PM Modi Meeting on Cyclone Biparjoy : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 1 વાગ્યાથી ચક્રવાત બિપરજોય અંગે બેઠક કરી રહ્યા છે. આ સમીક્ષા બેઠકમાં Biperjoy એલર્ટ, અસર અને તંત્રની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ બેઠકમાં NDRF અને રાહત બચાવ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આ વાવાઝોડાને કારણે ગુજરાતના દરિયાકાંઠે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ચાલો જાણીએ આ વાવાઝોડા સાથે જોડાયેલી 10 મોટી બાબતો
પીએમ મોદીએ ચક્રવાતી તોફાન બિપરજોયને લઈને બેઠક કરી. આ બેઠકમાં NDRF અને રાહત બચાવ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓ સામેલ થયા.
હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે સમુદ્રની સ્થિતિ બુધવાર સુધીમાં ખુબ જ ખરાબ થવાની સંભાવના છે, જે ગુરુવાર સુધી ખરાબ રહે તેવી શક્યતા છે.”
બિપરજોયને કારણે મુંબઈમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે ફ્લાઈટ પર પણ અસર પડી છે. રવિવારે રાત્રે વરસાદના કારણે અનેક ફ્લાઈટને અસર થઈ હતી અને મુસાફરોને કલાકો સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી હતી.
હવામાન વિભાગનું લેટેસ્ટ ટ્વીટ
હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બિલેટૂન પ્રમાણે આજે 12 જૂન 2023ના રોજ આગામી ત્રણ કલાકમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ આ વિસ્તારમાં 30-40 કિલોમિટર પ્રતિ કલાકની ગતિથી વરસાદ ફૂંકાશે. આઉપરાંત ગુજરાતના દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, જામનગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરત અને ભરૂચમાં પણ આગામી ત્રણ કલાકમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
IMDએ માછીમારોને 15 જૂન સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે. માછીમારોને 12-15 જૂન દરમિયાન મધ્ય અરબી સમુદ્ર અને ઉત્તર અરબી સમુદ્રમાં અને 15 જૂન સુધી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે અને તેની બહાર જવાની સલાહ આપવામાં આવી છે.
પીએમ મોદી ચક્રવાતી તોફાન બિપરજોયને લઈને બેઠક કરી છે. આ બેઠકમાં NDRF અને રાહત બચાવ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓ સામેલ થયા છે.
તમને જણાવી દઈએ કે આ તોફાનનું નામ બિપરજોય બાંગ્લાદેશ દ્વારા રાખવામાં આવ્યું છે, જેનો અર્થ બંગાળીમાં આપદા અથવા આફત થાય છે.
દેવભૂમિ દ્વારકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 1,300 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
રત્નાગિરી, રાયગઢ, થાણે, પાલઘર અને કોલ્હાપુર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આથી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.”
હવામાન વિભાગે માછીમારોને ગુજરાત, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપના દરિયામાં ન જવાની સલાહ આપી છે.
ચક્રવાતી તોફાન અત્યંત ગંભીર સ્થિતિમાં આવ્યા બાદ પાકિસ્તાનમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.