આજે ઉત્તર ગુજરાતના 4 સહિત રાજ્યના 9 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં કેવો રહેશે વરસાદ?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના 4 સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના 4 સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

આજે ગુજરાતના 9 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડશે - photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: વીકેન્ડમાં સમગ્ર ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી. સમગ્ર રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને હવે ઉત્તર ગુજરાત તરફ મેઘાની સવારી વળી છે. આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના 4 સહિત રાજ્યના 9 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

Advertisment

ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં આજે પડશે અતિ ભારે વરસાદ

હવામાન વિભાગે આજે સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારના દિવસે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. આ ઉપરાંત દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર અને મોરબીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ભારે વરસાદ પડશે.

રાજ્યના આ જિલ્લાઓમાં હળવો વરસાદ પડશે

હવામન વિભાગ પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વોડદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

Advertisment

આ પણ વાંચોઃ- સાબરમતી નદીમાં લગભગ 58,880 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, નીચાણવાળા વિસ્તારોમાં ચેતવણી જારી

અમદાવાદમાં કેવો પડશે વરસાદ?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે અમદાવાદના આકાશમાં 99 ટકા વાદળો છવાયેલા રહશે. આજે અમદાવાદમાં 2.0 એમએમ વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત અમદાવાદમાં 14 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત