આગામી તારીખ – 18, 19, 20, 21, 22 – 10 – 2022ના રોજ અમદાવાદ શહેર સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે ડિફેન્સ એક્સપો-2022નો કાર્યક્રમ યોજાનાર છે, આ એક્સપો કેન્દ્રીય રક્ષા મંત્રાલય દ્વારા યોજવામાં આવનાર છે, જેને પગલે કાર્યક્રમ સ્થળના રોડ પર ટ્રાફિક ડાયવર્ઝન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો જોઈએ પાંચ દિવસ રિવરફ્રન્ટ પર વાહનની અવર જવર માટે કેટલા દિવસ અને કયા કયા સમયે પ્રતિબંધ રહેશે, તથા વૈકલ્પિક માર્ગ કયો રહેશે, કાર્યક્રમ જોવા માટે ઈ ટિકિટ કેવી રીતે મેળવવી, કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જઈ શકાશે, પાર્કિંગની વ્યવસ્થા કેવી રહેશે વગેરે વગેરે તમામ વિગત.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગની વિગત
રિવરફ્રન્ટનો પશ્ચિમી માર્ગ
તારીખ 18, 19, 20, 21, 22ના બપોરે 15.00 કલાકથી રાત્રીના 21 કલાક સુધી બંધ રહેશે.
પ્રતિબંધિત માર્ગ
વાડજ સ્મશાન ગૃહ કટથી શરૂ થતો પશ્ચિમનો આંબેડકરબ્રીજ નીચે સુધીનો રિવરફ્રન્ટ રોડ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગ
વાડજ સ્મશાનગૃહથી વાડજ સર્કલ થઈ ઈન્કમટેક્સ ઓવરબ્રિજ થઈ મધ્યભાગ થઈ બાટા શો રૂમ ચાર રસ્તા થઈ ડિલાઈટ ચાર રસ્તા થઈ નહેરૂબ્રિજ ચાર રસ્તા થઈ ટાઉન હોલ ચાર રસ્તા થઈ પાલડી ચાર રસ્તા થઈ મહાલક્ષ્મી ચાર રસ્તા થઈ અંજલી ઓવરબ્રિજ મધ્યભાગ થઈ અવર-જવર કરી શકાશે.

રિવરફ્રન્ટનો પૂર્વ માર્ગ
તારીખ 18, 19, 20, 21, 22ના સવારે 8.00 કલાકથી રાત્રીના 21.00 કલાક સુધી
પ્રતિબંધિત માર્ગ
પૂર્વમાં ડફનાળા ચાર રસ્તાથી રિવરફ્રન્ટ રોડથી પૂર્વનો આંબેડકરબ્રીજ નીચે સુધીનો રિવરફ્રન્ટ રોડ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગ
ડફનાળા ચાર રસ્તા થઈ શાહીબાગ અંડરબ્રિજ થઈ નમસ્તે સર્કલ થઈ દિલ્હી દરવાજા થઈ મિરઝાપુર રોડ થઈ વીજળી ઘર તેમજ લાલ દરવાજા રોડનો વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે.