ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસા નવા કેસોની સંખ્યા દિવસેને દિવસ વધી રહી છે. ગુજરાતમાં પણ કોવિડ-19 સંક્રમણના નવા કેસોની સંખ્યા 400ની નજીક પહોંચી ગઇ છે. ગુજરાતમાં 12 એપ્રિલના રોજ કોરોના વાયરસ સંક્રમિત નવા 397 કેસ નોંધાયો છે અને આ જીવલેણ મહામારીથી બે લોકોએ જીવ ગુમાવ્યો છે.
અમદાવાદમાં સૌથ વધુ પોઝિટિવ કેસ
ગુજરાતમાં 12 એપ્રિલ, 2023ના રોજ કોરોના સંક્રમણના નવા 397 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની કુલ સંખ્યા વધીને 1992 થઇ છે. જિલ્લાવાર વાત કરીયે તો બુધવારે સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 137 કેસ નોંધાયા છે અને કોરોના વાયરસથી સંક્રમિત 1 દર્દીનું મોત થયું છે. તો બીજી બાજુ 86 દર્દીઓ સાજા થયા છે. મહેસાણામાં આજે પણ કોવિડ-19ના નવા 46 કેસની સામે 22 દર્દીઓ સાજા થયા છે અને 1 દર્દીનું મૃત્યુ થયું છે.
ગુજરાતમાં બુધવારે કોરોના સંક્રમિત 350 દર્દીઓ સાજા થયા છે આ સાથે રાજ્યમાં વાયરસ મુક્ત થનાર દર્દીઓની કુલ સંખ્યા વધીને 12,72,830 થઇ છે. તો કોરોનાનો કુલ મૃત્યુઆક 11065 થયો છે. હાલ રાજ્યમાં કોરોના સક્રમિત 4 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.