GSEB Gujarat Board 10th Result 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. આ વર્ષે 82.56 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ કરતા 17.94 ટકા વધારે છે. 2023માં પરિણામ 64.62 ટકા રહ્યું હતું. સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું 87.22 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ઓછું પરિણામ પોરબંદર જિલ્લાનું 74.57 ટકા આવ્યું છે. અમે અહીં છેલ્લા 30 વર્ષના પરિણામ વિશએ જણાવી રહ્યા છીએ. છેલ્લા 30 વર્ષમાં ધોરણ 10નું સૌથી ઊંચુ પરિણામ આવ્યું છે.
1993થી અત્યાર સુધીનું પરિણામ
- 1993 – 56.33 ટકા
- 1994 – 42.81 ટકા
- 1995 – 50.34 ટકા
- 1996 – 40.97 ટકા
- 1997 – 40.17 ટકા
- 1998 – 45.16 ટકા
- 1999 – 55.80, જુલાઈ પૂરક – 43.82 ટકા
- 2000 – 58.70, જુલાઈ પૂરક – 45.672 ટકા
- 2001 – 68.91, જુલાઈ પૂરક – 41.14 ટકા
- 2002 – 51.81, જુલાઈ પૂરક – 50.08 ટકા
- 2003 – 42.97, જુલાઈ પૂરક – 37.30 ટકા
- 2004 – 52.69, જુલાઈ પૂરક – 31.57 ટકા
- 2005 – 56.18, જુલાઈ પૂરક – 35.94 ટકા
- 2006 – 57.71, જુલાઈ પૂરક – 37.49 ટકા
- 2006 – 31.24 ટકા
- 2007 – માર્ચ – જૂનું -70.65, જૂનું – 34.00, જુલાઈ પૂરક – 40.82 ટકા
- 2008 – 63.58 ટકા
- 2009 – 56.43 ટકા
- 2010 – 60.81 ટકા
- 2011 – માર્ચ – 71.06 ટકા, જુલાઈ – 40.09 ટકા
- 2012 – માર્ચ – 65.12 ટકા, જુલાઈ પૂરક – 46.89 ટકા
- 2013 – માર્ચ – 65.12 ટકા, જુલાઈ પૂરક – 46.89 ટકા
- 2014 – માર્ચ – 63.85 ટકા
- 2015 – માર્ચ – 54.42 ટકા, જુલાઈ પુરક – 14.37 ટકા
- 2016 – માર્ચ – 67.06 ટકા, જુલાઈ પુરક – 8.43 ટકા
- 2017 – માર્ચ – 68.24 ટકા, જુલાઈ પુરક – 27.70 ટકા
- 2018 – માર્ચ – 67.50 ટકા, જુલાઈ પુરક – 15.00 ટકા
- 2019 – માર્ચ – 66.97 ટકા, જુલાઈ પુરક – 9.35 ટકા
- 2020 – માર્ચ – 60.64 ટકા, ઓગસ્ટ પુરક – 8.17 ટકા
- 2021 – માર્ચ – (માસ પ્રમોશન, જુલાઇ પુરક – 10.04 ટકા
- 2022 – માર્ચ – 65.18 ટકા, જુલાઈ પૂરક – 24.72
- 2023 – માર્ચ – 64.62 ટકા, જુલાઈ પૂરક – 26.65 ટકા
- 2024 – માર્ચ – 82.56 ટકા
સૌથી વધારે પરિણામ આ વખતે આવ્યું છે. જ્યારે સૌથી ઓછા પરિણામની વાત કરવામાં આવે તો 2006માં રહ્યું હતું. 2006માં 31.24 ટકા પરિણામ આવ્યું હતું.
આ પણ વાંચો – ધોરણ 10 પરિણામ જાહેર, આ 2 કેન્દ્ર પર આવ્યું 100 ટકા રિઝલ્ટ, જાણો ક્યાં આવ્યું સૌથી ઓછું પરિણામ
ધોરણ 10 માધ્યમ પ્રમાણે પરિણામની ટકાવારી
માધ્યમ પ્રમાણે પરિણામની ટકાવારીની વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમ– 81.17 ટકા, હિન્દી માધ્યમ– 75.90 ટકા, મરાઠી માધ્યમ – 77.99 ટકા, અંગ્રેજી માધ્યમ – 92.52 ટકા, ઉર્દુ માધ્યમ– 81.00 ટકા, સિંધી માધ્યમ– 88.00 ટકા, ઓરિયા માધ્યમ – 92.41 ટકા છે.
100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યાની વાત કરવામાં આને તેની સંખ્યા 1389 છે. 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ – 264 છે. જ્યારે 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 70 છે.