GSEB 10th Result 2024: ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 પરિણામ 2024 જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 10નું પરિણામ 82.56 નોંધાયું છે, જે ગત વર્ષ 2023 ના પરિણામ 64.62 કરતા 17. કરતા વધુ છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે માર્ચ 2024 માં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 6,99,598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 5,77,556 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવામાં સફળ થયા છે.
ધોરણ 10 પરિણામ 2024 – કયા જિલ્લાનું સૌથી વધુ અને સૌથી ઓછુ પરિણામ
ધોરણ 10 પરિણામ 2024 જાહેર થઈ ગયું છે, જેમાં કયા જિલ્લાનું સૌથી વધુ પરિણામ અને કયા જિલ્લામાં સૌથી ઓછુ પરિણામ આવ્યું તેની વાત કરીએ તો, ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ 87.22 ટકા પરિણામ નોંધાયું છે, જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર 74.57 ટકા નોંધાયો છે.
ધોરણ 10 પરિણામ 2024 – જિલ્લા મુજબ
ક્રમ જિલ્લો ટકા પ્રમાણે 1 અમદાવાદ શહેર 78.20% 2 અમદાવાદ ગ્રામ્ય 81.74% 3 અમરેલી 78.31% 4 આણંદ 74.63% 5 અરવલ્લી 85.72% 6 બનાસકાંઠા 86.23% 7 ભરૂચ 81.12% 8 ભાવનગર 84.61% 9 બોટાદ 85.88% 10 છોટા ઉદેપુર 84.57% 11 દાહોદ 81.67% 12 ડાંગ 85.85% 13 દેવભૂમિ દ્વારકા 79.90% 14 ગાંધીનગર 87.22% 15 ગીર સોમનાથ 79.20% 16 જામનગર 82.31% 17 જુનાગઢ 78.26% 18 ખેડા 78.29% 19 કચ્છ 85.31% 20 મહિસાગર 81.25% 21 મહેસાણા 86.03% 22 મોરબી 85.60% 23 નર્મદા 86.54% 24 નવસારી 82.95% 25 પંચમહાલ 81.75% 26 પાટણ 83.00% 27 પોરબંદર 74.57% 28 રાજકોટ 85.23% 29 સાબરકાંઠા 80.67% 30 સુરત 86.75% 31 સુરેન્દ્રનગર 83.83% 32 તાપી 81.35% 33 વડોદરા 77.20% 34 વલસાડ 83.16% 35 દાદરા નગર હવેલી 84.50% 36 દમણ 88.05% 37 દીવ 98.27%
ધોરણ 10 પરિણામ 2024 – કેન્દ્ર મુજબ
ધોરણ 10 ના કેન્દ્ર પ્રમાણે પરિણામની વાત કરીએ તો, આ વર્ષે સૌથી પરિણામ ધરાવતા કેન્દ્રોમાં બે કેન્દ્રોના નામનો સામાવેશ થાય છે, જેમાં દાલોદ (જિ. અમદાવાદ ગ્રામ્ય) 100 ટકા અને તલગાજરડા (જિ. ભાવનગર) 100 ટકા નોંધાયું છે, જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર તડ (જિ. ભાવનગર) નોંધાયો છે.
કેટલી શાળાનું પરિણામ 100 ટકા નોંધાયું?
ઉલ્લેખનીય છે કે, ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 પરિણામ 2024 માં આ વર્ષે 100 ટકા પરિણામ ધરીવતી શાળા ની સંખ્યા 1389 નોંધાઈ છે, તો 30 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળા સંખ્યા 264 નોંધાઈ છે, જ્યારે 00 ટકા પરિણામ ધરાવતી 70 શાળાઓ નોંધાઈ છે.
ધોરણ 10 પરિણામ 2024 – ગેરરીતિના કેસ કેટલા નોંધાયા?
તમને જણાવી દઈએ કે, આ વર્ષે નિયમિત કુમાર વિદ્યાર્થીઓનું પરિણામ 79.12% નોંધાયું છે, જ્યારે નિયમિત કન્યા વિદ્યાર્થીઓનું પરિણામ 86.69% નોંધાયું છે. આ વર્ષે પણ કન્યાઓએ વધારે બાજી મારી છે. જો ગેરરિતીના કેસની વાત કરીએ તો આ વર્ષે 138 કેસ નોંધાયા છે, જ્યારે સીસીટીવીના આધારે ગેરરિતીના કેસ 400 નોંધાયા છે, જેની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પરિણામ અનામત રાખવામાં આવ્યા છે.