Guajrat Covid update : ગુજરાત કોરોના અપડેટ : રાજ્યમાં શુક્રવારે કોરોના સંક્રમણના 392 નવા કેસ અને 1 દર્દીનું મોત

Gujarat coronavirus case : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં શુકવારે પણ કોવિડ-19 વાયરસના સંક્રમણના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા.

Gujarat coronavirus case : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં શુકવારે પણ કોવિડ-19 વાયરસના સંક્રમણના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Covid-19, coronavirus, covid new cases, corona cases in gujarat

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત.

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં 14 એપ્રિલ, 2023ના રોજ સાંજે સમાપ્ત થયેલા 24 કલાકમાં કોવિડ-19 વાયરસના સંક્રમણના 392 નવા કેસ નોંધાયા છે. ઉપરાંત જીવલેણ વાયરસના સંક્રમણથી શુક્રવારે 1 દર્દીનું મોત થયું છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં ઘણા દિવસો બાદ ગુરુવારે 400થી વધુ નવા કોરોના કેસ નોંધાયા હતા.

શુક્રવારે 392 કોરોના કેસ

ગુજરાતમાં શુક્રવારે કોરોના વાયરસના સંક્રમણના 392 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની કુલ સખ્યા 2220 થઇ છે. 3 દર્દીઓની સ્થિતિ ગંભર હોવાથી તેમને વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા છે અને 2217 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. સમગ્ર રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી ગીર સોમનાથમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાતે રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 11066 થયો છે.

ક્યા શહેરમાં કેટલા કોરોના કેસ નોંધાયા

ગુજરાતમાં 14 એપ્રિલે 392 નવા કોરોના કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 142 કેસ, મહેસાણમાં 35 કેસ, વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં 30 કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ ભારતમાં કોવિડ વિસ્ફોટ, 24 કલાકમાં નવા 11,109 કેસ નોંધાયા

બીજી બાજુ ગુજરાતમાં આજે કોરોના સંક્રમિત 258 દર્દીઓ સારવાર લીધા બાદ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં ચેપ મુક્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 12,73,410 થઇ છે. હાલ ગુજરાતનો કોરોનાનો રિકવરી રેટ 98.97 ટકા છે.

Advertisment
બ્રેકિંગ ન્યૂઝ કોવિડ ગુજરાતી ન્યૂઝ ગુજરાત