/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Gujarat-ats-drugs-cought-.jpg)
ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ ઝડપાયું Photo - X
ગુજરાતનો દરિયાકાંઠે ડ્રગ્સ ઘૂસાડવાનું સેન્ટર બની ગયું હોય તેમ છાસવારે ગુજરાતના દરિયાકાંઠેથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાતું રહે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠે વધુ એક મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં શંકાસ્પદ પાકિસ્તાની બોટમાંથી 1800 કરોડ રૂપિાયનું ડ્રગ્સ ઝડપાયું હતું.
મળતી માહિતી પ્રમાણે બાતમીના આધારે ગુજરાત એટીએસ અને ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરમિયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ દ્વારા શંકાસ્પદ પાકિસ્તાની બોટની તપાસ હાથ ધરી હતી. જેમાંથી 300 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. જેની કિંમત આશરે 1800 કરોડ રૂપિયા માનવામાં આવે છે.
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા આ પોરેશન 12-12 એપ્રિલના રોજ હાથધરમાં આવ્યું હતું. પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. જે બાદ કોસ્ટ ગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us