/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Biparjoy-Cyclone1.jpg)
બિપરજોય ચક્રવાતની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે (તસવીર - આઈએમડી)
Cyclone Biparjoy Gujarat IMD update : જેમ જેમ બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાત ઉપર સંકટના વાદળો વધારે ઘેરા બનતા જાય છે. ગુજરાત ઉપર બિપરજોયનું સંકટ વધતાં તંત્ર પણ તેની સામે લડવા માટે સજ્જ બન્યું છે. અને હજારો લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. દરિયાકાંઠા ઉપર પોલીસ પેટ્રોલિંગથી લઇને તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
બિપરજોય સાયક્લોન અંગે લેટેસ્ટ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો
ચક્રવાતી વાવાઝોડાના પગલે એનડીઆરએપ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય રાખવા ઉપરાંત સેના અને નૌસેના સાથે કોસ્ટગાર્ડ દળોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે પ્રભાવિત વિસ્તારોમાં લોકોની મદદ માટે આવાસથી લઇને તેમના ખાવા-પીવા અને દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. વાવાઝોડાની અસર ગુજરાત પર થવા લાગી છે. જેના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં રહેતા લોકો ભયમાં હોય એવું જણાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલા બુલેટીન પ્રમાણે આગામી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે.
તોળાઈ રહેલા ચક્રવાત બિપરજોયના પગલે ભારતીય રેલવેએ આપત્તિ વ્યવસ્થાપન ખંડને સક્રિય કર્યો છે અને રેલની સરળ કામગીરી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઈમરજન્સી કંટ્રોલ રૂમ પણ ખોલ્યા છે.
માહિતી અને પ્રકાશન રેલવે બોર્ડના નિયામક શિવાજી સુતારે સોમવારે જણાવ્યું હતું કે કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂરતી તૈયારી સાથે પૂરતા પ્રમાણમાં માનવબળ અને મશીનરી તૈનાત કરવામાં આવી છે.
ANI સાથે વાત કરતાં શિવાજી સુતારે જણાવ્યું હતું કે, "ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમને સક્રિય કરવામાં આવ્યો છે અને ફિલ્ડ સ્ટાફને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે. ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને ગાંધીધામમાં ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યા છે. વધારાના હેલ્પલાઇન નંબરો પણ સક્રિય કરવામાં આવ્યા છે".
હવામાન વિભાગ પ્રમાણે ખૂબ જ ગંભીર વાવાઝોડું બિપરજોય 15 જૂનની સાંજ સુધીમાં જખૌ બંદર નજીક ટકરાશે.
- Jun 13, 2023 23:00 IST
આઠ જિલ્લાઓમાં કુલ 37,794 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતિની માહિતી મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં મંગળવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા.
દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો તથા વાતાવરણમાં આવેલા બદલાવ સામે તંત્રની સજ્જતા અંગે તેમણે ઉચ્ચસ્તરીય બેઠકમાં વિગતો મેળવી હતી. મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજેલી બેઠકની માહિતી મુખ્યમંત્રીને આપતા જણાવ્યું કે સુરક્ષા અને સલામતીના પગલાંના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 37,794 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાંથી 6229 અગરિયા ભાઈ-બહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
- Jun 13, 2023 21:55 IST
Cyclone Warning for Saurashtra & Kutch Coasts: Orange Message. VSCS BIPARJOY at 1730IST of today over NE Arabian Sea near lat 21.3N & long 66.5E, about 290km WSW of Devbhumi Dwarka. To cross near Jakhau Port (Gujarat) by evening of 15th June as VSCS. More: https://t.co/KLRdEFHiFRpic.twitter.com/DSNsP8asah
— India Meteorological Department (@Indiametdept) June 13, 2023
- Jun 13, 2023 21:37 IST
બિપરજોય વાવાઝોડું થોડું દૂર ગયું પણ સંકટ હજુ યથાવત્
હાલ વાવાઝોડું દરિયામાં 8 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે, જે અગાઉ 10 કિલોમીટર પ્રતિ કલાકે આગળ વધી રહ્યું હતું. બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 320 કિમી દૂર હતું, જે હવે 330 કિમી દૂર ગયું છે. જ્યારે દ્વારકાથી 290 કિલોમીટર દૂર કહેવાતું વાવાઝોડું 300 કિલોમીટર દૂર ગયું છે. જ્યારે જખૌથી 320 કિલોમીટર દૂર છે. એટલે કે વાવાઝોડું આંશિક જ દૂર ગયું છે અને તે ફરી વળાંક લઈને નજીક આવી શકે છે.
- Jun 13, 2023 21:34 IST
અમદાવાદનો રિવરફ્રન્ટ 15 જૂનથી 48 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય
ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. જેના ભાગરૂપે AMC દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરનો રિવરફ્રન્ટ 15મી જૂનની સાંજથી 48 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
- Jun 13, 2023 19:26 IST
બિપરજોય ચક્રવાતને જોતા કચ્છના કંડલા પોર્ટ પર તમામ કામગીરી બંધ
#WATCH | Gujarat: All operations at Kandla Port, in Kachchh, stopped in view of #BiparjoyCyclone.
(Drone visuals from Kandla Port) pic.twitter.com/SPLAbuASBg— ANI (@ANI) June 13, 2023
- Jun 13, 2023 19:06 IST
દ્વારકામાં ગોમતી ઘાટનો નજારો
#WATCH | Tidal waves lash Gomti Ghat of Dwarka while the sea remains turbulent under the influence of cyclonic storm 'Biparjoy'.#Gujaratpic.twitter.com/FNpVq5imQI
— ANI (@ANI) June 13, 2023
- Jun 13, 2023 18:22 IST
બિપરજોય ચક્રવાતને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નાગરિકોની અપીલ કરી
બિપરજોય ચક્રવાતને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નાગરિકોની અપીલ કરી #BiparjoyCyclone#Gujaratcyclonepic.twitter.com/EsWJrziSB1
— IEGujarati (@IeGujarati) June 13, 2023
- Jun 13, 2023 18:15 IST
બિપરજોય વાવાઝોડાને લઇને આર્મી પણ બચાવ માટે તૈયાર છે
साइक्लोन #Biparjoy को लेकर हमारी आर्मी पूरी तैयारी कर रही है।
भुज के मिलिट्री बेस में मैंने इन तैयारियों का जायजा लिया। इस संभावित संकट को लेकर सेना के जवानों से बातचीत भी की। pic.twitter.com/V5ayS98Pdo— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) June 13, 2023
- Jun 13, 2023 16:31 IST
બિપરજોય વાવાઝોડાને કારણે ઐતિહાસિક દાંડી મેમોરિયલ બંધ કરવામાં આવ્યો
બિપરજોય વાવાઝોડાને લઇ નવસારી જિલ્લામાં આવેલા ઐતિહાસિક દાંડી મેમોરિયલ બંધ કરવામાં આવ્યો છે. તારીખ 13 જૂન થી 16 તારીખ સુધી નવસારીનો દાંડી ખાતે આવેલ નેશનલ સોલ્ટ મેમોરિયલ બંધ રહેશે.
- Jun 13, 2023 16:18 IST
બિપોરજોય ચક્રવાત : વાવાઝોડામાં મુશ્કેલીમાં મુકાવ તો આ નંબર પર ફોન કરો, જાણો રાજ્યના 33 જિલ્લાના કંટ્રોલરૂમના નંબરો

Biparjoy Cyclone : ગુજરાત ઉપર તોળાઈ રહેલા સંભવિત બિપોરજોય વાવાઝોડા સંદર્ભે તમામ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સહાય માટે કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાયા (સ્ટોરી વાંચવા માટેઅહીં ક્લિક કરો)
- Jun 13, 2023 15:53 IST
ઉંચા કોટડાના દરિયામાં ઊંચા મોજા ઉછળવાના કારણે ડોલ્ફીનનું બચ્ચુ દરિયાકાંઠે તણાઈ આવ્યું
ભાવનગર મહુવાના ઉંચા કોટડાના દરિયામાં ઊંચા મોજા ઉછળવાના કારણે ડોલ્ફીનનું બચ્ચુ દરિયાકાંઠે તણાઈ આવ્યું. ગામના લોકોએ રેસ્ક્યૂ કર્યું #BiparjoyUpdate#Gujaratcyclonepic.twitter.com/hkqbL2XyBU
— IEGujarati (@IeGujarati) June 13, 2023
- Jun 13, 2023 15:23 IST
કુદરતી આફતમાં પ્રતિ પળ નાગરિકોની સલામતી અને સુવ્યવસ્થા માટે કટિબદ્ધ છે સરકાર!
દ્વારકાના શ્રી બ્રહ્માનંદ ચાપરડા સંચાલિત માતુશ્રી કાંતાબેન વૈદિક સંસ્કૃત છાત્રાલય ખાતે મુલાકાત લઈને સ્થળાંતર કરાયેલા નાગરિકો માટેના ફૂડ પેકેટ્સ અને તેની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું.
કુદરતી આફતમાં પ્રતિ પળ નાગરિકોની સલામતી અને સુવ્યવસ્થા માટે કટિબદ્ધ છે સરકાર!
દ્વારકાના શ્રી બ્રહ્માનંદ ચાપરડા સંચાલિત માતુશ્રી કાંતાબેન વૈદિક સંસ્કૃત છાત્રાલય ખાતે મુલાકાત લઈને સ્થળાંતર કરાયેલા નાગરિકો માટેના ફૂડ પેકેટ્સ અને તેની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું.
The government is… pic.twitter.com/lxSz5DSnWq— Harsh Sanghavi (@sanghaviharsh) June 13, 2023
- Jun 13, 2023 14:53 IST
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં એક વિજ પોલમાંથી વિજશોક લાગવાના કારણે ચાર ગાયોના મોતથી ભારે અરેરાટી
જામનગરઃ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા એક વીજ પોલમાંથી વિજશોક લાગવાના કારણે એકી સાથે ચાર ગાયોના મૃત્યુ નીપજ્યા હતા. જેથી ભારે અરેરાટી ફેલાઇ છે. ઉપરોક્ત વિસ્તાર સ્થાનિક નાગરિકે ગાયોને વીજ કરંટ લાગ્યો છે. અને ચારેય ગાયો કણસી રહી હતી, અને તરફડિયા મારી રહી હતી.જેથી વીજ પુરવઠો બંધ કરાવવા માટે સ્થાનિક કચેરીને અનેક વખત ફોન કર્યા હતા. પરંતુ કોઈ પણ પ્રકારના ફોન રિસીવ થયા ન હતા, કે કોઈ અધિકારી કર્મચારીઓએ દરકાર કરી ન હોવાથી હજુ પણ આ વિસ્તારમાં વીજ પ્રવાહ ચાલુ હોવાના કારણે ભય તોડાઈ રહ્યો છે. જે અંગે યોગ્ય કરવા માંગણી ઉઠી છે.
- Jun 13, 2023 14:19 IST
Cyclone Biparjoy Live Updates: ચક્રવાત બિપરજોય વ્યાપક નુકસાન કરી શકે છે, કચ્છ, જામનગર સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના
ચક્રવાત બિપરજોયમાં વ્યાપક નુકસાન થવાની સંભાવના છે અને તે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓને સૌથી વધુ અસર કરે તેવી શક્યતા છે, એમ ભારતીય હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું.
ચક્રવાત બિપરજોય 15 જૂનની સાંજે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે 125-135 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ઝડપ સાથે 'ખૂબ જ ગંભીર ચક્રવાત વાવાઝોડા' તરીકે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને પાર કરશે તેવી આગાહી કરવામાં આવી છે.
"તેની નુકસાનકારક સંભાવના વ્યાપક હોઈ શકે છે," IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. ચક્રવાતને કારણે 15 જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ (20 સે.મી.થી વધુ) થઈ શકે છે.
- Jun 13, 2023 14:12 IST
કાશ્મીરમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તર ભારતના ભાગો સહિત દિલ્હીમાં આંચકા અનુભવાયા
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસારયુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં કિશ્તવાડથી 30 કિમી દક્ષિણપૂર્વમાં રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મંગળવારે બપોરે નેશનલ કેપિટલ રિજન (NCR) ના ભાગોમાં હળવા આંચકા અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર J&Kના ડોડામાં હતું.
- Jun 13, 2023 13:53 IST
દ્વારકા કિનારે કાર્યરત જેક-અપ રિગ 'કી સિંગાપોર'માંથી આજે સવારે તમામ 50 કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા
ભારતીય કોસ્ટ ગાર્ડ એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા ગુજરાતના ઓખા નજીક દ્વારકા કિનારે કાર્યરત જેક-અપ રિગ 'કી સિંગાપોર'માંથી આજે સવારે તમામ 50 કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે: ICG અધિકારીઓ
#WATCH | All 50 personnel have been evacuated today morning from jack-up rig 'Key Singapore' operating off Dwarka coast near Okha, Gujarat by the Indian Coast Guard ALH Dhruv helicopters: ICG officials
(Video: Indian Coast Guard) pic.twitter.com/Bj4Nb2s07Z— ANI (@ANI) June 13, 2023
- Jun 13, 2023 13:52 IST
બિપરજોય પર અમિત શાહની બેઠક : કહ્યું, આપદાઓએ પોતાનું રૂપ બદલ્યું છે
કેન્દ્રીય ગૃહમંત્રી શાહે દરેક રાજ્યો અને કેન્દ્રિતશાસિત પ્રદેશોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના મંત્રીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્યોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં ગણું બધું હાંસલ કર્યું છે. આવ વાતને કોઈ ઇનકાર નહીં કરી શકે. પરંતુ આપણે ઊભા ન રહી શકીએ. કારણ કે આપત્તીઓએ પોતાનું રૂપ બદલ્યું છે. આપદાઓની પ્રવૃત્ત અને તીવ્રતા વધી રહ્યું છે. એટલા માટે આપણે વધારે વ્યાપક યોજનાઓ બનાવી છે.
- Jun 13, 2023 13:41 IST
કેન્દ્રીય મંત્રી માંડવિયા ગુજરાતમાં ચાલી રહેલા સ્થળાંતરના પ્રયાસોની વિગતો આપે છે
#WATCH | Union minister Dr Mansukh Mandaviya gives details on evacuation efforts underway in Gujarat's District Kachchh, in view of impending cyclone 'Biparjoy' pic.twitter.com/tnlstlsdxp
— ANI (@ANI) June 13, 2023
- Jun 13, 2023 13:39 IST
પાકિસ્તાન | ચક્રવાતી તોફાન બિપરજોય સિંધના દરિયાકાંઠાની નજીક આવી રહ્યું છે
પાકિસ્તાનના હવામાન વિભાગના ઉષ્ણકટિબંધીય ચક્રવાત ચેતવણી કેન્દ્રે સોમવારે એક ચેતવણી જારી કરીને જણાવ્યું હતું કે ચક્રવાત છેલ્લા 12 કલાક દરમિયાન વધુ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને "ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન" માં નબળું પડી ગયું હતું, ડૉન અહેવાલ આપે છે .
ચેતવણી મુજબ, ચક્રવાત હવે કરાચીની દક્ષિણે લગભગ 470 કિમી, થટ્ટાથી 460 કિમી દક્ષિણમાં છે. હાલની પરિસ્થિતિઓ હેઠળ, ચક્રવાત 14 જૂન (બુધવાર) ની સવાર સુધી ઉત્તર તરફ આગળ વધવાની "મોટા ભાગે" હતી. આ ચક્રવાત ઉત્તરપૂર્વ તરફ ફરી વળશે અને 15 જૂનની બપોરે/સાંજે કેટી બંદર અને ભારતના ગુજરાત દરિયાકાંઠાની વચ્ચે 100-120km/કલાકની ઝડપે પવન ફૂંકાતા "ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડા" તરીકે પસાર થશે .
- Jun 13, 2023 13:29 IST
Biparjoy cyclone | ભારતનું સૌથી મોટું જાહેર ક્ષેત્રનું બંદર કંડલા બંધ, ટ્રકોના ખડકલા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/kandala.jpg)
cyclone biprajoy, Kandla seaport : ગુજરાતના કંડલામાં ભારતનું સૌથી મોટું જાહેર ક્ષેત્રનું બંદર સોમવારે સવારે બંધ કરી દેવામાં આવ્યું હતું કારણ કે અરબી સમુદ્રમાં ફૂંકાયેલ અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન (ESCS) બિપરજોય રાજ્યના દરિયાકાંઠા તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 13, 2023 12:25 IST
Cyclone Biparjoy Live Updates: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે તૂફાનને ધ્યાનમાં રાખીને બોલાવી હાઇલેવલ મીટિંગ
સાયક્લોન બિપરજોય 15 જૂને ગુજરાતના કચ્છ જિલ્લાના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. ત્યારે હવે આ તૂફાને ખૂબ જ ગંભીર રૂપ ધારણ કરી લીધું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તૂફાનને ધ્યાનમાં રાખીને એક મહત્વની હાઇલેવલ મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં અધિકારી ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આઠ પ્રભાવિત લોકસભા વિસ્તારોના સાંસદોનો સમાવેશ થશે.
- Jun 13, 2023 12:19 IST
સૂર્ય દેવ કરશે બુધના ઘરમાં પ્રવેશ, આ ત્રણ રાશિઓની ચમકી શકે છે ભાગ્ય, અપાર ધનલાભનો પણ યોગ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/surya-grah-gochar.jpg)
Surya Grah Gochar zodiac sign impact : મિથુન રાશિ પર બુધ ગ્રહનો આધિપત્ય છે અને સૂર્યદેવ, બુધ ગ્રહમાં મિત્રતાનો ભાવ છે. એટલા માટે સૂર્યના ગોચરથી 3 રાશિના જાતકોને ધનલાભ અને તરક્કીનો યોગ બની રહ્યો છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 13, 2023 12:07 IST
કચ્છઃ માંડવીના દરિયામાં ભારે કંટર, વરસાદ પડવાનો શરુ
બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છના માંડવીના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. સામાન્ય પણે શાંત રહેતા માંડવીના દરિયામાં કરંટ વધ્યું છે. વહેલી સવારથી ધીમીધારે વરસાદ પડવાનો શરુ થયો છે. માંડવી શહેરમાં ગત મોડી રાતથી વરસાદના પગલે વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો છે.
- Jun 13, 2023 10:55 IST
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચક્રવાતની ચેતવણી: ઓરેન્જ એલર્ટ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચક્રવાતની ચેતવણી: ઓરેન્જ એલર્ટ, બિપરજોય આજે 0530IST પર પોરબંદરના લગભગ 300km WSW, દેવભૂમિ દ્વારકાના 290km SW, જખૌ બંદરના 340km SSW, નલિયાના 350km SSW. VSCS તરીકે 15મી જૂનની સાંજ સુધીમાં જાળ બંદર (ગુજરાત) નજીક ક્રોસ કરશે..
Cyclone Warning for Saurashtra and Kutch Coasts: Orange Message. VSCS BIPARJOY at 0530IST of today about 300km WSW of Porbandar, 290km SW of Devbhumi Dwarka, 340km SSW of Jakhau Port, 350km SSW of Naliya. To cross near Jakhau Port (Gujarat) by the evening of 15th June as VSCS. pic.twitter.com/WM61VMdvxc
— India Meteorological Department (@Indiametdept) June 13, 2023
- Jun 13, 2023 10:52 IST
શાહરૂખ ખાનને એક ચાહકે પૂછ્યું હાલ તે ધુમ્રપાન કરે છે? અભિનેતાનો જવાબ સાંભળીને ફેન્સ ચિંતામાં
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/doctor-99.jpg)
Shah Rukh Khan: સોમવારે શાહરૂખે અચાનક પોતાના ફેન્સને 15 મિનિટના આસ્ક સેશન માટે આમંત્રિત કર્યા. શાહરૂખના બોલાવા પર ફેન્સે સવાલ કરવાના શરૂ કર્યાં.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 13, 2023 10:05 IST
Cyclone Biparjoy Live Updates: પશ્વિમ રેલવેએ 13થી 15 જૂન વચ્ચે 95 ટ્રેનો રદ્દ કરી
પશ્વિમ રેલવેએ ગુજરાતમાંથી પસાર થનારી આશરે 67 ટ્રેનોને બિપરજોય વાવાઝોડના પગલે રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. પશ્વિમ રેલવેએ ગુજરાત તરફ જનારી પોતાની 56 ટ્રેનેને પોતાના ગંતવ્ય પહેલા જ રોકી દીધી છે. 13 જૂનથી 15 જૂન વચ્ચે આશરે 95 ટ્રેનોને રદ્દ કરી દીધી છે.
- Jun 13, 2023 10:01 IST
Cyclone Biparjoy Live Updates: સેનાને પણ એલર્ટ રખાઈ
ચક્રવાતી વાવાઝોડાના પગલે એનડીઆરએપ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય રાખવા ઉપરાંત સેના અને નૌસેના સાથે કોસ્ટગાર્ડ દળોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે પ્રભાવિત વિસ્તારોમાં લોકોની મદદ માટે આવાસથી લઇને તેમના ખાવા-પીવા અને દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
- Jun 13, 2023 09:53 IST
COWIN Data Leak : કોવિન ડેટા લીક મામલે વિપક્ષે તપાસની માંગ કરી, ‘અગાઉના ઉલ્લંઘન’ પર મંત્રીને કર્યા સવાલો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Untitled-design-45.jpg)
કોંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે કહ્યું કે, “કોઈપણ એન્ટિટી હોય, ખાસ કરીને સરકારની ફરજ એ છે કે દરેક વસ્તુનથી પર વ્યક્તિગત પ્રાઇવસીનું રક્ષણ થવું જોઈએ.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 13, 2023 09:53 IST
Cyclone Biparjoy Live Updates: મુંબઈના દરિયામાં ડૂબી જવાની આશંકા ધરાવતા ચારમાંથી બે છોકરાઓના મૃતદેહ મળી આવ્યા
મુંબઈના જુહુ કોલીવાડા પાસેના દરિયામાં ગુમ થયેલા ચાર છોકરાઓમાંથી બેના મૃતદેહ બચાવકર્મીઓને મળી આવ્યા છે, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
એક નાગરિક અધિકારીના જણાવ્યા અનુસાર 16 વર્ષીય ધર્મેશ વાલજી ફૌજિયા અને 15 વર્ષીય શુભમ યોગેશ ભોગનિયાના મૃતદેહ મળી આવ્યા છે. બંને 12 થી 16 વર્ષની વયના પાંચ મિત્રોના જૂથનો ભાગ હતા, જેઓ સોમવારે સાંજે 5.30 વાગ્યાની આસપાસ કિનારાથી અડધો કિલોમીટર દૂર દરિયામાં ગયા હતા પરંતુ તેઓ પાછા ફરી શક્યા ન હતા.
15મી જૂને ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાત 'બિપરજોય'ના લેન્ડફોલ પહેલા ખરાબ પરિસ્થિતિને કારણે સત્તાવાળાઓએ લોકોને અને માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપી દીધી છે. (PTI )
- Jun 13, 2023 09:46 IST
IPL betting rackets | પીઝા બોય, સિક્યુરિટી ગાર્ડ તરીકે, કેવી રીતે પુણેમાં પોલીસે IPL સટ્ટાબાજીના રેકેટનો પર્દાફાશ કર્યો, 53ની ધરપકડ કરી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/IPL-2023-betting-racket.jpg)
pune IPL betting racket : આ કેસોમાં ડિલિવરી બોય અને સિક્યોરિટી ગાર્ડને 31 માર્ચ અને 28 મે વચ્ચે યોજાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચો દરમિયાન આ ફ્લેટમાંથી ચાલતા શંકાસ્પદ સટ્ટાબાજીના રેકેટ પર કાર્યવાહી કરવા માટે રાહ જોઈ રહેલી પોલીસ ટીમો દ્વારા મોકલવામાં આવ્યા હતા.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહિં ક્લિક કરો
- Jun 13, 2023 09:35 IST
Cyclone Biparjoy Live Updates: મહારાષ્ટ્ર | મુંબઈમાં વરલી સી ફેસ પર ભારે ભરતી
મહારાષ્ટ્ર | મુબઈમાં વરલી સી ફેસ પર ભારે ભરતી
#WATCH | Maharashtra | High tide hits Worli Sea Face in Mumbai
As per the latest update by IMD, partly cloudy sky with possibility of light to moderate rain/ thundershowers in city & suburbs expected in Mumbai today; occasional strong winds speed reaching 45-55 kmph very likely… pic.twitter.com/c4obVpdQro— ANI (@ANI) June 13, 2023
- Jun 13, 2023 09:14 IST
Cyclone Biparjoy Live Updates: મહારાષ્ટ્ર | પાલઘર એડમિને 13 થી 15 જૂન સુધી દરિયાકાંઠે લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા વહીવટીતંત્રે સોમવારે ચક્રવાત 'બિપરજોય'ના પ્રકાશમાં 13 જૂનથી 15 જૂન સુધી દરિયાકાંઠે લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો, એમ સમાચાર એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે.
- Jun 13, 2023 09:12 IST
Cyclone Biparjoy Live Updates: રેલવેએ ગુજરાતમાં કંટ્રોલ રૂમ બનાવ્યો, ફિલ્ડ સ્ટાફ એલર્ટ
તોળાઈ રહેલા ચક્રવાત બિપરજોયના પગલે ભારતીય રેલવેએ આપત્તિ વ્યવસ્થાપન ખંડને સક્રિય કર્યો છે અને રેલની સરળ કામગીરી સુનિશ્ચિત કરવા માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઈમરજન્સી કંટ્રોલ રૂમ પણ ખોલ્યા છે.
માહિતી અને પ્રકાશન રેલવે બોર્ડના નિયામક શિવાજી સુતારે સોમવારે જણાવ્યું હતું કે કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂરતી તૈયારી સાથે પૂરતા પ્રમાણમાં માનવબળ અને મશીનરી તૈનાત કરવામાં આવી છે.
ANI સાથે વાત કરતાં શિવાજી સુતારે જણાવ્યું હતું કે, "ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમને સક્રિય કરવામાં આવ્યો છે અને ફિલ્ડ સ્ટાફને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે. ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને ગાંધીધામમાં ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યા છે. વધારાના હેલ્પલાઇન નંબરો પણ સક્રિય કરવામાં આવ્યા છે".
- Jun 13, 2023 09:07 IST
Cyclone Biparjoy Live Updates: ચક્રવાતી વાવાઝોડાને પગલે કંડલા પોર્ટ બંધ થતાં ગાંધીધામમાં સેંકડો ટ્રકોઢગલો થયો
ચક્રવાતી વાવાઝોડાને પગલે કંડલા પોર્ટ બંધ થતાં ગાંધીધામમાં સેંકડો ટ્રકોઢગલો થયો, જુઓ વીડયો
#WATCH | Gujarat | Hundreds of trucks parked at Gandhidham due to the closure of Kandla Port in the wake of #CycloneBiparjoy. pic.twitter.com/RC17R68A6P
— ANI (@ANI) June 13, 2023
- Jun 13, 2023 09:06 IST
Cyclone Biparjoy Live Updates: ગુજરાત દરિયાકાંઠાથી 10 કિમીની અંદર રહેતા લોકોને બહાર કાઢશે
જેમ જેમ ચક્રવાત 'બિપરજોય' નજીક આવે છે અને ગુજરાતના દરિયાકાંઠે કચ્છ જિલ્લાના જખાઉ બંદર નજીક લેન્ડફોલ કરે તેવી શક્યતા છે, સરકાર દ્વારા દરિયાકાંઠાથી 10 કિમીની અંદર લોકોને બહાર કાઢવાના લક્ષ્ય સાથે મંગળવારે સ્થળાંતરના પ્રયાસો શરૂ થશે.
કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ અને મોરબીના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સત્તાવાળાઓએ દરિયાકાંઠાની નજીક રહેતા લોકોને સ્થળાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તેઓએ કહ્યું કે કિનારાથી 10 કિમીની અંદરના વિસ્તારોમાં રહેતા હજારો લોકોને મંગળવારથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. (પીટીઆઈ)
- Jun 13, 2023 08:46 IST
પ્રસિદ્ધ કોરિયોગ્રાફર પ્રભુ દેવા 50 વર્ષની ઉંમરે ચોથી વખત પિતા બન્યો, લક્ષ્મીનું આગમન થયુ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/doctor-97.jpg)
Prabhu Deva: કોરિયોગ્રાફર પ્રભુ દેવાએ હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરતા ખુશી જાહેર કરી હતી.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 13, 2023 08:39 IST
loksabha Election 2024 |લોકસભા ચૂંટણી 2024 પહેલા મહાન વિપક્ષી એક્તા યોજનાઓ અને ઘણી અવિશ્વસનીયતા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/loksabha-2024-parties.jpg)
loksabha election 2024 : ઘણા પક્ષો માટે આગામી વર્ષની નિર્ણાયક લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તે જરૂરી રાજકીય જોડાણ તરીકે રહેશે
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 13, 2023 08:14 IST
Cyclone Biparjoy Live Updates: બિપરજોય વાવાઝોડાના પગલે તંત્ર સતર્ક, પૂર સંભવિત વિસ્તારોમાં 157 એમ્બ્યુલન્સ તૈનાત
ગુજરાતના દરિયાકાંઠા પર સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે તંત્ર સતર્ક બન્યું છે. ત્યારે 3243 અગરિયા ભાઈ બહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પૂર સંભવિત વિસ્તારોમાં 157 એમ્બ્યુલન્સ ખડકી દેવામાં આવી છે.
- Jun 13, 2023 08:11 IST
Cyclone Biparjoy Live Updates: ચક્રવાત 'બિપરજોય'ને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ 67 ટ્રેનોનું સંચાલન રદ ક
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રેલવેએ સોમવારે ચક્રવાત 'બિપરજોય'ને ધ્યાનમાં રાખીને 67 ટ્રેનોનું સંચાલન સંપૂર્ણપણે રદ કર્યું હતું, એએનઆઈએ અહેવાલ આપ્યો હતો.
- Jun 13, 2023 07:37 IST
બિપરજોય 25 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠેથી જૂનમાં પસાર થનાર પ્રથમ ચક્રવાત બનશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/cyclone-biparjoy1.jpg)
Cyclone Biparjoy: બિપરજોય 1965 પછી અરબી સમુદ્રમાં વિકસિત થનારું ત્રીજું અત્યંત ગંભીર ચક્રવાત છે – આઈએમડી ડેટા
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 13, 2023 07:36 IST
શાહરૂખ ખાને એક ચાહકના પ્રશ્નનનો આપ્યો જોરદાર જવાબ, ‘યાદો સેવાનિવૃત…
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/doctor-96.jpg)
Shah Rukh Khan: સોમવારે શાહરૂખે અચાનક પોતાના ફેન્સને 15 મિનિટના આસ્ક સેશન માટે આમંત્રિત કર્યા. શાહરૂખના બોલાવા પર ફેન્સે સવાલ કરવાના શરૂ કર્યાં.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 13, 2023 07:35 IST
Daily Horoscope, 13 june 2023, આજનું રાશિફળ : મીનના જાતકો માટે શેરબજારમાં આજે મંદી જોવા મળી શકે છે
today Horoscope, 13 june 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.
તમામ રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય જાણવા માટે અહીં ક્લિક કરો
- Jun 13, 2023 07:34 IST
આજનો ઇતિહાસ 13 જૂન : ઇન્ટરનેશનલ આલ્બિનિઝમ અવેરનેસ ડે – રંગહીનતાની બીમારી માનવ જીવનને બનાવે છે ‘બેરંગ’
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-77.jpg)
Today history 13 june : આજે 13 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે ઇન્ટરનેશનલ આલ્બિનિઝમ અવેરનેસ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે…
આજના દિવસના ઇતિહાસ વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
- Jun 13, 2023 07:33 IST
Today Live Darshan: સારંગપુર કષ્ટભંજન હનુમાન દેવના લાઇવ દર્શન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/kasthabhanjan-dev-live-darshan.jpg)
salangpur hanuman temple live: ગુજરાતમાં સારંગપુરમાં આવેલું હનુમાન દાદાનું મંદિર પણ પ્રસિદ્ધ છે. આજના મંગળવારના દિવસે અમે તમને ઘરે બેઠાં જ સારંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું.
સાળંગપુર કષ્ઠભંજન દેવના લાઇવ દર્શન કરવા માટે અહીં ક્લિક કરો
- Jun 13, 2023 07:32 IST
Cyclone Biparjoy Live Updates: 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદ લઈ રેડ એલર્ટ
હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
- Jun 13, 2023 07:32 IST
Cyclone Biparjoy Live Updates: કોસ્ટગાર્ડના જવાનો દ્વારા ખાનગી કંપનીની ઓઈલ રિંગ પર ફસાયેલા કર્મચારીઓનું રેસ્ક્યૂ ઓપરેશન
ઓખાના દરિયામાં હાલ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, તેની વચ્ચે કોસ્ટગાર્ડના જવાનો દ્વારા ખાનગી કંપનીની ઓઈલ રિંગ પર ફસાયેલા કર્મચારીઓનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 11 કર્મચારીઓને એરલિફ્ટ કરી લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે દીવાલ ધરાશાયી થતા બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યકિત ઈજાગ્રસ્ત બની છે.
- Jun 13, 2023 07:30 IST
Cyclone Biparjoy Live Updates: બિપરજોય વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, 14-15 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે
અરબી સમુદ્રમાં સર્જાયેલો શક્તિશાળી ચક્રવાત બિપરજોય ભારત તરફ આગળ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તેણે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તે 14-15 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે.
- Jun 13, 2023 07:10 IST
Cyclone Biparjoy Live Updates: બિપરજોય વાવાઝોડું પોરબંદરથી લગભગ 290 કિમી દૂર
હવામાન વિભાગ પ્રમાણે ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય સવારે 2.30 વાગ્યે ઉત્તરપૂર્વ અને અડીને આવેલા પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં પોરબંદરથી લગભગ 290 કિમી દક્ષિણપશ્ચિમ અને જખાઉ બંદરથી 360 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે. 15 જૂનની સાંજ સુધીમાં જાળ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છને ટકરાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us