/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/raped.jpg)
ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે (તસવીર - પ્રતિકાત્મક)
Minor raped in Gandhinagar : રાજ્યમાં એક માસૂમ બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી છે. ગાંધીનગરના સેક્ટર-24માં આવેલા ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની. બાળકી રાત્રે શૌચક્રિયા માટે જાગી ત્યારે અંધારાનો લાભ લઈને નરાધમે આ જઘન્ય કૃત્ય આચર્યું હતું.
મળતી માહિતી મુજબ ગાંધીનગરના ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં રહેતી 5 વર્ષીય બાળકી રાત્રે ઊંઘમાંથી જાગીને શૌચક્રિયા માટે જઈ રહી હતી. આ સમયે જ એક હવસખોરે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ક્રૂર કૃત્ય બાદ વિકૃત આરોપી બાળકીને તેના ઘર પાસે મૂકીને ભાગી ગયો હતો.
દાદીને શંકા જતાં તેમણે તરત જ બાળકીની તપાસ કરી
બાળકીની દાદીને શંકા જતાં તેમણે તરત જ બાળકીની તપાસ કરી હતી. તપાસ દરમિાન બાળકીના વસ્ત્રો પર લોહી હતું. આથી તેમણે તાત્કાલિક પરિવારના અન્ય સભ્યોને જગાડી બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.
આ પણ વાંચો - અંબાજી: વન અને પોલીસ અધિકારીઓ પર હુમલો, 500 લોકોના ટોળા સામે ગુનો દાખલ
એએસપી આયુષ જૈને જણાવ્યું હતું કે પોલીસે તપાસ શરૂ કરી છે અને ચાર વ્યક્તિઓની અટકાયત કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુ તપાસ ચાલુ છે.
આમ આદમી પાર્ટી કહ્યું - ગુજરાતમાં જંગલ રાજ જેવી સ્થિતિ
આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત એકમના વડા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જંગલ રાજ જેવી સ્થિતિ છે. 10 દિવસમાં ત્રણ છોકરીઓ પર બળાત્કાર થયો છે. આજે ગાંધીનગર અને ભાવનગરમાં એક યુવતી પર બળાત્કારની ઘટનાઓ બની હતી, જ્યારે અગાઉ રાજકોટમાં પણ એક યુવતી પર બળાત્કાર થયો હતો. સરકાર સમક્ષ અમારી માંગ છે કે ગુનેગારોને કડક સજા આપવામાં આવે અને ગુજરાત ફરીથી શાંતિપૂર્ણ રાજ્ય બને.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us