Gujarat rain forecast : ગુજરાતમાં 6 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં કેવો રહેશે વરસાદ?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat rain today forecast

ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો - photo- IMD and IEgujarati

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં વરસાદી સીસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં સમગ્ર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

ગુજરાતના છ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડશે

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના પાંચ અને સૌરાષ્ટ્રના એક મળીને કૂલ છ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અને મોરબીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

હવાામન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર,વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદ પડશે.

આ પણ વાંચોઃ- અમદાવાદમાં PM મોદીએ ઓપરેશન સિંદૂરને લઈ કહ્યું, ’22 મિનિટમાં બધુ સફાચટ કરી નાંખ્યું’

Advertisment

અમદાવાદમાં કેવો રહેશે વરસાદ?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 26 ઓગસ્ટ 2025, મંગળવારના દિવસે અમદાવાદમાં આકાશમાં 91 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. અમદાવાદમાં આજે 1.5 એમએમ વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે અમદાવાદમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા છે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત