Gandhinagar Lok Sabha Result : ગાંધીનગર લોકસભા બેઠક પર ફરી એકવાર ભાજપનો દબદબો કાયમ રહ્યો છે. ગાંધીનગર બેઠક પર અમિત શાહનો 7,44,716 વોટથી વિજય થયો છે. અમિત શાહને 10,10,972 મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 2,66,256 વોટ મળ્યા છે. ગાંધીનગર બેઠક પર છેલ્લા સાડા ત્રણ દાયકાથી ભાજપનો દબદબો છે. ભાજપ અહીં 1989 થી જીત મેળવી રહ્યું છે.
ગાંધીનગર લોકસભા સીટ પર 59.80 ટકા મતદાન
ગાંધીનગર લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. ગાંધીનગરમાં કુલ 59.80 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો ગાંધીનગર નોર્થમાં 57.44 ટકા, ઘાટલોડિયમાં 61.67 ટકા, કલોલમાં 65.22 ટકા, નારણપુરામાં 55.67 ટકા, સાબરમતીમાં 56.79 ટકા, સાણંદમાં 64.88 ટકા અને વેજલપુરમાં 56.88 ટકા મતદાન નોંધાયું હતું.
ગાંધીનગર લોકસભા ચૂંટણી પરિણામ 2024: અમિત શાહ જીત તરફ
ઉમેદવાર પક્ષ મળેલ મત હાર જીત અમિત શાહ ભાજપ 10,10,972 જીત સોનલ પટેલ કોંગ્રેસ 2,66,256 હાર
2019માં શું હતું પરિણામ
2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર અમિત શાહનો કોંગ્રેસના સીજે ચાવડા સામે 557,014 મતોથી વિજય થયો હતો. અમિત શાહને 69.67 ટકા અને સીજે ચાવડાને 26.29 ટકા વોટ મળ્યા હતા.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 પરિણામ, સુરેન્દ્રનગરમાં ભાજપ કરશે જીતની હેટ્રિક કે કોંગ્રેસ મારશે બાજી
લોકસભા ચૂંટણી ગાંધીનગર બેઠક પર ચૂંટાયેલા સાંસદ
- 1967 – સોમચંદભાઈ સોલંકી (કોંગ્રેસ)
- 1971 – સોમચંદભાઈ સોલંકી (કોંગ્રેસ)
- 1977 – પુરુષોત્તમ માવલંકર (જનતા પાર્ટી)
- 1980 – અમૃત પટેલ (કોંગ્રેસ)
- 1984 – જીઆઈ પટેલ (કોંગ્રેસ)
- 1989 – શંકરસિંહ વાઘેલા (ભાજપ)
- 1991 – લાલકૃષ્ણ અડવાણી (ભાજપ)
- 1996 – અટલ બિહારી વાજપેયી (ભાજપ)
- 1996 – વિજય પટેલ (ભાજપ, પેટા ચૂંટણી)
- 1998 – લાલકૃષ્ણ અડવાણી (ભાજપ)
- 1999 – લાલકૃષ્ણ અડવાણી (ભાજપ)
- 2004 – લાલકૃષ્ણ અડવાણી (ભાજપ)
- 2009 – લાલકૃષ્ણ અડવાણી (ભાજપ)
- 2014 – લાલકૃષ્ણ અડવાણી (ભાજપ)
- 2019 – અમિત શાહ (ભાજપ)
- 2024 – અમિત શાહ (ભાજપ)
ગાંધીનગર લોકસભા બેઠક 14 ઉમેદવારો
ક્રમ ઉમેદવાર પાર્ટી 1 અમિત શાહ ભાજપા 2 મોહમ્મદનીશ દેસાઈ બસપા 3 સોનલ પટેલ કોંગ્રેસ 4 જિતેન્દ્રસિંહ ઠાકોર ઇન્સાનિયત પાર્ટી 5 સુમિત્રા મૌર્ય પ્રજાતંત્ર આધાર પાર્ટી 6 રાહુલ મહેતા રાઈટ ટુ રિકોલ પાર્ટી 7 અલિભાઈ ઉમાદિયા અપક્ષ 8 નવસાદલમ મલેક અપક્ષ 9 ઈમ્તિયાજખાન પઠાણ અપક્ષ 10 રાજીવભાઈ પરિખ અપક્ષ 11 ભગવાન બહાદુર શાહ ગુલ મોહમ્મદ અપક્ષ 12 મન્સુરી સુહાના અપક્ષ 13 મકબુલ મલેક અપક્ષ 14 શાહનવાઝખાન પઠાણ અપક્ષ