાર 17 જૂનથી દર્શનાર્થીઓ માટે ફરી ખુલશે. સોમનાથ મંદિર સહિત ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં દર્શન પૂર્વવત થશે. વાવાઝોડાની અસર ઓછી થતા જોખમ ઘટતા આવતીકાલે રોજ દર્શનાર્થીઓ માટે શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો તેમના નિયત સમયે ખુલશે. બિપરજોય વાવાઝોડા અને તેની અસરને કારણે શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી રામ મંદિર, ત્રિવેણી સંગમ, શ્રી શશિભૂષણ મહાદેવ મંદિર, પ્રાચી ખાતેના ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે તા.15 તથા તા.16 બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યા હતા.
- Jun 16, 2023 22:06 IST
વાવાઝોડા અસરગ્રસ્તો માટે કેશડોલ્સની જાહેરાત
બિપરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલ અસરગ્રસ્તોને કેશડોલ્સ ચુકવવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્થળાંતર કરાયેલ પુખ્ત વયની વ્યક્તિને 100 રૂપિયા પ્રતિદિન જ્યારે બાળકોને પ્રતિદિન 60 રૂપિયા ચુકવવાનો નિર્ણય લેવાયો છે. મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશડોલ્સની ચુકવણી કરવામાં આવશે.
- Jun 16, 2023 21:23 IST
સોમનાથ મંદિરના દ્વાર 17 જૂનથી દર્શનાર્થીઓ માટે ફરી ખુલશે
સોમનાથ મંદિરના દ્વાર 17 જૂનથી દર્શનાર્થીઓ માટે ફરી ખુલશે. સોમનાથ મંદિર સહિત ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં દર્શન પૂર્વવત થશે. વાવાઝોડાની અસર ઓછી થતા જોખમ ઘટતા આવતીકાલે રોજ દર્શનાર્થીઓ માટે શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો તેમના નિયત સમયે ખુલશે. બિપરજોય વાવાઝોડા અને તેની અસરને કારણે શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી રામ મંદિર, ત્રિવેણી સંગમ, શ્રી શશિભૂષણ મહાદેવ મંદિર, પ્રાચી ખાતેના ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે તા.15 તથા તા.16 બે દિવસ માટે બંધ રાખવામાં આવ્યા હતા.
- Jun 16, 2023 20:35 IST
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ નો રાજ્યના નાગરિકો ને પ્રજાજોગ સંદેશ
બિપરજોય વાવાઝોડાની આપત્તિ સામે સમગ્ર ગુજરાતે કરેલા આયોજનબદ્ધ, મક્કમ અને સહિયારા પ્રયાસો અંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ નો રાજ્યના નાગરિકો ને પ્રજાજોગ સંદેશ.
બિપરજોય વાવાઝોડાની આપત્તિ સામે સમગ્ર ગુજરાતે કરેલા આયોજનબદ્ધ, મક્કમ અને સહિયારા પ્રયાસો અંગે પ્રજાજોગ સંદેશ. pic.twitter.com/CznwCZo37i
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 16, 2023
- Jun 16, 2023 19:58 IST
બિપરજોય વાવાઝોડાથી કચ્છમાં ભારે તારાજી, જાણો કેવી છે વહીવટીતંત્રની તૈયારીઓ

Biparjoy Cyclone : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભુજ ખાતે બિપરજોય વાવાઝોડાની હાલની પરિસ્થિતિનો વિશે અને વહીવટીતંત્રની તૈયારીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
- Jun 16, 2023 19:02 IST
રાજકોટમાં ફરી ધોધમાર વરસાદ શરૂ
રાજકોટમાં ફરી ધોધમાર વરસાદ શરૂ. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, રૈયા રોડ, રૈયા ગામમાં પાણી ભરાયા. અત્યાર સુધી દિવસનો કુલ 4 ઈંચ વરસાદ નોંધાયો
- Jun 16, 2023 17:47 IST
કચ્છના જખૌ વિસ્તારમાં પાણી-પાણી
#WATCH | Kachchh: Parts of Jakhau area inundated after heavy rainfall lashed coastal areas of Gujarat#CycloneBiporjoypic.twitter.com/udGN3ikUvq
— ANI (@ANI) June 16, 2023
- Jun 16, 2023 17:33 IST
બિપરજોય ચક્રવાત : NDRF એ 127 લોકોનું રેસ્ક્યૂ કર્યું, કોઠારા ગામ જળબંબાકાર

Biparjoy Cyclone Update : વાવાઝોડાની અસર અનુમાન કરતા વધારે ચાલતા અનેક જાહેરનામાની મુદ્દત લંબાવવામાં આવી છે. કચ્છનું નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિર 17 જૂન બપોર સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ રખાશે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
- Jun 16, 2023 15:58 IST
કચ્છ: અબડાસા તાલુકાનું કોઠારા ગામ થયું જળબંબાકાર
કચ્છ: અબડાસા તાલુકાનું કોઠારા ગામ થયું જળબંબાકાર. કોઠારા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાં. બોલેરો ગાડી પણ અડધી ડૂબી. ઠેર ઠેર નદીઓ જેવો માહોલ સર્જાયો. ખેતરમાં પાણી ઘૂસી ગયા.
બિપરજોય વાવાઝોડાની ટક્કર બાદ કચ્છમાં તારાજી સર્જાઈ છે. કચ્છના અબડાસા તાલુકાના કોઠારા ગામ જળબંબાકાર થયું હતું. #biparjoycylcone#biparjoylandfall#biparjoycycloneliveupdates#biparjoylivelocation#biparjoyNews#Gujaratcyclone#BiparjoyGujarat#latestupdatespic.twitter.com/I8GCjSa2Pg
— IEGujarati (@IeGujarati) June 16, 2023
- Jun 16, 2023 15:40 IST
નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિર 17 તારીખ બપોર સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ રખાશે
વાવાઝોડાની અસર અનુમાન કરતા વધારે ચાલતા અનેક જાહેરનામાની મુદ્દત લંબાવાઈ. કચ્છનું નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિરને 17 તારીખ બપોર સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ રખાશે. અબડાસા તાલુકાના 9 ગામોની બજારો બંધ રાખવાનું જાહેરનામું આજે રાત્રે 12 વાગ્યા સુધી લંબાયું. કચ્છ જિલ્લાના દરેક દરિયાકિનારા પર જવા માટે 17 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી મનાઈ ફરમાવી. આજે 16 તારીખની રાત સુધી રાહત બચાવમાં જોડાયેલી બસો સિવાય તમામ એસટી બસોનું પરિવહન બંધ. 17 તારીખે બપોર સુધી જિલ્લાભરમાં માઈનિંગની તમામ પ્રક્રિયા બંધ રહેશે
- Jun 16, 2023 13:38 IST
બિપરજોય વાવાઝોડું રાજસ્થાન તરફ, જાલોર, બાડમેરમાં ભારે વરસાદ
અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું કે રાજસ્થાનના જાલોર અને બાડમેર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ચક્રવાત બિપરજોયને કારણે ભારે વરસાદ થયો હતો, જે ગુજરાતમાં તેના લેન્ડફોલ પછી રાજસ્થાન રાજ્ય તરફ આગળ વધ્યું હતું.
- Jun 16, 2023 13:31 IST
Biparjoy cyclone landfall live news updates : ચક્રવાત બિપરજોય: NDRF ટીમ દ્વારકા ગામમાં માછીમારોને બચાવી રહી છે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/NDRF-dwarka-rescue.jpg)
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચક્રવાત બિપરજોયના કારણે ગામમાં પાણીમાં વધારો થતાં શુક્રવારે NDRFની ટીમે રૂકમણી મંદિર નજીક રૂપેણ બંદર ગામના માછીમારોને બચાવ્યા.
- Jun 16, 2023 13:20 IST
Biparjoy cyclone landfall live news updates : બિપરજોય ચક્રવાતના કારણે બે લોકોના મોત, 23 લોકો ઘાયલ, 24 પશુઓના મોત
એનડીઆરએફએ જાણકારી આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ચક્રવાત બિપરજોયના કારણે બે લોકોના મોત થયા છે, જ્યારે 23 લોકો ઘાયલ થયા છે. 24 પશુઓના પણ મોત નોંધાયા છે.
- Jun 16, 2023 12:42 IST
Biparjoy cyclone landfall live news updates : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવ્યો સ્થિતિનો તાગ, બચાવ કાર્ય તેજ અને પીડિતોનું ધ્યાન રાખવા કર્યું સૂચન
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજોયના કારણે થયેલા નુકસાનનો તાગ મેળવ્યો હતો. સીએમ પટેલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તેમણે રેસ્ક્યૂ ઓપરેશનમાં વધારે તેજી લાવવા અને પ્રભાવિત લોકોનું સંપૂર્ણ ધ્યાન રાખવાનો નિર્દેશ કર્યો હતો.
- Jun 16, 2023 12:39 IST
Biparjoy cyclone landfall live news updates : ગુજરાતમાં રાહત બચાવ કાર્યમાં જોડાઈ એનડીઆરએફની ટીમો
બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે દ્વારકામાં એનડીઆરએફના કર્મચારીઓ રાહત બચાવ કાર્યમાં જોડાયા છે. રસ્તાઓ ઉપર પડેલા વૃક્ષો હટાવી રહ્યા છે.
#WATCH | Gujarat witnesses cyclone ‘Biparjoy’ impact; NDRF Personnel conduct road clearance operation at Dwarka.
(Video Source: NDRF) pic.twitter.com/lDykbyTXRL— ANI (@ANI) June 16, 2023
- Jun 16, 2023 12:31 IST
Biparjoy cyclone landfall live news updates : ભારે વરસાદ અને ઝંઝાવાતી પવન રાહત કાર્યમાં અડચણરૂપ
કચ્છમાં સવારથી સતત ભારે વરસાદ અને ઝંઝાવાતી પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે તે કચ્છમાં રોડ પાવર અને કોમ્યુનિકેશન કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોને અવરોધે છે.
- Jun 16, 2023 12:26 IST
Biparjoy Cyclone live | બિપરજોય વાવાઝોડા અંગે મોટા સમાચાર, ગુજરાત બાદ હવે રાજસ્થાનના માથે મોટી “આફત”
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/biparjoy-cyclone-Rajasthan-1.jpg)
Cyclone Biparjoy landfall updates : બિપરજોય વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આશરે 125 કિમી પવનની ગતિ સાથે તબાહી મચાવી હતી. ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં કહેર વર્તાવ્યા બાદ બિપરજોય વાવાઝોડું હવે રાજસ્થાન પહોંચશે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 16, 2023 12:03 IST
Biparjoy cyclone landfall live news updates : અત્યારે ક્યાં છે બિપરજો વાવાઝોડું?
હવામન વિભાગે શુક્રવારે 11 વાગ્યે જાહેર કરેલા બિલેટીન પ્રમાણે સુપર સાઇક્લોનિક સ્ટ્રોમ બિપરજોય આજે સવારે 8.30 વાગ્યાની વચ્ચે સાયક્લોનીક સ્ટ્રોમમાં પરિવર્તિત થઈને નબળું પડ્યું હતું. જે અક્ષાંશ 23.4N અને લાંબા 69.5E, ભુજના લગભગ 30km WNW નજીક હતું, વાવાઝોડું આજે સાંજના સુમારે સૌરાષ્ટ્ર અને કચ્છ પર વધુ નબળું પડી શકે છે. જોકે, બિપરજોય વાવાઝોડું સાંજ બાદ રાજસ્થાનમાં એન્ટ્રી મારી શકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.
- Jun 16, 2023 11:17 IST
દ્વારકા: 22 મકાનો, 36 વીજ થાંભલા ધરાશાયી થતાં NDRF બચાવ અને રાહત કામગીરીમાં
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/NDRF-team-dwarka.jpg)
દ્વારકામાં એક NDRF બટાલિયન બચાવ અને રાહત કામગીરી પર કામ કરી રહી છે કારણ કે ચક્રવાત બિપરજોયની અસરને કારણે શુક્રવારે સવારે 36 વીજ થાંભલાઓ સાથે 22 'કચ્ચા અને પાકાં' મકાનો ધરાશાયી થયા હતા. એનડીઆરએફએ વીજ કરંટથી ચાર પશુધનના મોતના અહેવાલ પણ આપ્યા છે.
- Jun 16, 2023 11:13 IST
ચક્રવાત બિપરજોય લેન્ડફોલના કલાકો બાદ મોરબીમાં રોડ ક્લીયરિંગનું કામ ચાલુ છે
ચક્રવાત બિપરજોય લેન્ડફોલ થયા બાદ મોરબીમાં રોડ ક્લીયરિંગનું કામ ચાલુ છે.
- Jun 16, 2023 11:09 IST
Biparjoy cyclone landfall live news updates : બિપરજોય વાવાઝોડું ત્રાટક્યા બાદ નલિયા-જખૌમાં પવન સાથે ભારે વરસાદ, જુઓ વીડિયો
બિપરજોય વાવાઝોડું ગુરુવારે સમી સાંજે કચ્છના જખૌ બંદર નજીક ટકરાયું હતું. ત્યારબાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં તબાહી મચાવી હતી.હવે બિપરજોય વાવાઝોડા બાદ શુક્રવારે સવારે નલિયા-જખૌ રોડ પર પણ પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે.
બિપરજોય વાવાઝોડા બાદ શુક્રવારે સવારે નલિયા-જખૌ રોડ પર પણ પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. #biparjoycylcone#biparjoylandfall#biparjoycycloneliveupdates#biparjoylivelocation#biparjoyNews#Gujaratcyclone#BiparjoyGujarat#latestupdatespic.twitter.com/y7IwXoOupc
— IEGujarati (@IeGujarati) June 16, 2023
- Jun 16, 2023 10:47 IST
Biparjoy Cyclone Effect | બિપરજોય વાવાઝોડાનો કહેર, 4000 થી વધુ વીજ પોલ ધ્વસ્ત, કચ્છ-સૌરાષ્ટ્રના 1100 ગામોમાં વીજળી ગુલ, ઝાડ ઉખડ્યા, ક્યાં કેટલી થઈ અસર?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/biparjoy-cyclone-kutch-saurashtra.jpg)
Cyclone in Gujarat, Biparjoy live : બિપરજોયે પોતાનું રૌદ્રસ્વરૂપ દેખાડ્યું હતું. બિપરજોયે આ વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. ભારે પવનના કારણે ઠેકઠેકાણે ઝાડ ઉખડી ગયા હતા. વીજળી વ્યવસ્થા ખોરવાઈ હતી.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 16, 2023 09:48 IST
Biparjoy cyclone landfall live news updates : આજથી બિપરજોય વાવાઝોડું નબળું પડશે, બપોરે સાઇક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાશે
ગુરુવારે સાંજે જખૈમાં ટક્કર થયા બાદ વાવાઝોડાએ તબાહી મચાવી હતી. જોકે જખૌથી 10 કિમી ઉત્તર તરફ ટકરાયા બાદ વાવાઝોડાની તાકાત ઘટી હતી અને નબળું પડ્યું હતું. ટક્કર સમયે પવનની ગતિ 115થી 125 કિમીની હતી. જોકે, આજથી બિપરજોય વાવાઝોડનું વધારે નબળું પડશે. વાવાઝોડું બપોરે સાઇક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાશે, સાંજ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.
- Jun 16, 2023 09:43 IST
Biparjoy cyclone landfall live news updates : બિપરજોય વાવાઝોડાની અસરથી 171 તાલુકામાં વરસાદ
બિપરજોય વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયાકાંઠા સહિતના 171 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં કચ્છના ગાંધીધામમાં સૌથી વધારે 8 ઇંચ વરસાદ નોંધાયો હતો.
- Jun 16, 2023 09:41 IST
Biparjoy cyclone landfall live news updates : બિપરજોય વાવાઝોડાના પગલે 2 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી
કચ્છના જખૌ નજીક વાવાઝોડું બિપરજોય ટકરાયું હતું. જોકે, દરિયાકાંઠાના બે જિલ્લા કચ્છ અને દેવભૂમી દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક ભાગોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે. પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, ગીરસોમનાથમાં પણ વરસાદની આગીહ કરવામાં આવી છે.
- Jun 16, 2023 08:58 IST
Biparjoy cyclone landfall live news updates : બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ બાદ ભુજમાં ભારે વરસાદ, જુઓ વીડિયો
બિપરજોય વાવાઝોડું ગુરુવારે સમી સાંજે કચ્છના જખૌ બંદર નજીક ટકરાયું હતું. ત્યારબાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં તબાહી મચાવી હતી.હવે બિપરજોય વાવાઝોડા બાદ શુક્રવારે સવારે ભુજમાં પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે.
બિપરજોય વાવાઝોડા બાદ શુક્રવારે સવારે ભુજમાં પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. #biparjoycylcone#biparjoylandfall#biparjoycycloneliveupdates#biparjoylivelocation#biparjoyNews#Gujaratcyclone#BiparjoyGujarat#latestupdatespic.twitter.com/4lWndhZsyS
— IEGujarati (@IeGujarati) June 16, 2023
- Jun 16, 2023 08:13 IST
Biparjoy cyclone landfall | બિપરજોય વાવાઝોડાનો ગુજરાતના દરિયાકાંઠે ભારે’ટક્કર’, વિનાશની આશંકા, બે લોકોના મોત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/biparjoy-cyclone-tandav.jpg)
Cyclone in Gujarat, Biparjoy live : ગુરુવારે સાંજે લગભગ 6.30 વાગ્યાની આસપાસ, 115-125 કિલોમીટર પ્રતિ કલાક (kmph)ની પવનની ઝડપ સાથે બિપરજોયે કચ્છની ધરતી પર દસ્તક દીધી હતી.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 16, 2023 07:45 IST
Biparjoy cyclone landfall live news updates : ગુજરાત અને રાજસ્થાન શનિવાર સુધી ભારે પવન અને વરસાદની સંભાવના
ગુજરાત ઉપરાંત રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં શનિવાર સુધી ભારે પવન અને વરસાદની સંભાવના છે. આની કેટલીક અસરો દિલ્હી , હરિયાણા અને તેની આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાઈ શકે છે. IMDના પ્રાદેશિક નિર્દેશક મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓમાં આગામી બે દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
- Jun 16, 2023 07:42 IST
Biparjoy cyclone landfall live news updates : ભાવનગરમાં બે માણસ અને 20 જેટલા ઘેંટાના મોત, ચક્રવાત સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક છ થયો
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભાવનગર શહેર નજીક પૂરના પ્રવાહમાં તણાઈ જવાથી એક ભરવાડ અને તેના પુત્રનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં તેમના 20 જેટલા ઘેટા પણ માર્યા ગયા હતા. આનાથી સોમવારથી ચક્રવાત સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક છ થઈ ગયો છે.
- Jun 16, 2023 07:37 IST
Biparjoy cyclone landfall live news updates : જામનગરમાં જામજોધપુરનો ઉમિયા સાગર ડેમ 90 ટકા ભરાયો
બિપરજોય વાવાઝોડાની દસ્તક બાદ કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાડ પડી રહ્યો છે. જેના પગલે ઉપરવાસમાંથી આવતા વરસાદ પાણીથી નદી-નાળામાં છલકાવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આમ જામનગરના જામજોધપુરમાં આવેલા ઉમિયા સાગર ડેમ 90 ટકા છલકાયો હતો. જેના પગલે દરવાજા ખોલવા પડી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ડેમ ઓવરફ્લો થાય ત્યારે કોઈ જાનહાની ન થાય એની સ્થિતિને ધ્યાનમાં રાખીને નજીકમાં રહેતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
- Jun 16, 2023 07:32 IST
Biparjoy cyclone landfall live news updates : બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલ બાદ નલિયામાં ભારે વરસાદ, જુઓ વીડિયો
બિપરજોય વાવાઝોડું ગુરુવારે સમી સાંજે કચ્છના જખૌ બંદર નજીક ટકરાયું હતું. ત્યારબાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં તબાહી મચાવી હતી. બિપરજોય વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાત ઉપર પડી હતી અને ભારે પવન સાથે વરસાદ પણ ત્રાટક્યો હતો. હવે બિપરજોય વાવાઝોડા બાદ શુક્રવારે સવારે નલિયામાં પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે.
િપરજોય વાવાઝોડા બાદ શુક્રવારે સવારે નલિયામાં પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. (video- Kiran Maheta) #biparjoycylcone#biparjoylandfall#biparjoycycloneliveupdates#biparjoylivelocation#biparjoyNews#Gujaratcyclone#BiparjoyGujarat#latestupdatespic.twitter.com/OFqXYZTZvr
— IEGujarati (@IeGujarati) June 16, 2023


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us