GSEB Result 2024 12th Class: ગુજરાત બોર્ડ પરિણામ 2024, ગુરૂવારે જાહેર થશે ધોરણ 12 અને ગુજકેટ પરિણામ

GSEB Result 2024 12th Class And Gujcet Check in Gujarati: ગુજરાત બોર્ડ પરિણામ 2024 ગુરુવારે ધોરણ 12 અને ગુજકેટ 2024 પરિણામ જાહેર થશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. અહીં તમે ધોરણ 12 પરિણામ વિશે માહિતી મેળવી શકશો.

Written by Ajay Saroya
Updated : May 09, 2024 08:31 IST
GSEB Result 2024 12th Class: ગુજરાત બોર્ડ પરિણામ 2024, ગુરૂવારે જાહેર થશે ધોરણ 12 અને ગુજકેટ પરિણામ
Gujarat Board Result 2024: ગુજરાત બોર્ડ પરીક્ષા પરિણામ, photo social media

GSEB Result 2024 12th Class And Gujcet Result : ધોરણ 12 અને ગુજકેટ 2024ના પરિણામ 9 મે, 2024 ગુરવારના રોજ જાહેર થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક અખબારી યાદી જાહેર કરી છે. જેમા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને કોમર્સ પ્રવાહના પરિણામ જાહેર થવાની વિગત આપી છે. વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઇ શકશે. જો કે માર્કશીટ માટે રાહ જોવી પડશે.

ધોરણ 12 ના પરિણામ કેટલા વાગે જાહેર થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર માર્ચ 2024માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 – વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ગુજકેટ 2024 અને સંસ્કૃત માધ્યમના પરિણામ 9 મે, 2024ના રોજ સવારે 9 વાગે જાહેર થશે.

ધોરણ 12ના પરિણામ ક્યા અને કેવી રીતે જોવા મળશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર ધોરણ 12 સહિત ગુજકેટ 2024 પરીક્ષના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જોવા મળશે. વિદ્યાર્થીઓ વેબસાઇટ તેમનો બેઠક ક્રમાંક દાખલ કરીને પરિણામ જોઇ શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જોઇ શકે છે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસઆર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

આ પણ વાંચો : ગુજરાત બોર્ડ પરિણામ 2024 લાઈવ, તમામ વિગત માટે ક્લિક કરો

ગુજરાત બોર્ડ પરિણામ 2024 ઉંચુ આવવાની આશા છે. આજે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે. ગત વર્ષે સરેરાશ પરિણામ 65.58 ટકા નોંધાયું હતું. જે વર્ષ 2022 કરતાં 7 ટકા ઓછું એટલે કે 72.02 ટકા હતું.

આ પણ વાંચો | ગુજરાત હાઈકોર્ટ ભરતી : સ્નાતકો માટે ₹ 1.42 લાખ સુધીના પગારની નોકરીની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

મળતી માહિતી પ્રમાણે ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ