GSEB Gujarat Board 10th Result 2024 Updates: ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષણ બોર્ડે માર્ચમાં લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું કુલ 82.56 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10નું પરિણામ સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઓનલાઈન જોઇ શકાય છે. નોંધનિય છે કે, માર્ચ 2024માં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 917687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ગાંધીનગરનું સૌથી વધુ પરિણામ, સૌથી ઓછું પોરબંદરનું
ગુજરાત બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. સમગ્ર રાજ્યનું કૂલ પરિણામ 82.56 ટકા પરિણામ આવ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઉંચુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું 87.22 ટકા આવ્યું છે. તો સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લાનિં 74.57 ટકા નોંધાયું છે.
રાજ્યમાં 70 શાળાનું 0 પરિણામ
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. જે અનુસાર સમગ્ર રાજ્યમાં 70 શાળાનું પરિણામ શૂન્ય આવ્યું છે, જ્યારે ગત વર્ષ 2023માં 157 સ્કૂલોનું પરિણામ શૂન્ય હતું. ધોરણ 10માં શૂન્ય પરિણામ હોય તેવી સૌથી વધુ શાળા દાહોદની 8, ગીર સોમનાથની 7 અને પંચમહાલની 6 સ્કૂલ છે. અમદાવાદ શહેરની 1, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની 2, અમરેલીની 3, ભાવનગર 4, જામનગર 4, જુનાગઢની 4 અને રાજકોટની 6 શાળા છે.
આ પણ વાંચો | ગુજરાત બોર્ડ ધો.10 નું 82.56 ટકા પરિણામ જાહેર, ગત વર્ષ કરતા 17.94 ટકાનો વધારો
264 શાળાનું 30 ટકાથી ઓછું પરિણામ
ગુજરાત શિક્ષણ બોર્ડ અનુસાર રાજ્યમાં ધોરણ 10માં 264 શાળાનું પરિણામ 10 ટકાથી ઓછું આવ્યું છે. તો 100 પરિણામ આવ્યું હોય તેવી કૂલ 1389 સ્કૂલો છે. 30 ટકાથી ઓછું પરિણામ હોય તેવી સૌથી વધુ શાળા જુનાગઢની 34, અમદાવાદ શહેરની 18, દાહોદની 16, આણંદની 14 શાળા છે.