/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-83.jpg)
ચક્રવાત બિપરજોયનો રૂટ (ફોટો- @Indiametdept)
Cyclone Biparjoy Gujarat IMD update : ચક્રવાત બિપરજોય એ ગુજરાતમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધુ છે. ગુજરાતના 1600 કિમી લાંબા દરિયા કિનારે હાઇ એલર્ટ આપવી દેવામાં આવ્યું છે. ચક્રવાત 15 જૂન લેન્ડફોલ થવાની આગાહી કરાઇ છે પણ અત્યારથી જ કચ્છ, જામનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના દરિયા કિનારાના વિસ્તારોમાં ભંયકર વંટોળ સાથે ભારે વરસાદ પડવાની શરૂઆત થઇ ચૂકી છે. આ દરમિયાન એવા મીડિયા રિપોર્ટ આવ્યા છે કે, ચક્રવાત મંગળવારની રાત્રે માર્ગ બદલી શકે છે.
ચક્રવાત બિપરજોય 15 જૂને ત્રાટકશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત બિપરજોય 15 જૂને સાંજ સુધીમાં ગુજરાતના કચ્છના દરિયા કિનારે ત્રાટકી શકે છે. તે વખતે પવનની ગતિ 125થી 130 કિમી પ્રતિ કલાક જેટલી રહી શકે છે.
Cyclone Warning for Saurashtra & Kutch Coasts: Orange Message. VSCS BIPARJOY at 1730IST of today over NE Arabian Sea near lat 21.3N & long 66.5E, about 290km WSW of Devbhumi Dwarka. To cross near Jakhau Port (Gujarat) by evening of 15th June as VSCS. More: https://t.co/KLRdEFHiFRpic.twitter.com/DSNsP8asah
— India Meteorological Department (@Indiametdept) June 13, 2023
હાલ ચક્રવાત કેટલુ દૂર છે?
હાલ ચક્રવાત અરબ સમુદ્રમાં ગુજરાતના દેવભૂમિ દ્વારકાથી 290 કિમી દૂર છે. આ ચક્રવાત 15 જૂને સાંજે ગુજરાતના જખૌ બંદર ખાતે ટકરાઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતની અસરે ગુજરાતના કચ્છ, દ્વારકા, જખૌના દરિયામાં 6થી 9 મીટર જેટલી ઉંચી લહેર ઉઠી શકે છે. આથી માછીમારોને દરિયો ખેડવા ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 20,000 જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. બચાવ કામગીરી માટે રાજ્યની અને નેશનલ NDRFની ટુકડોને તૈનાત કરવામાં આવી છે.
ચક્રવાત બિપરજોયની દિશા બદલાશે?
ચક્રવાત બિપરજોય જેમ જેમ દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યુ છે તેમ તેમ તેની દિશા બદલાઇ રહી છે. અગાઉ ચક્રવાત પોરબંદર પર ત્રાટકવાની આગાહી હતી પરંતુ વાવાઝોડાએ દિશા બદલતા તે પાકિસ્તાનના દરિયા કિનારે ત્રાટકવાની આગાહી કરાઇ હતી. જો કે હવે આ વાવાઝોડું ગુજરાતના જખૌ ખાતે 15 જૂને સાંજે ટકારશે તેવી આગાહી હવામાન વિભાગે કરે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત બિપરજોય જે અગાઉ પાકિસ્તાનના દરિયાકાંઠા તરફ આગળ વધવાની ધારણા હતી, તે હવે તેનો માર્ગ બદલીને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Cyclone-Biparjoy-route.jpg)
ચક્રવાત બિપરજોય બનવાની શરૂઆત ક્યારે થઇ
ચક્રવાત બિપરજોય ગુજરાત પર મહાસંકટ બનીને આવ્યું છે. હવામાન વિભાગના બુલેટીન અનુસાર દક્ષિણ અરબ સમુદ્રમાં ચક્રવાત બિપરજોય બનવાની શરૂઆત 6 જૂનના રોજ થઇ અને તે હવે 15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે. આમ વાવાઝોડું લગભગ 9 દિવસ કરતા પણ વધારે સમય સુધી તે સમુદ્રમાં રહેશે અને 15 જૂનના રોજ ગુજરાતના જખૌ બંદરે ત્રાટકશે.
કેટલી ઝડપે પવન ફૂંકાશે?
સાયક્લોન બિપોરજોય જેમ જેમ જમીન તરફ આગળ વધી રહ્યું તેમ તેમ તેની દિશા અને પવનની ગતિમાં ફેરફાર થઇ રહ્યો છે. હાલ વાવાઝોડાની ગતિ 150 થી 160 કિમી પ્રતિ કલાક જેટલી છે અને તે આવતી કલાક સુધીમાં 135 થી 145 કિમી પ્રતિ કલાક જેટલી થઇ શકે છે. જ્યારે આ ચક્રવાત ગુજરાત પર ત્રાટકશે ત્યારે પવનની ગતિ 125 થી 135 કિમી પ્રતિ કલાક જેટલી રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કલાકના અંદાજીત 7 થી 8 કિમીની ઝડપે ગુજરાત તરફ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us