Gondal Crime News : ગોંડલથી એક ચોંકાવનારો ક્રાઈમ કિસ્સો સામે આવ્યો છે. એક વર્ષ પહેલા એક યુવતી સાથે જાતીય સતામણી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કિસ્સામાં એક વર્ષ બાદ યુવતીના પિતાએ આરોપીમાંથી એક યુવકને ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે પિતાની કરી ધરપકડ
પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિત એક યુવતી પર કથિત રીતે જાતીય સતામણી થયાના લગભગ એક વર્ષ બાદ ગોંડલ શહેરમાં રવિવારે વહેલી પરોઢે એક યુવકની તેના પિતાએ છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. થોડા કલાકો પછી, પોલીસે બાળકીના પિતા વિરુદ્ધ કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી છે.
કેવી રીતે કરી હત્યા?
ગોંડલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, વિજય બટાલા નામના યુવકની રવિવારે સવારે લગભગ 2 વાગ્યે એક વ્યક્તિએ કથિત રીતે છરી મારી હત્યા કરી દીધી હતી. આ ઘટના ગોંડલ શહેરના ચાર દુકણ નજીક બની હતી, જ્યારે બટાલા તેના મિત્ર દીપ માલવીયાની બાઈક પર પાછળની સીટ પર બેસી ઘરે જઈ રહ્યો હતો.
એફઆઈઆર મુજબ, છોકરીના પિતા, જે ઓટોરિક્ષા ડ્રાઈવર છે, તેણે બટાલાનું નામ લઈ બુમ પાડી અને બંને મિત્રો બાઈક લઈ રોકાઈ ગયા. ત્યારબાદ ઓટો-રિક્ષા ચાલકે કથિત રીતે બટાલાની છાતીમાં છરો મારી દીધો હતો અને પછી તેની રિક્ષા પાછળ છોડીને સ્થળ પરથી ભાગી ગયો હતો.
ઘાયલ બટાલા નામના યુવકને પહેલા ખાનગી હોસ્પિટલમાં અને પછી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બટાલાના પિતાની ફરિયાદના આધારે પોલીસે ઓટો-રિક્ષા ચાલક સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને થોડા કલાકો પછી તેની ધરપકડ કરી હતી.
શું હતી બબાલ?
પોલીસે જણાવ્યું હતું કે, ઓટોરિક્ષાના ડ્રાઈવરે લગભગ એક વર્ષ પહેલા બટાલા અને બટાલાના મિત્રો આકાશ, ગોવિંદ, હિતો અને અન્ય લોકો સામે તેની પુત્રીનું જાતીય શોષણ કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો – ગુજરાત : BSF નો પ્યૂન પાકિસ્તાન માટે કરતો હતો જાસુસી, કેવી રીતે ઝડપાયો? ગુજરાત ATSએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા
ધરપકડ બાદ પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઓટોરિક્ષા ચાલકે પોલીસને જણાવ્યું હતું કે, બટાલા સાથે તેની અવારનવાર માથાકૂટો થતી હતી. જો કે, રવિવારે નોંધાવવામાં આવેલી તેમની ફરિયાદમાં, બટાલાના પિતાએ દાવો કર્યો હતો કે, ઓટોરિક્ષા ચાલકે તેમના પુત્ર અને અન્ય લોકો સામે જાતીય સતામણીની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી.