/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Income-Tax-Department-raid.jpg)
ગાંધીનગર પીએસવાય ગ્રુપપર ઈન્કમ ટેક્સ વિભાગ દરોડો (પ્રતિકાત્મક તસવીર)
ગાંધીનગર Psy ગ્રુપ આઈટી રેડ : ગાંધીનગરમાં ઈન્કમ ટેક્સનો મોટો દરોડો પાડવામાં આવ્યો છે. ઇન્કમ ટેક્સ વિભાગે ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપની Psy ગ્રુપ ઉપર દરોડા પાડ્યા છે. પીએસવાય કંપનીના ભાગીદારોના ઘર, ઓફિસ સહિતની 27 જગ્યાઓ પર ઈન્કમ ટેક્સ વિભાગની અલગ અલગ ટીમો ત્રાટકી છે. મોટી માત્રામાં બેનામી સંપત્તિ મળવાની સંભાવના છે.
ગાંધીનગર Psy ગ્રુપ પર ઈન્કમ ટેક્સનો દરોડો
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં Psy કંપનીના ભાગીદારો બંકીમ જોશી અને નિલય દેસાઇ અને વિક્રાંત પુરોહિત સહિતના ભાગીદારોના ઘર સહિત ઓફિસો પર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હોવાની માહિતી મળી રહી છે. ગાંધીનગર સેક્ટર 8,21 સહિતના વિસ્તારોમાં આઇટી વિભાગના 100થી વધારે અધિકારીઓ તપાસમાં જોડાયા છે. એક સાથે 27 જગ્યાએ આઇટી વિભાગ ત્રાટકતા ફફડાટ ફેલાયો હતો.
બિહારના પટનામાં પણ 10 સ્થળો પર આઈટીના દરોડા
ઉલ્લેખનીય છે કે, બિહારની રાજધાની પટનામાં આવકવેરાની ટીમે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગની ટીમે એક સાથે ઉર્મિલા ઈન્ફોટેકના 10 સ્થળો પર દરોડા પાડ્યા છે. ઉર્મિલા ઇન્ફોટેક બેલ્ટ્રાન દ્વારા બિહાર સરકારના વિવિધ વિભાગોને ડેટા એન્ટ્રી ઓપરેટરો અને અન્ય કર્મચારીઓ પ્રદાન કરે છે. આ આવકવેરાના દરોડાની વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
ઈન્કમટેક્સ ટીમ પટનામાં ઉર્મિલા ઈન્ફોટેકના માલિક અવિનાશ કુમાર સિંહના પરિસરમાં પહોંચી અને સુરક્ષા કર્મચારીઓએ બે પરિસરને કોર્ડન કરી લીધા. એક ટીમ અવિનાશ કુમાર સિંહના ખાજપુરા સ્થિત આવાસ પર પહોંચી જ્યારે બીજી ટીમ પાટલીપુત્ર કોલોની સ્થિત ટેક્નોલોજી પાર્કમાં તેમની ઓફિસે પહોંચી અને બંને જગ્યાએ વારાફરતી દરોડા પાડવાનું શરૂ કર્યું. માહિતી અનુસાર, આ કંપનીના દિલ્હીમાં અન્ય બે સ્થળો પણ છે.
કરોડોની કરચોરી પર આવકવેરાના દરોડા
અત્યાર સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, આ આવકવેરાની કાર્યવાહી કરોડોની કરચોરીને લઈને કરવામાં આવી છે. કાળા નાણાના રોકાણ સહિત ઘણા મોટા રાજકારણીઓના સંપર્કોની તપાસ કરવામાં આવી રહી છે. પૂર્વ વરિષ્ઠ IAS અધિકારીનો પુત્ર પણ પેઢીમાં બિઝનેસ પાર્ટનર છે.
આ પણ વાંચો - જામનગર બોરવેલ રેસક્યુ ઓપરેશન સફળ : 2 વર્ષના બાળકનો જીવ બચ્યો, 9 કલાક મોત સામે આપી લડત
બિહારમાં તપાસ એજન્સીઓ દ્વારા આવી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, બિહારમાં છેલ્લા બે દિવસથી તપાસ એજન્સીઓની આવી હરકતો સતત સામે આવી રહી છે. મંગળવારે, ED એ JDU નેતા રાધા ચરણ સેઠ દ્વારા હસ્તગત કરવામાં આવેલી રૂ. 26.19 કરોડની બે સ્થાવર મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી હતી. મેસર્સ બ્રોડસન કોમોડિટીઝ પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us