Gujarat Rain : કચ્છમાં મેઘાની ધબધબાટી, લખપતમાં 6.26 ઈંચ વરસાદ ખાબક્યો, ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો હતો.જોકે, વરસાદ પડવાના વિસ્તારમાં ઘટાડો થયો હતો.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો હતો.જોકે, વરસાદ પડવાના વિસ્તારમાં ઘટાડો થયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Extremely heavy rain in Kutch district

ગુજરાતના કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ - photo- X @infokutchgog

Aaj Nu Havaman, Gujarat Rain Update, ગુજરાત વરસાદ : ગુજરાતમાં અત્યારે મેઘ રાજાની સવારી કચ્છ તરફ વળી છે ત્યારે વરસાદે કચ્છ જિલ્લામાં ધબધબાટી બોલાવી દીધી છે. સમગ્ર કચ્છ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો હતો.જોકે, વરસાદ પડવાના વિસ્તારમાં ઘટાડો થયો હતો.

ગુજરાતમાં 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 8 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યાથી લઈને 9 સપ્ટેમ્બર 2025 સવારે 6 વાગ્યાના 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ અને વાવ-થરાદ જિલ્લામાં નોંધાયો હતો.

કચ્છમાં જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો છે. ખાસ કરીને લખપતમાં 6.26 ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે ધોરડો સફેદ રણ દરિયામાં ફેરવાયું હતું. કચ્છમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો એની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે.

તાલુકોવરસાદ (ઈંચમાં)
લખપત6.26
રાપર4.76
ભચાઉ4.13
નખત્રાણા4.13
ગાંધીધામ3.74
ભૂજ3.39
અબડાસા2.95
માંડવી1.5
મુંદ્રા1.34

રાજ્યના 19 તાલુકામાં 1થી 7 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

SEOC ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધયો છે. તો આ પૈકી 19 તાલુકામાં 1થી 7 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. કચ્છ, વાવ-થરાદ, પાટણ અને મોરબી જિલ્લાના તાલુકાઓનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો, આપેલી પીડીએફ જુઓ

આ પણ વાંચોઃ- સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિ, રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા; જુઓ વરસાદી આફતનો વીડિયો

કચ્છ અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારના દિવસે કચ્છમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત વાવ-થરાદ તેમજ બનાસકાંઠા જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત