Cyclone Montha Impact : દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક ઊંડા દબાણ સોમવારે ચક્રવાત મોન્થામાં તીવ્ર બનવાની ધારણા વચ્ચે ગુજરાત પર તેની અસર જોવા મળી રહી છે. મોંથા વાવાઝોડાની અસરના પગલે ગુજરાતમાં શિયાળા વચ્ચે ભર ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ક્યાંકને ક્યાં માવઠું થઈ રહ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 7.68 ઈંચ ખાબક્યો હતો.
ગુજરાતમાં 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 26 ઓક્ટોબર 2025 સવારે 6 વાગ્યાથી લઈને 27 ઓક્ટોબર સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 7.68 ઈંચ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ
SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદનાં આકડા પ્રમાણે મોંથા ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધારે જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો. ભાવનગરના મહુલામાં 7.68 ઈંચ અને સિહોરમાં 5.04 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાતના 21 તાલુકામાં 2 ઈંચથી 8 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડાની વાત કરીએ તો રાજ્યમાં કુલ 152 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 21 તાલુકા એવા છે જ્યાં 2 ઈંચથી 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના આંકડા નીચે કોષ્ટકમાં આપેલા છે.
| જિલ્લો | તાલુકો | વરસાદ (ઈંચમાં) |
| ભાવનગર | મહુવા | 7.68 |
| ભાવનગર | શિહોર | 5.04 |
| તાપી | સોનગઢ | 3.94 |
| અમરેલી | જાફરાબાદ | 3.74 |
| ગીર સોમનાથ | ઉના | 3.66 |
| સુરત | ઉમરપાડા | 3.66 |
| ગીર સોમનાથ | સુત્રાપાડા | 3.11 |
| ભાવનગર | પાલિતાણા | 2.99 |
| નર્મદા | દેડિયાપાડા | 2.91 |
| ભાવનગર | ભાવનગર | 2.83 |
| નર્મદા | સાગબરા | 2.44 |
| ભાવનગર | ઉમરાળા | 2.13 |
| ડાંગ | સુબિર | 2.09 |
| અમરેલી | સાવરકુંડલા | 2.05 |
| નર્મદા | તિલકવાડા | 2.05 |
| નર્મદા | ગરુડેશ્વર | 2.01 |
આ પણ વાંચોઃ- Today Weather: મોંથા ચક્રવાત તબાહી મચાવશે? ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂં
ગુજરાતમાં વિવિધ જિલ્લાઓની સાથે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ વરસાદ શરુ થયો હતો. શહેરના મોટાભના વિસ્તારોમાં વરસાદ જામ્યો છે. જેના પગલે માળીએ ચડાવેલા રેનકોટ કાઢવાની ફરજ પડી હતી. કમોસમી વરસાદના પગલે શહેરીજનોને મુશ્કેલીઓ વેઠવી પડી હતી.





