Dahod Lok Sabha Eelection Result 2024 : લોકસભા ચૂંટણી 2024ના પરિણામ સામે આવી ગયા છે. ગુજરાતની દાહોદ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના જસવંતસિંહ ભાભોરે કોંગ્રેસના ડો.પ્રભાબેન તાવિયાડ સામે 3,33,677 મતોથી વિજય મેળવ્યો છે. દાહોદમાં ભાજપ જીતની હેટ્રિક નોંધાવી છે. જસવંતસિંહ ભાભોરને 6,88,715 મતો મળ્યા છે. જ્યારે ડો.પ્રભાબેન તાવિયાડને 3,55,038 મતો મળ્યા છે.
2019માં શું હતું પરિણામ
2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરનો કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ કટારા સામે 1,27,596 મતોથી વિજય થયો હતો. જસવંતસિંહને 52.84 ટકા અને બાબુભાઈને 40.84 ટકા વોટ મળ્યા હતા.
લોકસભા ચૂંટણી દાહોદ બેઠક પર ચૂંટાયેલા સાંસદ
- 1957 – જાલજીભાઈ ડિંડોડ (કોંગ્રેસ)
- 1962 – પી એચ ડી ભેલ(અપક્ષ)
- 1962 – હીરભાઈ (અપક્ષ, પેટા ચૂંટણી)
- 1967 – ભાલજીભાઈ પરમાર (કોંગ્રેસ)
- 1971 – ભાલજીભાઈ પરમાર (કોંગ્રેસ)
- 1977 – ડામોર સોમજીભાઈ (કોંગ્રેસ)
- 1980 – ડામોર સોમજીભાઈ (કોંગ્રેસ-આઈ)
- 1984 – ડામોર સોમજીભાઈ (કોંગ્રેસ)
- 1989 – ડામોર સોમજીભાઈ (કોંગ્રેસ)
- 1991 – ડામોર સોમજીભાઈ (કોંગ્રેસ)
- 1996 – ડામોર સોમજીભાઈ (કોંગ્રેસ)
- 1998 – ડામોર સોમજીભાઈ (કોંગ્રેસ)
- 1999 – બાબુભાઈ કટાટા (ભાજપ)
- 2004 – બાબુભાઈ કટાટા (ભાજપ)
- 2009 – પ્રભાબેન તાવિયાડ (કોંગ્રેસ)
- 2014 – જસવંતસિંહ ભાભોર (ભાજપ)
- 2019 – જસવંતસિંહ ભાભોર (ભાજપ)
- 2024 – જસવંતસિંહ ભાભોર (ભાજપ)
આ પણ વાંચો – આણંદ લોકસભા ચૂંટણી પરિણામ 2024 : ભાજપના મિતેશ પટેલ નો વિજય, અમિત ચાવડાનો પરાજય
દાહોદ લોકસભા બેઠક 09 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 જશવંતસિંહ ભાભોર ભાજપા 2 ડો. પ્રભાબેન તાવિયાડ કોંગ્રેસ 3 ધુળાભાઈ ભાભોર બસપા 4 જગદીશભાઈ મેડા ભારતીય નેશનલ જનતાદળ 5 નવલસિંહ પસાયા સાથ સહકાર વિકાસ પાર્ટી 6 મણાભાઈ ડામોર અપક્ષ 7 વેસ્તાભાઈ ડામોર અપક્ષ 8 મણિલાલ બારિયા અપક્ષ 9 દેવેન્દ્રકુમાર મેડા અપક્ષ