dehgam Bahiyal Demolition: ગાંધીનગરના દહેગામના બહિયલ ગામમાં નવરાત્રી દરમિયાન બે જૂથો વચ્ચે તોફાન થયું હતું. જોકે, હવે તંત્રએ લાલ આંખ કરી છે. આજે ગુરુવારે સવારે 9 વાગ્યાથી બહિયલ ગામમાં પોલીસ અને તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી દીધી છે. ઉલ્લેખની છે કે આ કામગીરી નવરાત્રી દરમિયાન થયેલી હિંસના ભાગ રૂપે કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે દહેગામના બહિયલમાં નવરાત્રીના બીજા નોરતા દરમિયાન પથ્થર મારો અને આગચંપીની ઘટના બની હતી. ત્યારબાદ તંત્ર દ્વારા કડક લવણ અપનાવ્યું હતું. આ ઘટનાને ધ્યાનમાં રાખીને ગત 6 ઓક્ટોબરના રોજ 51 દબાણકરાતોને નોટિસ ફટકારીને બે દિવસમાં દબાણો દૂર કરવાનું જણાવ્યું હતું. જોકે, દબાણકર્તાઓ દ્વારા કોઈ અમલ ન કરતા આજે માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત તેમજ પોલીસ તંત્રની ટીમે ગામમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
નવરાત્રીમાં બહિયલ ગામમાં થઈ હતી હિંસા
ઉલ્લેખનીય છે કે નવરાત્રિના બીજા નોરતે રાત્રિ બહિયલ ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. ગરબાના કાર્યક્રમ દરમિયાન પથ્થરમારાની ઘટના થઈ હતી અને બાદમાં રોષે ભરાયેલા ટોળાએ ચાર દુકાનોમાં આગ ચાંપી દીધી હતી. આ હિંસા દરમિયાન પોલીસે કાર્યવાહી કરી તો ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો.
પોલીસે ભારે જહેમત બાદ મામલો થાળે પાડ્યો હતો અને બાદમાં 83 લોકો સામે નામજોગ અને આશરે 200 જેટલાં અજાણ્યા તત્ત્વો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે અત્યાર સુધીમાં 66 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મહિલા સરપંચનું રાજીનામું
આ કાર્યવાહી દરમિયાન ગામની મહિલા સરપંચ અફસાનાબાનુ ચૌહાણે અગમ્ય કારણોસર વોટ્સએપ મારફતે તાલુક વિકાસ અધિકારીને પોતાનું રાજીનામું આપી દીધું છે. એવામાં બુલડોઝરની કાર્યવાહીની વચ્ચે રાજીનામું કેમ આપ્યું તે વિશે ચર્ચા ગરમાઈ છે.
ગાંધીનગર એસપી રવી તેજાએ શું કહ્યું
ગાંધીનગર એસપી રવી તેજાએ કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા નવરાત્રી દરમિયાન હિંસા થઈ હતી જેના ભાગ રૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. હિંસામાં સામેલ લોકોને ઓળખીને તેમના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ- ગુજરાત સરકારની કર્મચારીઓની ભેટ, કેન્દ્ર બરાબર આપ્યું DA; 9 લાખથી વધુ લોકોને થશે ફાયદો
આ કાર્યવાહીમાં 160 જેટલા દબાણો દૂર કરવામાં આવશે. જેમાં 50 લોકોનો ગુનાહિત ઈતિહાસ છે. આ કાર્યવાહીમાં ઉચ્ચ અધિકારીઓ અને 300 પોલીસ કર્મચારી અને અધિકારીઓ સ્થળ ઉપર છે.