scorecardresearch

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર, બે તબક્કામાં થશે મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ

Gujarat Assembly Election 2022 : પહેલા તબક્કાનું મતદાન 27 નવેમ્બર 2022ના દિવસે અને બીજા તબક્કાનું મતદાન 4 ડિસેમ્બર 2022ના દિવસે થશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બર 2022ના રોજ થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર, બે તબક્કામાં થશે મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ
ગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખો જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન બે તબક્કામાં થશે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના દિવસે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના દિવસે થશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બર 2022ના રોજ થશે. આ દિવસે ગુજરાતમાં કોની સરકાર બનશે એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 8 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી
  • ચૂંટણીનું બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે
  • હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બર 2022ના રોજ મતગણતરી થશે
  • 28 ફેબ્રુઆરી 2023ના રોજ ગુજરાત વિધાનસભાની ટર્મ પુરી થાય છે
  • 4.9 કરોડ મતદાતા
  • 4.6 લાખ મતદારો પહેલી વખત મતદાન કરશે
  • 51782 કુલ મતદાન મથક
  • 142 મોડલ મતદાન મથક બનાવવામાં આવશે
  • 1274 મતદાન મથક માત્ર મહિલાઓ કર્મચારીઓ જ હશે
  • દિવ્યાંગો માટે 182 વિશેષ મતદાન મથકો બનાવાશે
  • 9.87 લાખ મતદાતાઓ 80 વર્ષ ઉપરના છે.
  • વાગરામાં એક મતદાન મથક શિપિંગમાં કન્ટેનરમાં બનાવાયું છે.
  • ગુજરાતમાં 2017ની તુલનાએ ટ્રાન્સ જેન્ડર મતદારોમાં 100 ટકાનો વધારો
  • ફરિયાદ કર્યાની 100 મિનિટની અંદર જ સમાધાન મળશે
  • ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો પોતાની ગુનાની માહિતી જાહેર કરવી પડશે
  • C-vigil એપ્લિકેશન ઉપર ફરિયાદ કરી શકશો
  • ફેક ન્યૂઝ ઉપર ધ્યાન રાખવા માટે સોશિયલ મીડિયા ટીમ બનાવાશે અને ફેક ન્યૂઝ ઉપર કડક પગલાં લેવાશે
2022 વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો નકશો
 ગુજરાત વિધાનસભા 2017ની હાઈલાઇટ્સ
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 બે તબક્કામાં યોજાઇ હતી. પ્રથમ તબક્કાનું મતદાન 9 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બરે થયું હતું. મત ગણતરી 18 ડિસેમ્બરે થઇ હતી.
  • ગુજરાત વિધાનસભાની 142 સામાન્ય બેઠક, 13 બેઠક એસ.સી અને 27 બેઠક એસ.ટી મળી કુલ 182 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. રાજ્યમાં કુલ 28,678 મતદાન મથકોએ મતદાન યોજાયું હતું.
  • 2,26,71,449 પુરૂષ અને 2,08,74,805 મહિલા અને 702 અન્ય મળી કુલ 4,35,46,956 મતદારો નોંધાયા હતા.
  • 1,59,80,616 પુરૂષ, 1,37,99,785 મહિલા, 298 થર્ડ જેન્ડર અને 2,27,929 પોસ્ટલ મળી કુલ 3,00,53,626 મતદારોએ મતદાન કરતાં સરેરાશ 69.01 ટકા મતદાન નોંધાયું હતું.
  • રાજ્યની 182 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો 99 બેઠકો પર વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસને 77 બેઠક, એનસીપીને 1, ભારતીય ટ્રાયબલ પાર્ટી 2 અને અપક્ષને 3 બેઠકો મળી હતી.
  • પ્રથમ તબક્કામાં 19 જિલ્લામાં 9 ડિસેમ્બરે મતદાન થયું હતું. જેમાં કચ્છ જિલ્લાની 6, સુરેન્દ્રનગર જિલ્લાની 5, મોરબી જિલ્લાની 3, રાજકોટ જિલ્લાની 8, જામનગર જિલ્લાની 5, દેવભૂમિ દ્વારકા જિલ્લાની 2, પોરબંદર જિલ્લાની 2, જૂનાગઢ જિલ્લાની 5, ગીર સોમનાથ જિલ્લાની 4, અમરેલી જિલ્લાની 5, ભાવનગર જિલ્લાની 7, બોટાદ જિલ્લાની 2, નર્મદા જિલ્લાની 2, ભરૂચ જિલ્લાની 5, સુરત જિલ્લાની 16, તાપી જિલ્લાની 2, ડાંગની 1, નવસારીની 4 અને વલસાડ જિલ્લાની 5 મળી કુલ 89 બેઠકો માટે ચૂંટણી જંગ ખેલાયો હતો.
  • બીજા તબક્કા માટે 14 ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાની 9, પાટણા જિલ્લાની 4, મહેસાણાની 7, સાબરકાંઠાની 4, અરવલ્લીની 3, ગાંધીનગરની 5, અમદાવાદની 21, આણંદની 7, ખેડાની 6, મહિસાગરની 3, પંચમહાલની 3, દાહોદની 6, વડોદરા જિલ્લાની 10 અને છોટા ઉદેપુરની 3 મળી કુલ 93 બેઠકો માટે મતદાન કરાયું હતું.
  • પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો માટે 24,689 મતદાન મથકોએ મતદાન યોજાયું હતું. જેમાં 2 કરોડ 12 લાખ 31 હજાર 652 મતદારો નોંધાયા હતા. જ્યારે 977 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઉભા હતા.
  • બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો માટે 25575 મતદાન મથકોએ મતદાન યોજાયું હતું. જેમાં 851 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું અને 2 કરોડ 22 લાખ 96 હજાર 867 મતદારો નોંધાયા હતા.

Web Title: Election commission declared gujarat assembly election 2022 date result

Best of Express