Donkey Milk | ગધેડી નું દૂધ : આજના સમયમાં દરેક વ્યક્તિ કંઈક એવું કરવા માંગે છે, જેથી તેમની આવક વધે. અમીર હોય કે ગરીબ દરેક જણ આને લઈને અવનવી યુક્તિઓ અપનાવે છે. આ દરમિયાન બિઝનેસની એક એવી રીત સામે આવી છે, જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. તમને એ સાંભળીને પણ નવાઈ લાગશે કે, કોઈ ગધેડીના દૂધને વેચીને પૈસા કમાઈ શકે છે. એટલું જ નહી ગધેડીનું દૂધ એવા સ્તરે વેચાઈ રહ્યું હતું કે, લાખો રૂપિયાનો નફો થઈ રહ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.
કઈંક આ રીતે શરૂ થયું
ગુજરાતના ધીરેન સોલંકીએ ગધેડીના દૂધનું માર્કેટિંગ શરૂ કર્યું. હાલમાં તે આમાંથી દર મહિને 2 થી 3 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે. જોકે, શરૂઆતના દિવસોમાં સોલંકી પણ સરકારી નોકરીની શોધમાં હતો. તે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હોવા છતાં તે પૈસાથી પોતાના પરિવારનો ખર્ચ યોગ્ય રીતે ઉઠાવી શકતો ન હતો. આ દરમિયાન ક્યાંકથી તેને ગધેડીના દૂધના ધંધાની ખબર પડી. જે અંગે સોલંકી સૌપ્રથમ કેટલાક લોકોને મળ્યા હતા અને તે અંગેની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.
શરૂઆતના મહિનામાં કોઈ નફો થયો નથી
સોલંકીના જણાવ્યા મુજબ, તેણે લગભગ 8 મહિના પહેલા 22 લાખ રૂપિયાનું રોકાણ કરીને 20 ગધેડા સાથે આ વ્યવસાય શરૂ કર્યો હતો. જોકે, આ રસ્તો એટલો સરળ નહોતો. પહેલા 5 મહિનામાં તેણે કોઈ કમાણી કરી ન હતી. ગુજરાતની જનતાને તેની કંઈ ખબર નહોતી. પરંતુ ધીમે ધીમે તેણે કર્ણાટક અને કેરળના દક્ષિણ રાજ્યોમાં ગધેડીનું દૂધ સપ્લાય કરવાનું શરૂ કર્યું.
બસ ત્યારબાદ સોલંકીની કિસ્મત એવી રીતે વધવા લાગી કે, તે દર મહિને 2 થી 3 લાખ રૂપિયા કમાઈ રહ્યો છે. જ્યાં ગાય-ભેંસના દૂધનો ભાવ હાલમાં 60 થી 70 રૂપિયા પ્રતિ લિટર છે અને લોકો મોટા પ્રમાણમાં તેનો વેપાર કરે છે. પરંતુ ગધેડીના દૂધને લઈને આવી નવી માહિતી સામે આવી છે કે, જેને જોઈ-સાંભળી બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આ પણ વાંચો – Gujarat Weather Updates : અમદાવાદમાં વધતી જતી ગરમી, હવામાન વિભાગે શું કરી આગાહી? ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ
દક્ષિણના રાજ્યોમાં ભારે માંગ છે
દક્ષિણ ભારતમાં સ્થિત કંપનીઓમાં હજુ પણ ગધેડીના દૂધની માંગ વધુ છે. જ્યાં તેમાંથી કોસ્મેટિક પ્રોડક્ટ્સ પણ બનાવવામાં આવે છે. સોલંકીના જણાવ્યા મુજબ ગધેડીનું દૂધ રૂ.5000 થી રૂ.7000 ની વચ્ચે વેચાઈ રહ્યું છે. હાલમાં સોલંકી પોતાનું રોકાણ વધારી રહ્યા છે અને ખેતરમાં 42 ગધેડા પાળે છે.