Biparjoy cyclone live location : અરબી સમુદ્રમાં સક્રીય થયેલું વાવાઝોડું બિપરજોય ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કાઠેથી માત્ર 180 કીલોમીટર દૂર વિનાશકારી સ્વરૂપ ધારણ કરેલું બિપરજોય વાવાઝોડું સાંજ સુધીમાં કચ્છના જખૌ બંદરે ટકાવવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. હવામન ફોરકાસ્ટ વેબસાઇટ windy.com ઉપર આવતા હવામાનના નકશા પ્રમાણે બિપરજોય વાવાઝોડું ગુજરાતના કચ્છ- જખૌ અને લખપત વચ્ચે આવેલા દરિયાકાંઠા વિસ્તાર પર ટકરાય એવી સંભાવના છે.
હવામાન વેબસાઇટ windy.comના સૌજન્યથી તમે અહીં બિપરજોયનું લાઇવ લોકેશન જોઈ શકો છો
પાકિસ્તાનના શાહ બંદર તરફ જતા વાવાઝોડાએ ફરી દિશા બદલી, લખપત પર ભારે જોખમ
હવામન વેબસાઇટ વિન્ડી પ્રમાણે બિપરજોય વાવાઝોડું ગુજરાત નજીક આવી રહ્યું છે. અને આ વાવાઝોડું પહેલા જખૌ બંદરે ટકરાવવાનું હતું એ હવે માર્ગ બદલીને પાકિસ્તાન તરફ આગળ વધ્યું હતું. જોકે ફરી એકવાર વાવાઝોડાએ દિશા બદલી હોય એવું દેખાઇ રહ્યું છે. વાવાઝોડું એ ભાગમાં અલગ થયાનું પણ દેખાઇ રહ્યું છે. સાંજે 5 વાગ્યાની આસપાસ નારાયણ સરોવર અને લખપત વચ્ચે ટકરાશે. અને ત્યારબાદ થોડું પાછું ધકેલાઇને રસ્તો બદલશે. અને કચ્છના ઉત્તર છેડાથી રાજસ્થાન તરફ આગળ વધશે.
બિપરજોય વાવાઝોડું ગુજરાત બાદ રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિસ્તારમાં પણ પસાર થતું દેખાઇ રહ્યું છે. જોકે એની ગતિ અને તીવ્રતા બંનેમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.





