ગાંધીનગરઃ ગિફ્ટ સિટી રોડ રેસર્સનું નવું સરનામું? મોંઘીદાટ ગાડીઓથી નબીરાઓએ રોલો પાડ્યો, 190ની સ્પીડે કાર હંકારી, વીડિયો વાયરલ

Gandhinagar gift city video viral : ગાંધીનગર ગિફ્ટ સિટી રોડ ઉપર 10થી વધુ લગ્ઝરીયસ કાર સાથે યુવકોએ ઓવર સ્પીડ ડ્રાઇવ અને રિલ્સ બનાવ્યા જેનો સોશિયલ મડિયા ઉપર વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Gandhinagar gift city video viral : ગાંધીનગર ગિફ્ટ સિટી રોડ ઉપર 10થી વધુ લગ્ઝરીયસ કાર સાથે યુવકોએ ઓવર સ્પીડ ડ્રાઇવ અને રિલ્સ બનાવ્યા જેનો સોશિયલ મડિયા ઉપર વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gandhinagar gift city road car race video viral

ગાંધીનગર ગિફ્ટ સિટી કાર રેસ વાયરલ વીડિયો - photo- social media

Gandhinagar gift city video viral : ગુજરાતના પાટનગરમાં આવેલું ગિફ્ટ સિટી ફરીથી એક ચર્ચામાં આવી ગયું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ગિફ્ટ સિટી રોડ રેસર્સ માટે નવું સરમાનું બની ગયું હોય એમ લાગી રહ્યું છે. અનેક મોંઘી ગાડીઓ સાથે નબીરાઓએ આખો રોડ બનમાં લીઈને રોલો પાડ્યો હતો. બીજા વીડિયોમાં દેખાય છે કે નબીરાએ 190ની સ્પીડે કાર હંકારી હતી. જોકે, આ વીડિયો વાયરલ થતાં જ ગાંધીનગર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને આ તમામ નબીરાઓને શોધવાનું શરૂ કર્યું છે. પોલીસે અત્યારે ચાર યુવાનોને પકડ્યા છે.

Advertisment

ગિફ્ટ સિટી રોડ પર નબિરાઓએ મોંઘીદાટ કાર સાથે રોલો પાડ્યો

તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે ગાંધીનગરના ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના આઈકોનિક રોડ ઉપર ફોર્ચ્યુનર, સ્કોર્પીઓ જેવી 10થી વધુ લક્ઝરીયસ કારોનો કાફલો હતો. વીડિયો જોતા લાગે કે જાણે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોય. ફિલ્મી સ્ટાઈલમાં આ તમામ નબીરાઓનો કાફલો રોડ ઉપર નીકળ્યો હતો. ડિપર લાઇસ્ટ ઓવર સ્પીડ સાથે નબીરાઓના કાફલાએ ગિફ્ટ સિટી રોડ બાનમાં લીધો હતો.

190ની સ્પીડે કાર ચલાવતો વીડિયો પણ વાયરલ

સોશિયલ મીડિયા ઉપર બીજો પણ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કારની અંદરનો છે. અને ગિફ્ટ સિટી રોડ ઉપર આ કાર 190ની સ્પીડે ચાલી રહી છે. આટલી ઝડપથી ચાલતી કારની રિલ્સ બનાવી હતી. વીડિયોમાં સ્પીડ મીટર પરનો કાંટો 190 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ દર્શાવે છે.

Advertisment

રેસર્સ માટે ગિફ્ટ સિટી રોડ નવું સરનામું?

કાર રેસર્સ માટે ગિફ્ટ સિટી નવું સરનામું બની ગયું હોય એમ આખો રોડ બાનમાં લઈને નબિરાઓએ રિલ્સ બનાવી હતી.કાર રેસર્સ અને બાઈકર્સ પહેલા અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર રેસિંગ કે સ્ટંટ બાજી કરતા હતા જોકે, હવે આવા નબિરાઓ માટે ગફ્ટ સિટી રોડ નવું સરનામું બન્યું હોય એમ છાસવારે આવી ઘટનાઓ બનતી હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

વીડિયો વાયરલ થતાં ગાંધીનગર પોલીસ એક્શનમાં

ગાંધીનગરના ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના આઈકોનિક રોડ ઉપર કારના કાફલાઓ સાથે સ્ટંટ બાજી અને રોલાબાજી કરતા નબીરાઓના વીડિયો વાયરલ થતાં ગાંધીનગર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગર પોલીસની એક ટીમ આ નબીરાઓને શોધવામાં લાગી ગઈ છે. પોલીસે અત્યારે 4 યુવકોને પકડ્યા હોવાની માહિતી મળી રહી છે.

ગાંધીનગર વાયરલ વીડિયો ગુજરાત