Eye Flu : આંખ આવવાના કેસ કેમ આટલા વધી રહ્યા? કોને સૌથી વધુ જોખમ? શું સાવચેતી રાખવી? જાણો તમામ સવાલના જવાબ

Eye Flu infection disease symptoms : ગુજરાત (Gujarat) ના લગભગ તમામ શહેર સહિત દેશભરમાં આંખ આવવાના કેસ (Case) થી લોકો પરેશાન છે. ઘરે ઘરે લોકો પરેશાન છે. તો જોઈએ આ રોગ કેવી રીતે ફેલાય છે (how spread), શું છે તેના લક્ષણ, શું સાવચેતી રાખવી બધુ જ.

Written by Kiran Mehta
Updated : July 29, 2023 21:31 IST
Eye Flu : આંખ આવવાના કેસ કેમ આટલા વધી રહ્યા? કોને સૌથી વધુ જોખમ? શું સાવચેતી રાખવી? જાણો તમામ સવાલના જવાબ

Eye Flu : ગુજરાત સહિત દેશભરમાં આંખ આવવાના કેસ દિવસેને દિવસે વધી જ રહ્યા છે. કેટલાક લોકો આને અખીયા મિલાકે રોગ પણ કહી રહ્યા છે, લોકો એક પછી એક આ ચેપની ઝપેટમાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ રોગ બાળકોમાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ સમસ્યાને લઈને લોકોના મનમાં અનેક સવાલો છે. ઉદાહરણ તરીકે, આ રોગ કયા કારણોસર ફેલાય છે? આના લક્ષણો શું છે? તે કોના માટે વધુ જોખમી છે? શું તે દૃષ્ટિ મિલાવાથી અથવા સ્પર્શ કરવાથી ફેલાય છે? આંખનો ફ્લૂ ન થાય તે માટે કેવી રીતે સંભાળ રાખવી, અથવા તેની પકડમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ વગેરે. આ લેખમાં, અમે આંખના ફ્લૂ સાથે સંબંધિત કેટલાક આવા પ્રશ્નોના જવાબ આપી રહ્યા છીએ, પરંતુ તે પહેલાં ચાલો જાણીએ કે આંખનો ફ્લૂ શું છે?

પ્રશ્ન નંબર 1- આંખનો ફલૂ શું છે?

જવાબ- આંખનો ફ્લૂ એ આંખોનો ચેપ છે, જેને સામાન્ય ભાષામાં ‘આંખો આવવી’ કહેવામાં આવે છે. આ સિવાય તેને નેત્રસ્તર દાહ, ગુલાબી આંખ, લાલ આંખ પણ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચેપ આંખોના સફેદ ભાગમાં ફેલાય છે, જેના કારણે પીડિતને જોવામાં તકલીફ થાય છે, અને દુખાવો થાય છે.

પ્રશ્ન નંબર 2- તેના કેસ અચાનક કેમ વધી રહ્યા છે?

જવાબ- સ્વાસ્થ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ચોમાસામાં ઓછા તાપમાન અને વધુ ભેજને કારણે લોકો બેક્ટેરિયા, વાયરસ અને એલર્જીના સંપર્કમાં વધુ ઝડપથી આવે છે અને તેના કારણે એલર્જીક પ્રતિક્રિયા અથવા નેત્રસ્તર દાહ જેવા આંખના ચેપનું કારણ બને છે. તો, ભૂતકાળમાં પણ ગુજરાત અને આસપાસના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે, ઘણા દિવસો સુધી ગંદુ પાણી ભરાયેલું રહ્યું. પાણી ભરાવાને કારણે અનેક રોગોનો ભય વધી જતો જોવા મળે છે. જો કે, આંખના કેસ આમાં સૌથી ઝડપથી વધી રહ્યા છે.

પ્રશ્ન નંબર 3- આંખના ફ્લૂના લક્ષણો શું છે?

જવાબ- આંખના ફ્લૂના લક્ષણોમાં લાલ આંખો, ખંજવાળ, સોજો, દુખાવો, પોપચા ચોંટી જવા, આંખમાં સતત પાણીયુક્ત સ્રાવ, પ્રકાશ જોવામા સંવેદનશીલતા વગેરેનો સમાવેશ થાય છે.

પ્રશ્ન નંબર 4- કયા લોકોને આંખનો ફ્લૂ થવાનું જોખમ વધારે છે?

જવાબ- બાય ધ વે, આ બીમારી કોઈને પણ પોતાની ઝપેટમાં લઈ શકે છે. જો કે, બાળકો, એલર્જિક દર્દીઓ, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તેનાથી પીડિત થવાની સંભાવના વધારે છે.

પ્રશ્ન નંબર 5- શું તે જોવા અને સ્પર્શ કરવાથી ફેલાય છે?

જવાબ- સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે આંખ આવવાના કેસ સૌથી વધુ સ્પર્શ કરવાથી ફેલાઈ શકે છે. જો કે, આ ચેપ કોઈની આંખોમાં જોવાથી તરત થઈ જતો નથી.

પ્રશ્ન નંબર 6- લક્ષણો દેખાય ત્યારે શું કરવું અથવા આંખના ફ્લૂથી બચવા શું કરવું?

  • જો તમને આંખ આવવાના લક્ષણો હોય તો તમારી આંખોને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો.
  • જો આંખોમાંથી પાણી આવતું હોય તો તેને સાફ કપડાની મદદથી સાફ કરતા રહો.
  • કાજલ, આઇ લાઇનર જેવા મેકઅપ લગાવવાનું ટાળો.
  • બીજાના ટુવાલનો પણ ઉપયોગ કરશો નહીં.
  • દિવસમાં 2 થી 3 વખત ગરમ કપડા વડે આંખોને દબાવો.
  • આ સિવાય વધુ ધૂળવાળી કોઈપણ જગ્યાએ જવાનું ટાળો.

પ્રશ્ન નંબર 7- આંખના ફ્લૂના કિસ્સામાં શું સાવચેતી રાખવી જોઈએ?

  • જો તમે આ રોગની ઝપેટમાં આવી ગયા છો, તો સૌથી પહેલા તમારી જાતને બીજાથી અલગ કરો.
  • 3 થી 4 દિવસ સુધી ઘરની બહાર જવાનું ટાળો.
  • સ્વચ્છ, ધોઈ નાખેલો અને સૂકો ટુવાલ વાપરો.
  • આંખોને વારંવાર હાથ સ્પર્શ ન થાય તે માટે ચશ્મા પહેરો.
  • સ્વચ્છતાનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ