Cyclone Biparjoy Gujarat IMD update : અરબી સમુદ્રમાં સક્રિય બનેલું બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે પાકિસ્તાનમાં પણ આ વાવાઝોડાએ તબાહી માચવી છે. પાકિસ્તાનમાં આશરે 25 લોકોના મોત વાવાઝોડાના કારણે થયા છે. જ્યારે ગુજરાતના દરિયા કાંઠે બિપરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે કંડલા પોર્ટ પર પોર્ટ સિગ્નલ નં.10 લગાવવામાં આવ્યું છે સાથે જ મોટા જોખમની ચેતવણી પણ આપવામાં આવી છે.
ગુજરાત પર સંભવિત બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વની બેઠક બોલાવી હતી. વાવાઝોડાની સ્થિતિ સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી.
ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે તેમ તેમ જેની ભયંકર અસર વર્તાઇ રહી છે. ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયુ છે. આ વાવાઝોડું 15 જૂન સૌરાષ્ટ્ર – કચ્છ અને પાકિસ્તાની દરિયા કિનારે ત્રાટકી શકે છે. ચક્રવાત જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે તેમ તેમ દરિયા કિનારાના વિસ્તારોમાં ઝડપી પવન ફુંકાવાનું શરૂ થઇ ગયુ છે.
ગુજરાતમાં 12થી 15 જૂન સુધીમાં બિપરજોય ચક્રવાતની ત્રાટકવાની સંભાવનાના પગલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ મોટો નિર્ણય લીધો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતા ભાજપના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.
ગુજરાતમાં સંભવિત બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના જૂનાગઢની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓમાં 12,13 જૂન રજા જાહેર કરાઈ છે. બિપરજોય વાવાઝોડાની આગાહીના પગલે નિર્ણય લેવાયો છે.
ગુજરાતના આ વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે તીવ્ર વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બિલેટૂન પ્રમાણે આજે 12 જૂન 2023ના રોજ આગામી ત્રણ કલાકમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ આ વિસ્તારમાં 30-40 કિલોમિટર પ્રતિ કલાકની ગતિથી વરસાદ ફૂંકાશે. આઉપરાંત ગુજરાતના દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, જામનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરત અને ભરૂચમાં પણ આગામી ત્રણ કલાકમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે.