GSEB ધોરણ 12 સાયન્સ પરિણામ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ બોર્ડ (GSEB) એ આજે HSC સાયન્સ અને ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2023 ના પરિણામો જાહેર કર્યા છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ – gseb.org પર પરિણામ જોઈ શકે છે. પાસની ટકાવારી ગત વર્ષની 72.02 ટકા સામે ઘટીને 65.58 ટકા થઈ છે. ગ્રુપ Aના કુલ 488 વિદ્યાર્થીઓ અને ગ્રુપ Bના 781 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઈલથી વધુ ગુણ મેળવ્યા છે. સૌથી ઊંચુ પરિણામ હળવદ કેન્દ્રનું 90.41 ટકા તો સૌથી નીચુ પરિણામ લીમખેડા કેન્દ્રનું 22 ટકા આવ્યું છે.
સૌથી ઊંચુ પરિણામ હળવદ કેન્દ્રનું – 90.41%
સૌથી નીચુ પરિણામ લીમખેડા કેન્દ્રનું – 22.00%
સૌથી વધારે પરિણામ મેળવનાર જિલ્લો મોરબી – 83.22%
સૌથી ઓછુ પરિણામ મેળવનાર જિલ્લો દાહોદ – 29.44%
કુલ પરિક્ષા આપનાર વિદ્યાર્થી – 1,10,042
કુલ 140 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી
100% પિરણામ ધરાવતી શાળાઓની સંખ્યા – 27
10% કે તેથી ઓછુ પિરણામ ધરાવતી શાળાઓની સખ્યા – 76
A1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની સંખ્યા – 61
ધોરણ 12 સાયન્સ પરિણામને લગતી તમામ વિગત
A2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાનેપાત્ર ઉમેદવારોની સખ્યા – 1,523
અંગ્રેજી માƚયમના ઉમેદવારોની પિરણામની ટકાવારી – 67.18%
ગજરાતી માƚયમના ઉમદવારોની પિરણામની ટકાવારી – 65.32%
ગુજરાતમાં ગેરરીતિના કેસની સંખ્યા – 35
ગુજકેટ 3 એપ્રિલના રોજ રાજ્યભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી એક જ શિફ્ટમાં લેવામાં આવી હતી. ગુજકેટમાં 1.26 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
GSEB 12મું વિજ્ઞાન અને GUJCET પરિણામ 2023: ક્યારે અને ક્યાં તપાસવું
GSEB HSC વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર, રજીસ્ટ્રેશન નંબર અને ઈમેલ આઈડી દાખલ કરીને સત્તાવાર વેબસાઈટ – gseb.org પર પરિણામ જોઈ શકે છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ Whatsapp દ્વારા પણ જોઈ શકશે. પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ તેમનો સીટ નંબર 6357300971 પર મોકલવાનો રહેશે.
આ વર્ષે, એચએસસીની પરીક્ષા 14 થી 25 માર્ચની વચ્ચે લેવામાં આવી હતી, જેમાં 5.91 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. વિજ્ઞાન પ્રવાહમાં આશરે 1,10,229 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 54,409 મહિલા ઉમેદવારો છે જ્યારે 72,196 પુરૂષ વિદ્યાર્થીઓ છે.
2022 માં, HSC સાયન્સની પરીક્ષા 28 માર્ચે શરૂ થઈ હતી અને 8 એપ્રિલના રોજ સમાપ્ત થઈ હતી અને પરિણામ 12 મેના રોજ સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું. 2022માં ગુજકેટની પરીક્ષા 18મી એપ્રિલે લેવામાં આવી હતી અને પરિણામ 12મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.
2021 માં, ધોરણ 12 ની પરીક્ષાઓ, જે 1 જુલાઈથી 16 જુલાઈ દરમિયાન યોજાવાની હતી, તે કોવિડ -19 ને કારણે રદ કરવામાં આવી હતી. પરિણામ પાછળથી જાહેર કરવામાં આવ્યું હતું અને તે 50:25:25 ના ગુણોત્તરમાં ધોરણ 10, 11 અને 12 માર્કસ પર આધારિત હતું.