GSEB Gujarat Board 12th Result 2023 update : 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2023 (HSC Result 2023) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યું પરિણામ 2023 73.27 નોંધાયું છે. સોથી વધુ પરિણામ કચ્છ જિલ્લાનું 84.59 ટકા નોંધાયું છે, જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર વાંગધ્રા 95.85 ટકા નોંધાયું છે. તમને જણાવી દઈએ કે, 2022માં 86.91 ટકા પરિણામ નોંધાયું હતું, એટલે કે, ગત વર્ષ કરતા આ વર્ષે 13.64 ટકા ઓછુ પરિણામ નોંધાયું છે.
કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી કેટલા ઉત્તિર્ણ થયા
ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 442 કેન્દ્રો પર લેવામાં આવી હતી. વર્ષ 2023ની પરીક્ષા માટે 4,79,298 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 4,77,392 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 3,49,792 ઉત્તિર્ણ થયા છે. એટલે કે ગુજરાત રાજ્યમાં 73.27 % પરિણામ નોંધાયું છે. તમને જણાવી દઈએ કે, 2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 ટકા નોંધાયું હતું. આ સિવાય 2023માં પુનરાવર્તીત પરીક્ષા આપનારા 29,974 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 28,321 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 11,205 ઉમેદવારો પાસ થયા છે, એટલે કે, પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 39.56 ટકા નોંધાયું છે.
સૌથી વધુ અને સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો
ધોરણ 12 સામાન્ય પ્રવાહ 2023ના પરિણામમાં કચ્છ જિલ્લો 84.59 ટકા પરિણામ સાથે સૌથી પરિણામ ધરવતો જિલ્લો નોંધાયો છે, જ્યારે દાહોદ જિલ્લો 54.67 ટકા સાથે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, 2022ના પરિણાણમાં ડાંગ જિલ્લાનું સૌથી વધુ 95.41 ટકા પરિણામ નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછુ વડોદરા 76.49 ટકા પરિણામ નોંધાયું હતું.
સૌથી વધુ અને સૌથી ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામમાં સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો, વાંગધ્રા 95.85 ટકા સાથે સોથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર નોંધાયું છે, જ્યારે દેવગઢબારિયા 36.28 ટકા સાથે સૌથી ઓછુ પરિણામ નોંધાવતું કેન્દ્ર નોંધાયું છે. તમને જણાવી દઈએ કે, 2022માં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સુબીર, છાપી, અલારસા 100.00 ટકા નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછુ ડભોઈ 56.43 ટકા નોંધાયું હતું.
ગુજરાતના તમામ જિલ્લાઓનું કેટલા ટકા પરિણામ
જિલ્લાનું નામ પરિણામ – ટકામાં અમદાવાદ શહેર 66.83 અમદાવાદ ગ્રામ્ય 71.15 અમરેલી 76.54 કચ્છ-ભૂજ 84.59 ખેડા 67.75 જામનગર 80.28 જૂનાગઢ 67.66 ડાંગ 82.13 પંચમહાલ 64.67 બનાસકાંઠા 79.38 ભરૂચ 75.50 ભાવનગર 81.13 મહેસાણા 76.64 રાજકોટ 79.94 વડોદરા 67.19 વલસાડ 63.16 સાબરકાંઠા 68.17 સુરત 80.78 સુરેન્દ્રનગર 81.11 સેન્ટ્રલ એડમિન 60.59 આણંદ 71.05 પાટણ 77.00 નવસારી 72.67 દાહોદ 54.67 પોરબંદર 74.60 તાપી 72.30 અરવલ્લી 68.34 બોટાદ 84.12 છોટા ઉદેપુર 69.18 દેવીભૂમિ દ્વારકા 80.90 મહિસાગર 70.17 મોરબી 83.34 સેન્ટ્રલ એડમિન દિવ 64.81 નર્મદા 58.02 ગાંધીનગર 84,60 ગીર સોમનાથ 69.84
100 ટકા પરિણામ ધરાવતી શાળાઓ
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે, જો વાત કરીએ 100 ટકા પરિણામ ધરાવતી શાળાની તો 2022ની તુલનામાં 2023માં 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ઘટી છે. 2022માં 1064 શાળાઓ 100 ટકા પરિણામ ધરાવતી શાળા નોંધાઈ હતી, જ્યારે 2023માં માત્ર 311 શાળાઓ નોંધાઈ છે. તમને એ પણ જણાવી દઈએ કે, સૌથી ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 2022માં 1 જ હતી ત્યારે 2023માં 44 શાળાઓનું પરિણામ 10 ટકાથી ઓછુ નોંધાયું છે.
ગેરરીતિના કેટલા કેસ નોંધાયા હતા
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષા 2023માં રાજ્યમાં 357 ગેરરીતિના કેસ નોંધાયા હતા. તમને એ પણ જણાવી દઈએ કે, 2022માં ગેરરીતિના કેસ 2544 નોંધાયા હતા.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2023 – તમામ માહિતી
A1 અને A2 ગ્રેડ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યો
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 4,77, 392 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1895 નોંધાઈ છે, જ્યારે A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 21,038 નોંધાઈ છે. તો B1 – 52,291, B2 – 83,596, C1 – 1,01,797, C2 – 77 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
જેલના કેટલા કેદીએ પરીક્ષા આપી કેટલા પાસ થયા
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે જેલના કેદીઓએ પણ પરીક્ષા આપી હતી. જેલના કેદીઓ માટે જેલની અંદર જ પરીક્ષા આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 2023ના વર્ષમાં કુલ 56 કેદીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 22 કેદી પરીક્ષામાં પાસ થયા છે.





