/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Godhra-Riots.jpg)
Godhra Riots 2002: ગોધરામાં 27 ફેબ્રુઆરી 2002માં સાબરમતી ટ્રેનના ડબ્બાને આગ ચાંપી દેવામાં આવી હતી. (Express Archive Photo)
Godhra Riots Witnesses Security Withdrawn: ગુજરાતના ગોધરા કાંડ સંબંધિત એક મોટા સમાચાર આવ્યા છે. વર્ષ 2002ના ગોધરા રમખાણના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી દેવામાં આવી છે, તેમની સુરક્ષા માટે CISFના 150 સૈનિકો તૈનાત હતા.
મીડિયા રિપોર્ટ મુજબ ગૃહ મંત્રાલયે SITની ભલામણ રિપોર્ટના આધારે ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટવવાનો નિર્ણય લીધો છે. ગોધરા કાંડ પર બનેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ 10 નવેમ્બર 2023ના રોજ આ સાક્ષીઓની સુરક્ષા હટાવવા પોતાની રિપોર્ટ આપી હતી.
ગોધરા કાંડના ક્યા 14 સાક્ષીઓની સુરક્ષા હટી
- હબીબ રસૂબ સયૈદ
- અમીનાબેન હબીબ રસૂલ સૈયદ
- અકીલાબેન યાસીનમિન
- સૈયદ યુસુફ ભાઇ
- અબ્દૂલભાઇ મરિયમ અપ્પા
- યાકુબ ભાઇ નૂરાન નિશાર
- રજતભાઇ અખ્તર હૂસૈન
- નજીમભાઇ સત્તાર ભાઇ
- માજીદભાઇ શેખ યાનુશ મહમ્મદ
- હાજી મયુદ્દીન
- સમસુદ્દીન ફરીદાબાનુ
- મદીનાબીબી મુસ્તફા
- ભાઇલાલભાઇ ચંદુભાઇ રાઠવા
Godhra Riots 2002 : ગોધરા કાંડ ક્યારે થયો હતો?
ગોધરા કાંડે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધો હતો. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરામાં અયોધ્યાથી પરત આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક કોચને આગ ચાંપી દેવામાં આવી હતી. તેમા અયોધ્યાથી પરત આવેલા કાર સેવકો સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના જે ડબ્બામાં બેઠા હતા તેને આગ ચાંપવામાં આવી હતી. આ ઘટનામાં 59 લોકોના મોત થયા હતા, જેમા 27 મહિલા અને 10 બાળકો પણ સામેલ હતા. ઉપરાંત સાબરમતી ટ્રેનમાં સવાર અન્ય 48 મુસાફરોને પણ ઈજાઓ પહોંચી હતી. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવતા સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા, પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા કેન્દ્ર સરકાર રાજ્યમાં સેના મોકલી પડી હતી.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ કેસની તપાસ માટે તપાસ પંચની રચના કરી હતી. આ તપાસ પંચમાં ન્યાયાધીશ જી ટી નાણાવટી અને કે જી શાહનો સમાવેશ થાય છે. તપાસ પંચે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે માર્યા ગયેલા 59 લોકોમાંથી મોટા ભાગના કારસેવકો હતા જે ઉત્તર પ્રદેશના અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા.
સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ઉત્તરપ્રદેશના મુજફ્ફરપુરથી ઉપડી હતી અને ગુજરાત અમદાવાદ જઈ રહી હતી. પૂર્ણાહૂતિ મહાયજ્ઞમાં ભાગ લેવા માટે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના આહવાન પર ઓછામાં ઓછા 2000 કારસેવક અયોધ્યાથી ટ્રેનમાં સવાર થયા હતા. આ યજ્ઞ રામ મંદિર નિર્માણ કાર્યક્રમનો એક ભાગ હતો.
ગોધરામાં સાબરમતી ટ્રેન સળગાવવાની ઘટનાના ગણતરીના કલાકોમાં જ સમગ્ર ગુજરાતમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. ગુજરાતમાં 27 ફેબ્રુઆરીની સાંજે રમખાણો ફાટી નીકળ્યા હતા અને રાજ્યભરમાં 2 - 3 મહિના ગંભીર પરિસ્થિત રહી હતી. વર્ષ 2005માં કેન્દ્રએ રાજ્યસભામાં જાણકારી આપી હતી કે રમખાણોમાં 254 હિન્દુઓ અને 790 મુસ્લિમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કુલ 223 લોકો ગુમ થયાની જાણ થઈ હતી. હજારો લોકો બેઘર પણ થઈ ગયા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us