સુરત એરપોર્ટ પર મોટી સોનાની દાણચોરી : અધધધ... 25 કરોડથી વધુનું GOLD જપ્ત, એરપોર્ટ અધિકારી પણ સામેલ!

Gold smuggling at Surat airport : સુરત એરપોર્ટ પર અધિકારીની મિલીભગતથી 25 કરોડના સોનાની દાણચોરીનો પર્દાપાશ થયો છે. ડીઆરઆઈ (DRI) એ 48.20 કિલો સોનું જપ્ત કર્યું. ત્રણ પેસેન્જર સહિત એક અધિકારીની ધરપકડ.

Gold smuggling at Surat airport : સુરત એરપોર્ટ પર અધિકારીની મિલીભગતથી 25 કરોડના સોનાની દાણચોરીનો પર્દાપાશ થયો છે. ડીઆરઆઈ (DRI) એ 48.20 કિલો સોનું જપ્ત કર્યું. ત્રણ પેસેન્જર સહિત એક અધિકારીની ધરપકડ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gold smuggling at Surat airport

સુરત એરપોર્ટથી 25 કરોડના સોનાની દાણચોરી ઝડપાઈ

Gold smuggling at Surat airport : સુરત એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ ઇન્ટેલિજન્સએ મોટી સોનાની દાણચોરી ઝડપી પાડી છે. DRI એ ચોક્કસ ઇન્ટેલિજન્સ ઇનપુટ પર કાર્યવાહી કરીને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રણ મુસાફરોને અટકાવતી વખતે 48.20 કિલો સોનાની પેસ્ટ જપ્ત કરી હતી. ડીઆરઆઈએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરના સમયમાં કોઈપણ એરપોર્ટ પર સોનાની આ સૌથી મોટી જપ્તી છે. મુસાફરો શારજાહથી આવ્યા હતા.

Advertisment

નિવેદન અનુસાર, જપ્તી શુક્રવારે થઈ હતી. “ચોક્કસ બાતમીના આધારે, DRI અધિકારીઓએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નંબર IX172 દ્વારા શારજાહથી આવતા ત્રણ મુસાફરોને અટકાવ્યા હતા, જેમના પર ભારતમાં દાણચોરી કરવા માટે પેસ્ટ સ્વરૂપમાં સોનું લઇ જતા હોવાની શંકા હતી.

નિવેદનમાં જણાવાયું હતું કે, તેમના હાથના સામાન અને ચેક-ઇન સામાનની તપાસ કરવામાં આવી હતી, જેમાં પાંચ બ્લેક બેલ્ટમાં છૂપાયેલા 20 સફેદ રંગના પેકેટમાં પેસ્ટના રૂપમાં છુપાયેલું 43.5 કિલો સોનું મળી આવ્યું હતું."

“મુસાફરોની પૂછપરછમાં ખુલાસો થયો કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તૈનાત અધિકારીઓની મદદથી ભારતમાં દાણચોરી કરવા માટે સોનું છુપાવવામાં આવ્યું હતું. અધિકારીઓ દ્વારા સ્ક્રિનિંગ અને તપાસથી બચવા માટે ઇમિગ્રેશન પહેલાં શૌચાલયમાં સોનાની અદલાબદલી કરવાની યોજના બનાવવામાં આવી હતી. ત્યારપછીની કાર્યવાહીના પરિણામે પેસ્ટના રૂપમાં 4.67 કિલો સોનું વધુ પુનઃપ્રાપ્ત થયું, જે ઈમિગ્રેશન ચેકપોસ્ટ પાસે પુરુષોના વૉશરૂમમાં છુપાવવામાં આવ્યું હતું, જેને CISF દ્વારા DRIને સોંપવામાં આવ્યું હતું. મુસાફરો પાસેથી મળી કુલ 48.20 કિલો સોનાની પેસ્ટ કાઢવામાં મળી આવી છે. નિવેદન અનુસાર, અંદાજે રૂ. 25.26 કરોડની કિંમતનું 42 કિલોથી વધુ સોનું (99 ટકા શુદ્ધતા) રિકવર કરવામાં આવ્યું હતું.

Advertisment

આ પણ વાંચો - Gujarat Weather : આજે મેધરાજા ક્યાં સૌથી વધારે તાંડવ મચાવશે? રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડી ગયો, જાણો બધુ જ

નિવેદનમાં જણાવાયું છે કે, "કસ્ટમ એક્ટ, 1962 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને એક અધિકારી સાથે ત્રણ મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે" નિવેદનમાં એ પણ જણાવાયું છે કે, “અત્યાર સુધીની તપાસ પરથી એવું જણાય છે કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સંગઠિત દાણચોરીનું રેકેટ ચાલી રહ્યું છે. સમગ્ર સિન્ડિકેટનો પર્દાફાશ કરવા માટે એરપોર્ટના અધિકારીઓ સહિત અન્ય વ્યક્તિઓની સંડોવણીની ખાતરી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.”

ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ Surat