દિવાળીની રાત્રે આગ: અમદાવાદમાં સિલિન્ડર બ્લાસ્ટ, મકાન સળગ્યા, રાજ્યમાં અનેક જગ્યાએ આગના બનાવ

Diwali Fire : દિવાળીની રાત્રે અમદાવાદ (Ahmedabad), રાજકોટ (Rajkot), મોરબી (Morbi), સુરેન્દ્રનગર (Surendranagar), સુરત (Surat) સહિતના વિસ્તારોમાં ફટાકડા (fireworks)ના કારણે આગ (Fire) ના બનાવો સામે આવ્યા હતા, તો વડોદરામાં નજીવી બાબતે બે કોમ અને પોલીસ સાથે ઘર્ષણની ઘટના બની હતી.

Written by Kiran Mehta
Updated : October 25, 2022 12:57 IST
દિવાળીની રાત્રે આગ: અમદાવાદમાં સિલિન્ડર બ્લાસ્ટ, મકાન સળગ્યા, રાજ્યમાં અનેક જગ્યાએ આગના બનાવ
દિવાળીની રીત્રે આગની ઘટનાઓ

દિવાળીની રાત્રે અમદાવાદ, રાજકોટ, સુરત, મોરબી, સુરેન્દ્ર નગર જિલ્લાથી આગ લાગવાની ઘટના તો વડોદરામાં પથ્થરમારો, આગચંપી અને તોડફોડનો બનાવ સામે આવ્યો હતો. અમદાવાદના સારંગપુર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા ગોડાઉન અને પાંચ-છ મકાનો બળીને ખાખ થયા. તો વડોદરામાં નજીવી બાબતે બે કોમ વચ્ચેની બબાલમાં પોલીસ પર પેટ્રોલ બોમ્બ ફેકવા સહિત આગચંપી અને પથ્થરમારાની ઘટના સામે આવી.

સૌપ્રથમ અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદના સારંગપુર વિસ્તારના રોઝી સિનેમાની ગલીમાં એક વેસ્ટ કાપડના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગની ઘટના બની. આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને થયા ફાયરની ટીમ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. લગભગ ચાર-પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.

પાંચ-છ મકાનને વધારે નુકશાન – જાનહાની ટળી

તમને જણાવી દઈએ કે, સારંગપુર વિસ્તારમાં લાલનું ડેહલું તરીકે ઓળખાતી જગ્યા પર વેસ્ટ કાપડના ગોડાઉનમાં જ્યાં આગ લાગી હતી, તે ગોડાઉનની ઉપર 11 રહેણાંક મકાનો હતા. મોડી રાત્રે આગ લાગી, જેની જાણ મકાનોમાં રહેતા પરિવારને થતા તુરંત તેઓ નીચે દોડી આવ્યા હતા, જેને પગલે જાનહાની ટળી હતી, પરંતુ ફાયરની ટીમ પહોંચે તે પહેલા આગે પાંચ-છ મકાનોને ચપેટમાં લઈ લીધા હતા, અને કેટલીક ઘર વખરી બળી ગઈ હતી. જોકે ફાયરની ટીમ પહોંચતા અન્ય મકાનોને આગની ઝપેટમાંથી બચાવી લેવામાં આવ્યા હતા.

કેવી રીતે આગ લાગી

દિવાળીની રાત હોવાથી પહેલા તો આગ લાગવા પાછળનું કારણ ફટાકડા હોવાનું માનવામાં આવી રહ્યું હતુ, પરંતુ આગ લાગવા પાછળનું કારણ સિલિન્ડર બ્લાસ્ટ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ફાયરની ટીમ અનુસાર, ગેસ સિલિન્ડમાં બ્લાસ્ટ થયા હતા, જેને પગલે આગ લાગી હતી. ફિયર વિભાગ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરતા હકિકતમા આગ કયા કારણોસર લાગી તે બહાર આવશે.

સુરતના વેસુ વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ

સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે કચરાના ઢગલામાં જબરદસ્ત આગ લાગી હતી. આગની જાણ ફાયરની ટીમને થતા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. કોર્પોરેશનના કચરામાં આગ લાગી હતી, આગ લાગવા પાછળનું કારણ ફટાકડા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ એક રહેણાંક બિલ્ડીંગની ગેલરીમાં પણ સામાન્ય આગ લાગવાની પણ ઘટના સામે આવી હતી. જોકે પરિવાર ઘરમાં ન હોવાથી જાનહાની ટળી હતી.

આ પણ વાંચોરાજકોટ વિદ્યાર્થી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય: ‘નગ્ન વીડિયો બનાવી બ્લેકમેલ કર્યો, પેન્સિલ ખોપી’

સુરેન્દ્રનગર: વઢવાણમાં સ્કૂલના રૂમમાં આગ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ધોળીપોળ શાળા નંબર-1ના ઓરડામાં મોડી રાત્રે આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. ફટાકડાના તણખા ઉડવાથી આગ લાગ્યાનું અનુમાન. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો, સ્કૂલો બંધ હોવાથી કોઈ જાનહાની સર્જાઈ ન હતી.

રાજકોટ મોરબીમાં પણ આગની ઘટના

તો દિવાળીની રાત્રે રાજકોટ અને મોરબીમાં પણ આગની ઘટના સામે આવી હતી. જેમાં રાજકોટમાં ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. આગ લાગતા ફટાકડા ફૂટતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો આવો જ બનાવ મોરબીના સેટેલાઈટ ચોકમાં પણ સામે આવ્યો હતો, અહીં પણ ફટાકડાના સ્ટોલમાં આગ લાગી હતી, ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ