ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ચૂંટણી પંચની પ્રેસ શરું, ગુજરાતમાં 2017ની તુલનાએ ટ્રાન્સ જેન્ડર મતદારોમાં 100 ટકાનો વધારો

Gujarat assembly Election Commission press conference: ચૂંટણી પંચ બપોરે 12 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પરિસર સભાગાર રંગ ભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે.

Written by Ankit Patel
Updated : November 03, 2022 12:24 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ  ચૂંટણી પંચની પ્રેસ શરું, ગુજરાતમાં 2017ની તુલનાએ ટ્રાન્સ જેન્ડર મતદારોમાં 100 ટકાનો વધારો
ચૂંટણી પંચની પ્રેસકોન્ફરન્સ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પંચ બપોરે 12 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પરિસર સભાગાર રંગ ભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે 2017ની જેમ આ વખતે પણ ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થઈ શકે છે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થઈ શકે છે.

હાઇલાઈટ્સ

  • 28 ફેબ્રુઆરી 2023ના રોજ ગુજરાત વિધાનસભાની ટર્મ પુરી થાય છે
  • 4.9 કરોડ મતદાતા
  • 4.6 લાખ મતદારો પહેલી વખત મતદાન કરશે
  • 51782 કુલ મતદાન મથક
  • 142 મોડલ મતદાન મથક બનાવવામાં આવશે
  • 1274 મતદાન મથક માત્ર મહિલાઓ કર્મચારીઓ જ હશે
  • દિવ્યાંગો માટે 182 વિશેષ મતદાન મથકો બનાવાશે
  • 9.87 લાખ મતદાતાઓ 80 વર્ષ ઉપરના છે.
  • વાગરામાં એક મતદાન મથક શિપિંગમાં કન્ટેનરમાં બનાવાયું છે.
  • ગુજરાતમાં 2017ની તુલનાએ ટ્રાન્સ જેન્ડર મતદારોમાં 100 ટકાનો વધારો
  • ફરિયાદ કર્યાની 100 મિનિટની અંદર જ સમાધાન મળશે
  • ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારો પોતાની ગુનાની માહિતી જાહેર કરવી પડશે
  • C-vigil એપ્લિકેશન ઉપર ફરિયાદ કરી શકશો
  • ફેક ન્યૂઝ ઉપર ધ્યાન રાખવા માટે સોશિયલ મીડિયા ટીમ બનાવાશે અને ફેક ન્યૂઝ ઉપર કડક પગલાં લેવાશે

હિમાચલ પ્રદેશમાં પણ 8 ડિસેમ્બરે પરિણામ

ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે એક તબક્કામાં ચૂંટણી યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે પરિણામો જાહેર થશે. ગુજરાત વિધાનસભાની કુલ 182 સીટો છે. 2017માં ભાજપે 99 સીટો મેળવી હતી. જ્યારે કોંગ્રેસ 77 સીટો મેળવવા માટે સફળ રહી હતી. આ ઉપરાંત 6 સીટો અન્યના ખાતામાં ગઈ હતી.

14 ઓક્ટોબરે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. જો કે એવી અટકળો પણ કરવામાં આવી રહી હતી કે આ દરમિયાન ગુજરાતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે પરંતુ તેમ થયું નહીં.

રાજકીય પક્ષોએ કમર કસી છે

ભાજપ ગુજરાતને જીતવા માટે કમર કસી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ રાજ્યની મુલાકાતે આવ્યા છે. તે જ સમયે, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અને તેમના વરિષ્ઠ સહયોગીઓ સતત ગુજરાત જઈ રહ્યા છે. કોંગ્રેસ એમ પણ કહી રહી છે કે તેના નેતાઓ સતત ત્યાં ધામા નાખે છે.

ગુજરાતમાં અત્યારે કેટલા મતદારો છે?

હાલમાં ગુજરાતમાં 4 કરોડ 35 લાખ 46 હજાર 956 નોંધાયેલા મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં 69.01 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાં 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે, 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ