GSEB Gujarat Board 10th Result 2024: ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડે માર્ચમાં લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું કુલ 82.56 ટકા પરિણામ આવ્યું છે, જે છેલ્લા 30 વર્ષનું સૌથી ઉંચુ પરિણામ છે. વિદ્યાર્થીઓ ધોરણ 10નું પરિણામ સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઓનલાઈન જોઇ શકે છે. માર્ચ 2024માં યોજાયેલી ધોરણ 10ની પરિણામ માટે 706370 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાથી 699598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાથી 577556 વિદ્યાર્થીઓ પાસ થાય છે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હવે પૂરક પરીક્ષા આપી શકે છે.
ધોરણ 10માં 1.22 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ
ગુજરાત બોર્ડ અનુસાર રાજ્યમાં ધોરણ 10 પરિણામ માટે 706370 નિયમિત પરીક્ષાઓ નોંધાયા હતા, જેમાથી 699598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમા પરીક્ષા આપનાર 577556 વિદ્યાર્થીઓ પાસ છે. આમ ધોરણ 10ની પરીક્ષા આપનાર નિયમિત વિદ્યાર્થીઓ 122042 નાપાસ થયા છે. જો રજિસ્ટર્ડ 165984 રિપીટર વિદ્યાર્થી માથી 160451 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમા 78715 પાસ થાય છે.

કેટલા વિષયમાં વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે?
ગુજરાત બોર્ડ જીએસઇબી ધોરણ 10ની પરીક્ષામાં ગેરહાજર રહેલા અથવા એક, બે અને ત્રણ વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ સુધારણાને અવકાશ ધરાવે છે. આ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં બેસવાને પાત્ર છે.
પૂરક પરીક્ષા આપવા માટે કેટલી ફી ચૂકવવી પડશે
ગુજરાત બોર્ડ અનુસાર 1, 2 અને 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે. પૂરક પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીએ ફી ચૂકવવી પડશે, જે વિષયની સંખ્યા મુજબ છે. 1 વિષયની પૂરક પરીક્ષા આપવા માટે 145 રૂપિયા, બે વિષય માટે 205 અને ત્રણ વિષય માટે 265 રૂપિયા ચૂકવવા પડશે. અત્રે નોધનિય છે કે, કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને પૂરક પરીક્ષાની ફી માંથી મૂક્તિ આપવામાં આવી છે.
ધોરણ 10 પૂરક પરીક્ષા 2024નું ફોર્મ કેવી રીતે ભરવું?
ગુજરાત બોર્ડ ધોરણ 10ની પૂરક પરીક્ષા 2024 આપવા માટે વિદ્યાર્થીએ ઓનલાઇન રજિસ્ટ્રેન કરાવવું ફરજિયાત છે. પૂરક પરીક્ષાનો કાર્યક્રમ, રિસિપ્ટ અને પ્રશ્નપત્રનો સમય ગુજરાત બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે.
આ પણ વાંચો | ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ: 70 શાળાનું શૂન્ય પરિણામ, 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી 264 સ્કુલ
દફતર ચકાસણી અરજી ક્યાં કરવી?
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 6 વિષય પૈકી પરીક્ષાર્થી કોઇ પણ વિષય / વિષયોમાં પરીક્ષા આપેલી હોય પણ વિષયમાં ગુણપત્રકમાં ગેરહાજર દર્શાવેલ હોય તેવા કિસ્સામાં દફતર ચકાસણીની અરજી ઓનલાઇન પરિણામ જાહેર થયાની તારીખથી 10 દિવસની અંદર ગુજરાત બોર્ડની ગાંધીનગર કચેરીમાં માધ્યમિક શાખામાં રૂબરૂ સ્વીકારવાાં આવશે.





