Rajkot Murder : રાજકોટમાં સોમવારે મોડી રાત્રે એક જ્વેલરી બનાવનાર વ્યક્તિની હત્યા કરવામાં આવી, જ્યારે એક પાનની દુકાનનો માલિક ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે વ્યાજે લીધેલા પૈસાની વસૂલાતને લઈ બંનેના પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો.
પોલીસે જણાવ્યું કે, આ ઘટના સોમવારે રાત્રે 11:30 વાગ્યે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ખોડિયાર પાનની દુકાનની સામે બની હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, તેજસ ઠાકર, ડ્રાઇવર અને તેની બહેનના પતિ મેહુલ પૂજારા અગાઉ ખોડિયાર પાનની દુકાને રૂ. 10,000 ની લોન ચૂકવવા ગયા હતા, જે પૂજારાએ એક સરકારી ઓફિસના પટાવાળા કમલેશ ગોસાઈ પાસેથી લીધી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, કમલેશ, જેનો નાનો પુત્ર જીગર (21) જે ખોડિયાર પાનની દુકાન ચલાવે છે, તેણે લગભગ 10 દિવસ પહેલા પૂજારાને એક ટકાના દૈનિક વ્યાજ દરે પૈસા ઉછીના આપ્યા હતા. કમલેશે પૂજારાને સોમવાર માટે 100 રૂપિયાનું વધારાનું વ્યાજ ચૂકવવાની માંગ કરી હતી. આના કારણે તેજસ, જેણે લોન માટે પૂજારાના ગેરેન્ટર તરીકે કામ કર્યું હતું, જેને કમલેશ સાથે બોલાચાલી થઈ, આ સમયે કમલેશે તેજસને “બે-ત્રણ વાર” થપ્પડ મારી દીધી હતી.
ત્યારબાદ ડ્રાઈવર તેજસ ગાંધીગ્રામ વિસ્તારમાં તેના ઘરે પાછો આવ્યો અને તેની પત્ની સુનીતા અને પુત્રો સૂરજ (23) અને મિહિર (21) ને કથિત બબાલ વિશે જણાવ્યું. FIR મુજબ, બંને પુત્રો અને તેમની માતા લગભગ એક મહિના પહેલા તેજસે કમલેશ પાસેથી લીધેલી 20,000 રૂપિયાની લોન ચૂકવવા માટે કમલેશની દુકાન પર ગયા હતા. FIR મુજબ, તેજસે રોજના 1 ટકાના વ્યાજ દરે લોન લીધી હતી, જેના માટે ડ્રાઈવરે કમલેશને રોજના 200 રૂપિયા ચૂકવવાના હતા.
સુનીતા તેજસને મારેલી થપ્પડના કારણે કમલેશ સાથે બોલાચાલી કરે છે અને તેને કહે છે કે, હવે લોનની રકમ નહી ચૂકવવામાં આવે. જો કે, તકરાર વધી જતાં કમલેશ, અને તેના મોટા પુત્ર જયદેવ અને નાના પુત્ર જીગરે કથિત રીતે તેજસના પુત્ર સૂરજ, મિહિર અને પત્ની સુનીતા પર છરીથી અને લાકડાની લાકડીઓ વડે હુમલો કર્યો હતો.
આ મારામારીમાં ઘાયલ સૂરજ અને સુનિતાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સૂરજને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે સુનિતાને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો – Uttarayan 2024 | ઉત્તરાયણ 2024 : ગુજરાતના ખેડામાં એક 20 વર્ષીય યુવતીનું પતંગની દોરીથી ગળું કપાતા મોત
પોલીસે જણાવ્યું કે, સૂરજ શહેરમાં નકલી જ્વેલરી બનાવતી ફેક્ટરીમાં કામ કરતો હતો. નાના ભાઈ મિહિરની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે કમલેશ અને તેના બે પુત્રોજયદેવ અને જીગર સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.
બીજી બાજુ કાઉન્ટર ફરિયાદમાં જીગરે દાવો કર્યો હતો કે, સુનિતાએ કહ્યું હતું કે, તેઓ લોન ચૂકવશે નહીં. જ્યારે અમે ઠાકર પરિવારને શાંતિથી વાત કરવાનું કહ્યું, પરંતુ ત્યારે તેમના પુત્ર સૂરજ અને મિહિરે તેમના પર પહેલા છરી વડે હુમલો કર્યો હતો. હિંસામાં જીગરને છરીથી ગંભીર ઈજાઓ થઈ હતી. જીગરની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે તેજસ, સુનીતા, મિહિર, મેહુલ અને એક અજાણી મહિલા સામે મારપીટ અને રાયોટીંગની ફરિયાદ નોંધાવી છે.