scorecardresearch

પ્રથમ તબક્કામાં મતદારોની ઉદાસીનતાથી ચૂંટણી પંચ પણ ઉદાસ, શહેરી મતદારોને કરી અપીલ

Election Commission In Gujarat : ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat, Election) માં પ્રથમ તબક્કામાં ઓછા મતદાન (gujarat first phase voting) થી ગુજરાત ચૂંટણી પંચ પણ ઉદાસ. બીજા તબક્કામાં વધારેમાં વધારે મતદારો મતદાન કરે તેવી અપીલ.

પ્રથમ તબક્કામાં મતદારોની ઉદાસીનતાથી ચૂંટણી પંચ પણ ઉદાસ, શહેરી મતદારોને કરી અપીલ
પ્રથમ તબક્કાના મતદાનમાં ગત 2017ની ચૂંટણી કરતા ઓછુ મતદાન

Election Commission In Gujarat : ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનથી ચૂંટણી પંચ ખુશ નથી. મતદારોની ઉદાસીનતાને કારણે પ્રથમ તબક્કામાં નિરાશાજનક મતદાન બાદ ચૂંટણી પંચે સોમવારે બીજા તબક્કાના મતદાન પહેલા શનિવારે (3 ડિસેમ્બર, 2022) શહેરી મતદારોને ખાસ અપીલ કરી છે.

એક નિવેદનમાં, ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, “ગુજરાતની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સુરત, રાજકોટ અને જામનગરમાં રાજ્યની સરેરાશ 63.3 ટકા કરતાં ઓછું મતદાન નોંધાયું હતું, જે 2017ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66.75 ટકા હતું.” જ્યારે ઘણા મતવિસ્તારોમાં મતદાનની ટકાવારી વધી છે, ત્યારે આ મહત્વના જિલ્લાઓની શહેરી ઉદાસીનતાને કારણે સરેરાશ મતદાનનો આંકડો ઘટ્યો છે. હિમાચલ પ્રદેશની વિધાનસભાની તાજેતરની સામાન્ય ચૂંટણી દરમિયાન, શિમલા શહેરી વિધાનસભા મતવિસ્તારમાં સૌથી ઓછું 62.53 ટકા મતદાન નોંધાયું હતું જ્યારે રાજ્યમાં સરેરાશ 75.6 ટકા છે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 1 ડિસેમ્બર, 2022 ના રોજ થયેલા મતદાન દરમિયાન ગુજરાતના શહેરોએ સમાન શહેરી ઉદાસીનતા દર્શાવી હતી. જેના કારણે પ્રથમ તબક્કામાં મતદાનની ટકાવારી ઘટી હતી. આ દરમિયાન, ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટેનો હાઇ-વોલ્ટેજ પ્રચાર શનિવારે સાંજે 5 વાગ્યે સમાપ્ત થયો હતો.

અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાઓમાં 93 બેઠકો પર 800 થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ગુરુવારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું.

બીજા તબક્કાના અગ્રણી ઉમેદવારોમાં ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિરમગામથી પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ગાંધીનગર દક્ષિણથી અન્ય પછાત વર્ગ (ઓબીસી) નેતા અલ્પેશ ઠાકોરનો સમાવેશ થાય છે. હાર્દિક પટેલ અને ઠાકોર બંને ભાજપ તરફથી મેદાનમાં છે. બીજા તબક્કામાં સત્તાધારી ભાજપને પણ કેટલીક જગ્યાએ બળવાખોર ઉમેદવારોના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોકોંગ્રેસ પાર્ટી વિવાદમાં ફસાઈ, બોરસદના નેતા રાજેન્દ્ર પરમાર ચૂંટણી પ્રચારમાં ડાન્સરો લઈ આવ્યા

વાઘોડિયાથી પાર્ટીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આ વખતે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના પૂર્વ ધારાસભ્યો દિનુ સોલંકી, ધવલસિંહ ઝાલા અને હર્ષદ વસાવા પણ પાદરા, બાયડ અને નાંદોદ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

Web Title: Election commission in gujarat first phase appealed urban voters

Best of Express