GSEB SSC Results 2024 Live : ગુજરાત બોર્ડ ધો.10 નું 82.56 ટકા પરિણામ જાહેર, ગત વર્ષ કરતા 17.94 ટકાનો વધારો
GSEB Gujarat Board 10th Result 2024 Live Updates News in Gujarati: ગુજરાત બોર્ડનું પરિણામ 2024 સત્તાવાર વેબસાઇટ gseb.org પર જોઇ શકાશે. ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.
GSEB Gujarat Board 10th Result 2024 Live Updates : ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આજે 11 મે 2024, શનિવારે સવારે પરિણામ જાહેર કરી દીધું છે. ગુજરાત બોર્ડે માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 82.56 ટકા પરિણામ જાહેર કર્યું છે. બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામ પણ મૂકવામાં આવ્યું છે. આ વર્ષે 2024નું 82.56 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ 2023માં 64.62 ટકા રહ્યું હતું. આ જોતા 17.94 ટકાનો વધારો થયો છે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડનું પરિણામ 2024 સત્તાવાર વેબસાઇટ gseb.org પર જોઇ શકાશે. બે દિવસ પહેલા ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. જે ઐતિહાસિક રહ્યું હતું.
GSEB SSC Result 2024 : કેવી રીતે ચેક કરવું
સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.
હવે GSEB પરિણામ 2024 લિંક પર ક્લિક કરો
હોલ ટિકિટ પર SSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો
હવે GSEB ની માર્કશીટ તમારી સામે હશે
આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. જેના માટે 6357300971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો
9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ગત વર્ષ 2023ના પરિણામમાં દાહોદ જિલ્લો 40.75 ટકા જિલ્લા સાથે પાછળ રહ્યો હતો. જોકે, આ વર્ષે દાહોદ જિલ્લાએ કમાલ કરી છે. આ વર્ષે દાહોદ જિલ્લાનું 81.67 ટકા પરિણામ આવ્યું છે. જે મેગાસિટી અમદાવાદ કરતા પણ વધારે છે. એક રીતે કહી શકાય કે આદિવાસી જિલ્લા દાહોદે ધોરણ 10 પરિણામમાં અમદાવાદ શહેરને પણ પાછળ પાડી દીધું છે.
ગુજરાત બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધું છે ત્યારે આ વર્ષે 2024નું 82.56 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ 2023માં 64.62 ટકા રહ્યું હતું. આ જોતા 17.94 ટકાનો વધારો થયો છે.
ધોરણ 10 બોર્ડનું પરિણામ ઓનલાઈન જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ઓનલાઈન ચેક કરવા લાગ્યા છે. એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ 2024 માં યોજાયેલી ધોરણ- 10 (એસએસસી) પરીક્ષાનું પરિણામ આજે (11 મે) સવારના 8.00 કલાકે http://www.gseb.org વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.