/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Exam-Time-Table-SSC-and-HSC.jpg)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે (Express File Photo)
GSEB releases Exam Time Table SSC and HSC : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરુ થશ અને 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. જ્યારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરુ થશે અને 13 માર્ચ સુધી યોજાશે.
ધોરણ-10 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ
- 26 ફેબ્રુઆરી- ગુજરાતી(પ્રથમ ભાષા)
- 28 ફેબ્રુઆરી - વિજ્ઞાન
- 4 માર્ચ - સામાજિક વિજ્ઞાન
- 6 માર્ચ - બેઝિક ગણિત
- 9 માર્ચ - સ્ટાન્ડર્ડ ગણિત
- 11 માર્ચ - અંગ્રેજી (દ્વિતીય ભાષા)
- 16 માર્ચ - હિન્દી અને સંસ્કૃત
પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જોવા માટે અહીં ક્લિક કરો
ધોરણ-12 સાયન્સ પ્રવાહ કાર્યક્રમ
- 26 ફેબ્રુઆરી - ભૌતિક વિજ્ઞાન
- 28 ફેબ્રુઆરી - રસાયણ વિજ્ઞાન
- 4 માર્ચ - જીવવિજ્ઞાન
- 6 માર્ચ - અંગ્રેજી (દ્વિતીય ભાષા)
- 7 માર્ચ - અંગ્રેજી (પ્રથમ ભાષા)
- 9 માર્ચ - ગણિત
- 11 માર્ચ - કોમ્પ્યુટર
- 12માર્ચ - ગુજરાતી (પ્રથમ ભાષા)
- 13 માર્ચ - ગુજરાતી (દ્વિતીય ભાષા)
આ પણ વાંચો - કમોસમી વરસાદ: ખેડૂતો માટે ગુજરાત સરકારની 10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
ધોરણ-12 સામાન્ય પ્રવાહ કાર્યક્રમ
- 26 ફેબ્રુઆરી - અર્થશાસ્ત્ર
- 28 ફેબ્રુઆરી - વાણિજ્ય વ્યવસ્થા
- 4 માર્ચ - નામાના મૂળતત્વો
- 5 માર્ચ - મનોવિજ્ઞાન
- 6 માર્ચ - સમાજશાસ્ત્ર
- 7 માર્ચ - ગુજરાતી અંગ્રેજી (દ્વિતીય ભાષા )
- 9 માર્ચ - આંકડાશાસ્ત્ર
- 10 માર્ચ - ગુજરાતી (પ્રથમ ભાષા )
- 11 માર્ચ - હિન્દી( દ્વિતીય ભાષા)
- 12 માર્ચ - સેક્રેટરી પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર
- 13 માર્ચ - ભૂગોળ
- 14 માર્ચ- કોમ્પ્યુટર
- 16 માર્ચ - સંસ્કૃત પારસી અરબી
GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ત્રણ માધ્યમમાં આપી શકાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us