Gondal Building Collapse: ગોંડલમાં મકાન ધરાશાયી, 1 મહિલાનું મોત, બચાવ કામગીરી ચાલુ

Building Collapses in Gondal: ગોંડલમાં એક મકાન ધરાશાયી થતા 3 વ્યક્તિ કાટમાળ નીચે દટાયા હતા. જો કે કમનસીબે આ ઘટનામાં 1 મહિલાનું મોત થયું છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

Building Collapses in Gondal: ગોંડલમાં એક મકાન ધરાશાયી થતા 3 વ્યક્તિ કાટમાળ નીચે દટાયા હતા. જો કે કમનસીબે આ ઘટનામાં 1 મહિલાનું મોત થયું છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gondal Building Collapses

Gondal Building Collapses: ગોંડલમાં એક મકાન ધરાશાયી થતા 3 વ્યક્તિ કાટમાળ નીચે દટાયા છે.

Gondal Building Collapses: ગોંડલમાં એક મકાન ધરાશાયી થયું છે. આજે વહેલી સવારે 7 વાગેની આસપાસ ગોંડલમાં બે માળનું મકાન રિનોવેશન દરમિયાન ધરાશાયી થતા લગભગ 3 વ્યક્તિઓ દટાયા હતા. મકાન ધરાશાયી થવાની ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.જો કે કમનસીબે મકાનના કાટમાળ નીચે દટાઇ જવાથી 1 મહિનાનું મોત થયું છે.

Advertisment
https://twitter.com/ians_india/status/1892433807623471377

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલમાં આજે સવારે 7 વાગેની આસપાસ સહજાનંદ નગરમાં બે માળનું મકાન રિનોવેશન દરમિયાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતા 3 વ્યક્તિઓ કાટમાળ નીચે દટાયા હતા, જેમા 1 પુરુષ અને 2 મહિલા હોવાનું કહેવાય છે. જો કે કમનસીબે 40 વર્ષની એક મહિલાનું કાટમાળ નીચે દબાઇ જવાથી મોત થયું છે. અન્ય બે વ્યક્તિને બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા છે.

ગોંડલમાં મકાન ધરાશાયી થવાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ફાયરબ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ કરી દીધું હતું. મકાન ધરાશાયી થવાના સમાચાર ફેલાતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ અકસ્માત ગુજરાત