રાજકોટ : ધોરાજીમાં મોહર્રમના તાજિયામાં કરંટ લાગતા બેના મોત, 15થી વધુ લોકો ઘાયલ

Dhoraji muharram tajiya electric shock two kills : રાજકોટના ધોરાજીમાં મોહર્રમના જુલૂસમાં તાજિયા હાઈ વોલ્ટેજ વાયરને અડી જતા કરંટથી બેના મોત, જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગામમાં મુસ્લીમ સમાજમાં ગમગીની છવાઈ ગઈ.

Dhoraji muharram tajiya electric shock two kills : રાજકોટના ધોરાજીમાં મોહર્રમના જુલૂસમાં તાજિયા હાઈ વોલ્ટેજ વાયરને અડી જતા કરંટથી બેના મોત, જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગામમાં મુસ્લીમ સમાજમાં ગમગીની છવાઈ ગઈ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Dhoraji | muharram | tajiya | electric shock | two kills

ધોરાજીમાં મોહરમના તાજિયામાં વીજ કરંટ લાગતા બેના મોત

Dhoraji muharram tajiya electric shock two kills : રાજકોટના ધોરાજીમાં આજે મુસ્લીમ સમાજના મોહર્રમના તાજિયા પ્રસંગમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં અચાનક તહેવાર કાર્યમમાં દોડા દોડ સાથે બે લોકોના કરંટથી મોત થતા ગમગીની ફેલાઈ ગઈ હતી.

Advertisment

ધોરાજીમાં આજે મુસ્લીમ સમાજ દ્વારા મોહર્રમના તાજીયાનું જુલૂસ કાઢવામાં આવ્યું હતું, ઉત્સાહભેર મુસ્લીમ યુવાનો આગેવાનો તાજિયાના પ્રસંગમાં જોડાયા હતા. એ સમયે અચાનક તાજિયા વાયરને અડી જતા ટોળામાં 15 લોકોને કરંટ લાગ્યો, જેમાં બે લોકોના મોત થયા છે, બેની હાલત હજુ ગંભીર જણાવવામાં આવી રહી છે. અચાનક દુર્ઘટનામાં બેના મોતથી ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો.

વિગતે ઘટનાની વાત કરીએ તો, ધોરાજીના રસુલ પરા વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉત્સાહભેર તાજિયાનું જુલૂસ ચાલી રહ્યું હતું, તાજિયા લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે અચાનક તાજિયા પીજીવીસીએલના તારને અડી જતા કરંટ લાગ્યો હતો, એકબાજુ ભેજવાળી વાતાવરણ અને કરંટના કારણે 15થી વધુ લોકો કરંટના કારણે દાજ્યા હતા. અચાનક આ દુર્ઘટનાથી નાસભાગ મચી ગઈ હતી. તુરંત 108ને ફોન કરતા એમ્બ્યુલન્સનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલા બે લોકોએ દમ તોડી દીધો હતો, જ્યારે બે લોકો વધારે દાજ્યા હોવાથી તેમની હાલત ગંભીર જણાતા તેમને આઈસીયુમાં લેવામાં આવ્યા હતા. આ સિવાય અન્ય ઘાયલોને સારવાર આપામાં આવી હતી.

ઘટનાની જાણ પંથકમાં ફેલાતા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે મૃતકોના પરિવારને આશ્વાસન આપ્યું હતું, તથા સરકારી સહાય મળેતે માટે પણ મદદ કરવાની ખાતરી આપી હતી, તેમણે ઘાયલોની પણ મુલાકાત લઈ ચિંતા વ્યક્ત કરી આશ્વાસન આપ્યું હતું.

Advertisment

આ પણ વાંચો - મોહર્રમના જુલુસમાં મોટી દુર્ઘટના, તાજિયા હાઈ ટેન્શન વાયર સાથે અથડાયા, ચારના મોત, અનેક ઘાયલ

મોહર્રમના પ્રસંગે અચાનક આ પ્રકારની ઘટનામાં બે લોકોના મોત થતા મુસ્લીમ સમાજમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. બે લોકોના પરિવારમાં ખુશીના પ્રસંગે માતમ છવાઈ ગયો હતો. હોસ્પિટલમાં ઘાયલોના પરિવારના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. હાલમાં તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આજ પ્રકારની દુર્ઘટના સવારે ઝારકંડમાં બની હતી. જેમાં રાંચીની 80 કિમી દુર બોકારો શહેર પાસે ખેતકો ગામમાં શનિવારે સવારે મોહર્રમના જુલૂસને અકસ્માત નડ્યો હતો. જુલુસ દરમિયાન તાજિયા હાઈ ટેન્શન લાઈનની ચપેટમાં આવી ગયા હતા, જેના કારણે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 9 લોકોની હાલત ગંભીર છે. આ ઘટના સવારે 6 વાગ્યે બની હતી, જ્યારે મોહર્રમનું જુલુસ કાઢવામાં આવી રહ્યું હતું ત્યારે જુલૂસમાં હાજર તાજિયા 11000 વોલ્ટના વાયરની અડફેટે આવી ગયા હતા.

ગુજરાતી ન્યૂઝ રાજકોટ ગુજરાત