Gopal Italia political journey : જેમ જેમ ગુજરાતમાં ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ આરોપ-પ્રત્યારોપના તાપમાનનો પારો ઊંચો થઈ રહ્યો છે, અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની મુશ્કેલીઓ પણ વધી રહી છે.
ગુજરાત આપ (Gujarat AAP) નેતાગોપાલ ઇટાલિયા (Gopal Italia) ના બે જૂના વીડિયો એક પછી એક તાજેતરના દિવસોમાં વાયરલ (Viral Video) થઈ રહ્યા છે, જેમાં એક વીડિયોમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને “નીચ” કહી અપમાન કરી રહ્યા છે અને ભાજપ સરકાર (BJP Goverment) માટે કટ્ટર શબ્દનો ઉપયોગ કરે છે, તો બીજો વીડિયો જેમાં તે મહિલાઓને સલાહ આપતા કહે છે કે, “મંદિર અને કથાઓ ( ધાર્મિક પ્રવચનો) શોષણના કેન્દ્રો છે” જ્યાં તેમને કંઈ પણ પ્રાપ્ત થશે નહીં, અને માતાઓ અને પુત્રીઓને સલાહ આપે છે કે જો તેઓ વિકાસ અને સન્માન મેળવવા માંગતા હોય તો મંદિરોમાં જવાનું ટાળો અને આ પુસ્તક વાંચો.
AAP માટે આ સમય સારો ન કહી શકાય, કારણ કે તાજેતરમાં જ હિંદુ દેવી-દેવતાઓ પર કથિત રીતે કરેલી ટિપ્પણી પર ભાજપના આક્રમણ બાદ દિલ્હીમાં એક મંત્રીને હટાવ્યા હતા. અને ત્યારબાદ, AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે તેમની લડાઈની તુલના ભગવાન કૃષ્ણ અને કંસના વંસજો સામેની લડાઈ સાથે કરવી પડી હતી, તેમણે વિરોધી પાર્ટીને કંશના વંસજ કહ્યા છે.
જો કે, હાલ તો AAP ઇટાલિયાની સાથે જ છે, કારણ કે તે એક ફાયરબ્રાન્ડ અને યુવા 33 વર્ષીય નેતા છે, ઈટાલિયા રાજકીય રીતે નોંધપાત્ર પાટીદાર સમુદાય સાથે જોડાયેલા છે, તે પાટીદાર અનામત આંદોલન સમયે એક ધારદાર નેતા તરીકે ઉભરી આવ્યા, અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આપ પાર્ટી માટે કામ કરી પોતાને યોગ્ય સાબિત કર્યા છે.
જોકે વિવાદ અને ઇટાલિયા વચ્ચે જુનો સંબંધ. જાન્યુઆરી 2017માં, નવી ચૂંટાયેલી ભાજપ સરકાર આવી ત્યારબાદ પાટીદાર અનામત આંદોલન સમયે ગોપાલ ઈટાલિયાની એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી, તે સમયે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં ગોપાલ ઈટાલિયા કોન્ટ્રાક્ટ પર રેવન્યુ ક્લાર્ક તરીકે કામ કરતા હતા, અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને હું કોન્સેટેબલ બોલુ તેમ કહી ફોન કરી ફરિયાદ કરી હતી કે, દારૂ પ્રતિબંધ નીતિમાં થયેલા ફેરફારો પૂરતા નથી. ખોટી રીતે કોન્સ્ટેબલ હોવાનો ઢોંગનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેની નોકરી ગુમાવવી પડી હતી. તે સમયે, તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે, તેણે “તણાવ” ના કારણે કોન્સ્ટેબલ હોવાનો દાવો કર્યો હતો.
આ પછી પણ તેણે રાજ્યમંત્રી (ગૃહ) પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતુ, જે તેને મોંઘુ પડ્યું અને તેને નોકરી ગુમાવી પડી હતી.
તમને જણાવી દઈએ કે, પાંચ ભાઈ-બહેનોમાં ચોથા, સિંગલ પેરેન્ટ દ્વારા ઉછરેલા, ગોપાલ ઇટાલિયાએ પોતાના મોટા ભાગના વર્ષો ટીંબી, ભાવનગરમાં તેમના દાદા-દાદીના ઘરે વિતાવ્યા હતા. તેઓ પોલિટીકલ સાયન્સ અને કાયદામાં સ્નાતક છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇટાલિયાની યાત્રા પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) થી શરૂ થઈ હતી, જે 2015 માં હાર્દિક પટેલ (જેઓ હાલ ભાજપમાં છે) દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે પાટીદારો માટે અનામતની માંગ સાથે શરૂ થયું હતુ. ઇટાલિયા, જે એક સારા વક્તા છે, તેણે ભાવનગર અને સુરતમાં PAAS વિશે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી, અને પાટીદાર નેતા તરીકે પોતાની આગવી છાપ છોડવામાં સફળ થયા.
સુરતના એક AAP નેતાનું કહેવું છે કે , “ગોપાલભાઈએ સરકારી નોકરી કરી છે અને કર્મચારીઓને તેમના અધિકારો માટે કેવી રીતે સંઘર્ષ કરવો પડે છે તે તેમણે જોયું છે. તેથીજ તેમણે ભાજપ વિરુદ્ધ કામ કરવાનું નક્કી કર્યું છે. તેમણે કોંગ્રેસમાં જોડાવાનું નકારી દીધુ કારણ કે તે ખુબજ જૂની પાર્ટી છે પરંતુ જેમાં કોઈ નવી વ્યૂહરચના નથી. તેમને AAP પાર્ટીમાં લાવનાર તેમના નજીકના મિત્ર યોગેશ જાદવાણી (આપના પ્રવક્તા) હતા.
નેતાએ તેમની લોકપ્રિયતાની સાબિત તરીકે સોશિયલ મીડિયા પર ઇટાલિયાના સૌથી વધુ ફોલોવર્સનો ઉલ્લેખ કર્યો છે.
કોવીડ સંક્રમણ જયારે જૂન 2020માં પીક પર હતો ત્યારે ઇટાલીયા ઝૂમ મીટીંગ દ્વારા AAPમાં જોડાયા હતા. આ ઝૂમ મિટિંગ માં AAP નેતા ગોપાલ રાય (પૂર્વ ઈન્ચાજે ઓફ ગુજરાત), તેમના મિત્ર યોગેશ જાદવાણી અને મનોજ સોરઠીયાએ પણ હાજરી આપી હતી. આ સમય દરમિયાન તેમને લગ્ન પણ કર્યા હતા.
લોકડાઉન હળવું થયું પછી ઇટાલિયા દિલ્હી ગયા અને કેજરીવાલને મળ્યા અને ગુજરાત AAPના ઉપ-પ્રમુખ અને બાદમાં ગુજરાત પ્રમુખ તરીકે નિયુક્ત થયા
ઇટાલિયાને ગયા વર્ષે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં AAPના પ્રભાવશાળી પ્રદર્શનનો શ્રેય આપવામાં આવ્યો હતો, જ્યાં તેણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારોમાં 120 માંથી 27 બેઠકો જીતી હતી. સુરત ઇટાલિયાનું હોમ ટાઉન છે, અહીં કોર્પોરેશનમાં મુખ્ય વિપક્ષ તરીકે પાર્ટી ઉભરી આવી હતી.
આ પણ વાંચો – આપ નેતા ગોપાલ ઈટાલીયાનો VIDEO વાયરલ, દેશના PM મોદી માટે અપશબ્દો કહ્યાનો ભાજપનો આક્ષેપ
વાયરલ વિડીયોના વિવાદ બાદ, ઇટાલિયાએ BJP પર આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે, બીજેપી પાર્ટી તેમને નિશાન બનાવી રહી છે કારણ કે તે પાટીદાર છે, અને “ભાજપ પાટીદારોને નફરત કરે છે”
રાષ્ટ્રીય મહિલા આયોગે વીડિયોની નોંધ લીધી અને તેના પર ઈટાલિયા પાસેથી જવાબની માંગણી પણ કરી છે.